Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 15:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 શત્રુએ સંકલ્પ કર્યો કે, ‘હું પાછળ પડીશ, અને હું તેઓનું ધન લૂંટી લઈશ. હું મારી તલવાર ઉગામીશ. અને મારે હાથે તેઓનો નાશ કરીશ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 શત્રુએ કહ્યું, ‘હું પીછો પકડીશ, હું પકડી પાડીશ, હું લૂંટ વહેચીશ; મારી તૃષા હું તેઓ પર તૃપ્ત કરીશ; હું મારી તરવાર તાણીશ, મારો હાથ તેમનો નાશ કરશે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 દુશ્મને કહ્યું, ‘હું તેમનો પીછો કરીશ, તેમને પકડી પાડીશ; હું તેમની સંપત્તિ લૂંટીને વહેંચી લઈશ અને તેનાથી મારી મનોકામના પૂર્ણ થશે. હું તલવાર ખેંચીને મારી જાતે તેમનો નાશ કરીશ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “શત્રુ મનમાં બબડે છે, ‘હું પકડીશ પાછળ પડી, અને હું તેમનું ધન સધળુ લઈશ. હું બધું જ માંરી તરવાર વડે લઈ જઈશ. હું માંરે માંટે બધુંજ રાખીશ.’

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 15:9
15 Iomraidhean Croise  

બિન્યામીન પશુને ફાડી ખાનાર ભૂખ્યા વરુ જેવો છે: સવારે તે શત્રુઓનો શિકાર કરશે; અને સંધ્યાકાળે લૂંટ વહેંચશે.”


મેં મારા શત્રુઓની પાછળ પડીને તેઓનો નાશ કર્યો છે. તેઓનો નાશ થયો ત્યાં સુધી હું પાછો ફર્યો નહિ.


પછી ઇઝબેલે સંદેશવાહક મોકલીને એલિયાને કહેવડાવ્યું કે, “જેમ તેં તે પ્રબોધકોના પ્રાણ લીધા છે તેમ હું પણ તારા પ્રાણ આવતી કાલે રાત્રે આવી જ રીતે આ સમયે લઈશ. જો હું તેમ ના કરું તો દેવ એવું જ અને તેનાથી પણ વધારે કરો.”


પછી બેન-હદાદે આહાબ પાસે માણસ મોકલીને સંદેશો મોકલ્યો, “જો મારી સાથે આવેલા બધા લોકોને ભાગે સમરુનની મુઠ્ઠી ધૂળ પણ આવે, તો દેવતાઓ મને એવું અને એનાથી પણ વધારે વિતાડો.”


જ્યારે મિસરના રાજાને ખબર આપવામાં આવી કે, ઇઝરાયલી લોકો જતા રહ્યા છે. ત્યારે ફારુનનું અને તેના સરદારોનું વલણ બદલાઈ ગયું. તેઓને થયું કે, “આપણે શું કર્યુ? આપણે તેઓને કેમ જવા દીધા? આપણે આપણા ગુલામોને ગુમાવ્યા છે.”


ગરીબની સાથે નમ્રતા રાખવી તે સારું છે તે અભિમાનીની સાથે લૂંટના ભાગીદાર થવા કરતાં વધારે સારું છે.


એ દેશોના સર્વ દેવોમાંથી કયા દેવે પોતાના દેશને મારા હાથમાંથી છોડાવ્યો છે કે, યહોવાહ યરુશાલેમને મારા હાથમાંથી છોડાવે?”


તેથી હું તેને મહાન પુરુષોની સાથે તેનો હિસ્સો વહેંચી આપીશ અને તે લૂંટ ઘણાની સાથે લૂંટ વહેંચશે, કારણ કે તેણે પોતાનો આત્મા મરણ પામતાં સુધી રેડી દીધો અને તેની ગણતરી અપરાધીઓમાં થઈ. તેણે ઘણાંઓનાં પાપ માથે લીધાં અને અપરાધીઓને માટે મધ્યસ્થી કરી.


ત્યાં તેઓએ પોકારીને કહ્યું કે, “મિસરનો રાજા ફારુન કેવળ ઘોંઘાટ છે તેણે આવેલી તક ગુમાવી છે.”


તમે લડવૈયાઓના માથાં તેઓના પોતાના જ ભાલાઓથી વીંધી નાખો છો તેઓ વાવાઝોડાની જેમ અમને વેર વિખેર કરી નાખવા આવ્યા હતા. તેઓ ગરીબને ગુપ્ત રીતે ભસ્મ કરવામાં આનંદ માને છે.


પણ જયારે તેના કરતાં વધારે બળવાન માણસ તેના પર આવી પડીને તેને જીતે ત્યારે તેનાં સઘળા હથિયાર જેનાં પર તે ભરોસો રાખતો હતો તે તેની પાસેથી લઈ લે છે, અને તેની લૂટ વહેંચે છે.


‘શું તેઓને લૂંટ તો મળી નહિ હોય? શું, તેઓએ તે વહેંચી તો લીધી નહિ હોય? પ્રત્યેક પુરુષના હિસ્સામાં એક કે બે કુંમારિકા મળી હશે; શું, સીસરાને રંગબેરંગી વસ્ત્રનો હિસ્સો તથા રંગબેરંગી ભરતકામનો હિસ્સો, એટલે મારા ગળાની બન્ને બાજુએ રંગબેરંગી ભરત ભરેલો વસ્ત્રનો હિસ્સો મળ્યો હશે?’


દાઉદે પ્રાર્થના કરીને ઈશ્વરને પૂછ્યું, “જો હું ટુકડીની પાછળ પડું, તો શું હું તેઓને પકડી પાડી શકું?” ઈશ્વરે તેને ઉત્તર આપ્યો, “પાછળ લાગ, કેમ કે નિશ્ચે તું તેઓને પકડી પાડશે અને ચોક્કસ તું બધું જ પાછું મેળવશે.”


Lean sinn:

Sanasan


Sanasan