Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 12:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 વળી મિસરવાસીઓએ પણ તેઓને જલદીથી આ દેશમાંથી ચાલ્યા જવાનો આગ્રહ કર્યો. અને કહ્યું કે “અમે તો મરી ગયા!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 અને મિસરીઓએ લોકોને દેશમાંથી જલદી વિદાય થવાનો આગ્રહ કર્યો; કેમ કે તેઓએ કહ્યું કે, અમે તો બધા મરી ગયા!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

33 ઇજિપ્તીઓએ એ લોકોને દેશમાંથી સત્વરે નીકળી જવા આગ્રહભરી વિનંતી કરી. તેમણે કહ્યું, “તમે નહિ જાઓ તો અમે બધાં માર્યાં જઈશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 મિસરવાસીઓ, એ લોકોને જેમ બને તેમ વહેલા દેશ છોડી જવા દબાણ કરીને કહેવા લાગ્યા, “જો તમે લોકો નહિ જાઓ તો અમે બધા મરી જઈશું.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 12:33
9 Iomraidhean Croise  

પણ રાત્રે સ્વપ્નમાં ઈશ્વરે અબીમેલેખને કહ્યું, “તું પોતાને મરણ પામેલો જાણજે, કેમ કે જે સ્ત્રીને તેં પચાવી પાડી છે, તે એક પુરુષની પત્ની છે.”


જ્યારે તેઓ ગયા ત્યારે મિસરના લોકો આનંદ પામ્યા, કારણ કે મિસરના લોકો તેમનાથી ગભરાઈ ગયા હતા.


ફારુનના સરદારોએ તેને કહ્યું, “અમે ક્યાં સુધી આ લોકો તરફથી ત્રાસ ભોગવતા રહીશું? એ લોકોને તેઓના ઈશ્વર યહોવાહ નું ભજન કરવા જવા દે. શું તું નથી જાણતો કે હવે મિસરનો સર્વનાશ થવા બેઠો છે?”


ત્યારે યહોવાહે મૂસાને કહ્યું, “ફારુન અને મિસર પર હું બીજી એક આફત લાવીશ. ત્યાર પછી તે તમને અહીંથી જવા દેશે; તે કોઈને અહીં રહેવા નહિ દે; બધાને મોકલી દેશે.


મિસરમાંથી પ્રયાણ કરતી વખતે લોટમાં ખમીર નાખવાનો સમય ન હોવાથી મિસરથી લોટની જે કણક તેઓ સાથે લાવ્યા હતા તેની બેખમીરી રોટલી બનાવી. તેઓને મિસરમાંથી ઝટપટ વિદાય થઈ જવાનું થયેલું હોવાથી તેઓથી ભાથું તૈયાર કરી શકાયું ન હતું.


પછી યહોવાહે મૂસાને કહ્યું, “હવે, તને જોવા મળશે કે હું ફારુનની શી હાલત કરું છું. મારા સામર્થ્યને કારણે ફારુન તેઓને જવા દેશે. અને મારા બળવાન હાથનાં પરાક્રમને કારણે તે ઇઝરાયલ લોકોને દેશમાંથી મુક્ત કરશે.”


કેમ કે તમારે ઉતાવળથી નીકળવાનું નથી કે ગભરાટમાં છોડવાનું નથી; કેમ કે યહોવાહ તમારી આગળ જાય છે; અને ઇઝરાયલના ઈશ્વર તમારા પીઠરક્ષક થશે.


રાજાના હુકમને સખત રીતે અનુસરવામાં આવ્યો હતો. ભઠ્ઠી ઘણી ગરમ હતી. જે માણસો શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોને લાવ્યા હતા તેઓને અગ્નિની જ્વાળાઓની ઝાળ લાગી. તેઓ બળીને મરી ગયા.


Lean sinn:

Sanasan


Sanasan