નિર્ગમન 12:48 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 પણ કોઈ વિદેશી તમારી સાથે રહેતો હોય, તે જો યહોવાહનું પાસ્ખાપર્વ પાળવા ઇચ્છતો હોય તો તે અને તેના ઘરના બધા પુરુષો સુન્નત કરાવે ત્યારપછી તે પાસ્ખાપર્વ પાળી શકે. તેને દેશના વતની જેવો માનવામાં આવે. પરંતુ સુન્નત કરાવ્યા વિનાના કોઈ પણ માણસે તે ખાવું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 અને જો કોઈ પ્રવાસી તારી સાથે વસેલો હોય, ને તે યહોવાનું પાસ્ખઅ પાળવા ચાહતો હોય, તો તેના [ઘરના] સર્વ પુરુષો સુન્નત કરાવે, ને ત્યાર પછી તે પાસ્ખા પાળવાને પાસે આવે; અને દેશમાં જન્મેલા માણસ જેવો તે ગણાય; પણ કોઈ બેસુન્નત માણસ તે ન ખાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.48 પરંતુ સુન્નત કરાવ્યા વગરના કોઈપણ માણસે પાસ્ખા ભોજનમાંથી ખાવું નહિ. તમારી મધ્યે કોઈ પરદેશી વસતો હોય અને પ્રભુનું પાસ્ખા પાળવાની તેની ઇચ્છા હોય તો તમારે પ્રથમ તેના ઘરના સર્વ પુરુષોની સુન્નત કરવી. ત્યાર પછી જ તે દેશમાં જન્મેલા ઇઝરાયલી જેવો ગણાય અને પાસ્ખામાં ભાગ લઈ શકે. Faic an caibideilપવિત્ર બાઈબલ48 પણ કોઈ વિદેશી તમાંરી સાથે રહેતો હોય અને તે જો તમાંરી પાસે યહોવાના માંનમાં પાસ્ખાપર્વ પાળવા માંગતો હોય તો તે તેના પરિવારના બધા પુરુષોની સુન્નત કરાવ્યા પછી તે પર્વમાં જોડાઈ શકે; તેને દેશનો જ વતની માંનવો. પરંતુ સુન્નત કરાવ્યા વિનાના કોઈ પણ માંણસે તે ખાવું નહિ. Faic an caibideil |