નિર્ગમન 18:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પછી મૂસાના સસરા યિથ્રો યાજકે ઈશ્વરને યજ્ઞો અને દહનીયાર્પણો ચઢાવ્યાં. અને હારુન ઇઝરાયલના સર્વ વડીલોને સાથે લઈને ઈશ્વર સમક્ષ મૂસાના સસરા સાથે રોટલી ખાવાને માટે આવ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને મૂસાના સસરા યિથ્રોએ ઈશ્વરને માટે દહનીયાર્પણ તથા યજ્ઞ કર્યાં; અને હારુન તથા ઇઝરાયલના સર્વ વડીલો ઈશ્વરની હજૂરમાં મૂસાના સસરાની સાથે રોટલી ખાવાને આવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 પછી યિથ્રોએ ઈશ્વરને સંપૂર્ણ દહનબલિ તથા અન્ય અર્પણો ચડાવ્યાં અને આરોન તથા ઇઝરાયલના બીજા આગેવાનો યિથ્રોની સાથે ઈશ્વરની સમક્ષ પવિત્ર ભોજન લેવા આવ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ12 પછી મૂસાના સસરા યિથ્રોએ દેવને યજ્ઞો અને દહનાર્પણો ચઢાવ્યાં, અને હારુન ઇસ્રાએલના સર્વ વડીલોને સાથે લઈને દેવ સમક્ષ મૂસાના સસરા સાથે રોટલી ખાવાને માંટે આવ્યો. Faic an caibideil |
એટલે હવે, અલિફાઝ તું તારા માટે સાત બળદો અને સાત ઘેટા લે. મારા સેવક અયૂબની પાસે જા અને પોતાને માટે દહનીયાર્પણ તરીકે ચઢાવ. મારો સેવક અયૂબ તારે માટે પ્રાર્થના કરશે અને હું તેની પ્રાર્થના સાંભળીશ, તેથી હું તારી મૂર્ખાઈ પ્રમાણે તારી સાથે વર્તીશ નહિ. જેમ મારો સેવક અયૂબ મારા વિષે સાચું બોલ્યો હતો તેમ તું મારા વિષે સાચું બોલ્યો નહિ.”
અને મૂસાના સસરા મિદ્યાની રેઉએલના દીકરા હોબાબ સાથે મૂસાએ વાત કરી. દુએલ એ મૂસાની પત્નીનો પિતા હતો. મૂસાએ હોબાબને કહ્યું કે, “જે જગ્યા વિષે યહોવાહે અમને કહ્યું છે ત્યાં જવા માટે આપણે મુસાફરી કરીએ છીએ. યહોવાહે કહ્યું છે કે, ‘હું તમને તે આપીશ.’ અમારી સાથે ચાલો અને અમે તમારું ભલું કરીશું. કેમ કે યહોવાહે ઇઝરાયલનું ભલું કરવાનું વચન આપ્યું છે.”