Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 19:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 એટલે યહોવાહે તેને કહ્યું, “જા, નીચે ઊતર; અને હારુનને ઉપર લઈ આવ, પરંતુ યાજકો કે લોકો હદ ઓળંગીને મારી પાસે ઘસી આવે નહિ એનું ધ્યાન રાખજે, નહિ તો હું તે લોકોને નષ્ટ કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને યહોવાએ તેને કહ્યું, “જા, નીચે ઊતર, અને તું તથા તારી સાથે હારુન ઉપર આવો, પણ યાજકો તથા લોકો યહોવા પાસે આવીને હદ ઓળંગે નહિ, રખેને તે તેઓ ઉપર તૂટી પડે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 પ્રભુએ કહ્યું, “નીચે જઈને તારી સાથે આરોનને લઈ આવ. પરંતુ યજ્ઞકારો અને લોકો સીમા ઓળંગીને મારી પાસે ન આવે, નહિ તો હું તેમના પર પ્રહાર કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 એટલે યહોવાએ તેને કહ્યું, “જા, નીચે ઊતર; અને હારુનને ઉપર લઈ આવ, પરંતુ યાજકો કે લોકો હદ ઓળંગીને માંરી પાસે ઘસી આવે નહિ એનું ધ્યાન રાખજે, નહિ તો હું તે લોકો ઉપર તૂટી પડીશ.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 19:24
20 Iomraidhean Croise  

જ્યારે તેઓ કિદ્રોનની ખળી આગળ આવ્યા, ત્યારે બળદોને ઠોકર વાગી એટલે ઉઝઝાએ કોશને સંભાળવા માટે પોતાનો હાથ લંબાવીને કોશને પકડ્યો.


તે વેળાએ તું પર્વતની ચારેબાજુ લોકોને માટે હદ નક્કી કરજે અને તેઓને કહેજે કે, ‘સાવચેત રહેજો, પર્વત પર ચઢશો નહિ અને તેની તળેટીને પણ અડકશો નહિ. અને જે કોઈ તેને અડકશે તે નિશ્ચે માર્યો જશે.’


પછી મૂસાએ નીચે ઊતરીને યહોવાહે જણાવેલી વાત લોકોને કહી સંભળાવી.


યહોવાહે મૂસાને કહ્યું, “તું અને હારુન, નાદાબ તથા અબીહૂ તેમ જ ઇઝરાયલના વડીલોમાંના સિત્તેર મારી સમક્ષ આવો; અને થોડે દૂર રહીને મારું ભજન કરો.


તે પછી મૂસા, હારુન, નાદાબ, અબીહૂ અને ઇઝરાયલીઓના સિત્તેર વડીલોને સાથે લઈને તે ઉપર ગયો.


પછી મૂસાએ હારુનને કહ્યું, “આ એ જ વાત છે કે જે વિષે યહોવાહે કહ્યું હતું, ‘હું એવા લોકો પર મારી પવિત્રતાને પ્રગટ કરીશ કે જેઓ મારી પાસે આવે છે. હું સર્વ લોકો આગળ મહિમા પામીશ.’ હારુન કંઈ પણ બોલ્યો નહિ.


યોહાન બાપ્તિસ્મા કરનારનાં સમયથી તે અત્યાર સુધી સ્વર્ગના રાજ્ય પર બળજબરી થાય છે, તથા બળજબરી કરનારાઓ તેને છીનવી લે છે.


‘સાંકડા દરવાજામાં થઈને પ્રવેશ કરવા કષ્ટ કરો, કારણ, હું તમને કહું છું કે ઘણાં અંદર પ્રવેશ કરવા પ્રયત્ન કરશે, પણ અંદર પ્રવેશી શકશે નહિ.


નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો યોહાનના સમય સુધી હતા; તે સમયથી ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરાય છે, અને દરેક માણસ તેમાં જબરદસ્તીથી પ્રવેશવા મથે છે.


નિયમશાસ્ત્ર મૂસા દ્વારા આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્ત દ્વારા આવ્યાં.


કેમ કે નિયમશાસ્ત્ર તો કોપ ઉપજાવે છે, પણ જ્યાં નિયમ નથી ત્યાં અપરાધ પણ નથી.


તો નિયમશાસ્ત્ર શા માટે હતું? જેઓને ઇબ્રાહિમનું સંતાન આપવાનું વચન આપવામાં આવ્યું હતું તેઓની પાસે તે સંતાન આવે ત્યાં સુધી નિયમશાસ્ત્ર અપરાધોને લીધે આપવામાં આવેલું હતું; અને તે મધ્યસ્થની મારફતે, સ્વર્ગદૂતો દ્વારા ફરમાવેલું હતું.


પણ શાસ્ત્રવચને બધાને પાપનાં બંધનમાં જકડ્યાં, કે આપણો બચાવ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી છે તે વચન વિશ્વાસ કરનારાઓને આપવામાં આવે.


કેમ કે આપણો ઈશ્વર ભસ્મીભૂત કરી નાખનાર અગ્નિ છે.


એ માટે દયા પામવાને તથા યોગ્ય સમયે સહાયને માટે કૃપા પામવા સારુ આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ.


Lean sinn:

Sanasan


Sanasan