Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 12:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 તે રાત્રે ફારુને મૂસાને અને હારુનને તાકીદે બોલાવ્યા. અને તેઓને કહ્યું, “તમે અને સમગ્ર ઇઝરાયલ લોકો અમારા મિસરી લોકોમાંથી અહીંથી તાત્કાલિક વિદાય થઈ જાઓ. અને તમે જે કહ્યું હતું તે પ્રમાણે જઈને યહોવાહનું ભજન કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 અને તેણે મૂસાને તથા હારુનને રાત્રે તેડાવીને કહ્યું, “તમે તથા ઇઝરાયલીઓ બન્‍ને ઊઠો, ને મારા લોક મધ્યેથી નીકળી જાઓ. અને જઈને તમારા કહ્યા પ્રમાણે યહોવાની સેવા કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

31 તે જ રાત્રે ફેરોએ મોશે તથા આરોનને બોલાવીને કહ્યું, “તમે અને તમારા ઇઝરાયલી લોકો અહીંથી ચાલ્યા જાઓ; મારો દેશ છોડીને જતા રહો અને તમારા કહેવા પ્રમાણે અહીંથી જઈને પ્રભુની સેવાભક્તિ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 એટલે તે રાત્રે ફારુને મૂસાને અને હારુનને બંનેને તેડાવી મંગાવ્યા અને કહ્યું, “તૈયાર થઈ જાઓ, અને માંરી પ્રજામાંથી ચાલ્યા જાઓ! તમે અને ઇસ્રાએલીઓ બંન્ને જાઓ, અને તમે જે કહ્યું હતું તે પ્રમાંણે યહોવાની ઉપાસના કરો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 12:31
12 Iomraidhean Croise  

જ્યારે તેઓ ગયા ત્યારે મિસરના લોકો આનંદ પામ્યા, કારણ કે મિસરના લોકો તેમનાથી ગભરાઈ ગયા હતા.


પછી મૂસાએ ફારુનને કહ્યું, “તું જે કહે છે તે સાચું છે. હું ફરીથી કદી તને રૂબરૂ મળવા આવવાનો નથી અને તારું મુખ જોવાનો નથી.”


મૂસાએ જવાબ આપ્યો, “અમે અમારા યુવાનોને, વયસ્કોને, દીકરાદીકરીઓને, ઘેટાંબકરાંઓને તથા અન્ય જાનવરોને લઈ જઈશું. અમે બધાં જ જઈશું. કારણ એ અમારા માટે અમારા યહોવાહનું પર્વ છે.”


ત્યારે યહોવાહે મૂસાને કહ્યું, “ફારુન અને મિસર પર હું બીજી એક આફત લાવીશ. ત્યાર પછી તે તમને અહીંથી જવા દેશે; તે કોઈને અહીં રહેવા નહિ દે; બધાને મોકલી દેશે.


પછી તમારા આ બધા જ ચાકરો મારી પાસે આવશે. મને પગે લાગશે. અને કહેશે કે, તમે તથા તમારા બધા લોકો જતા રહો. અને ત્યારપછી જ હું તો અહીંથી જવાનો છું. પછી મૂસા કોપાયમાન થઈને ફારુનની પાસેથી જતો રહ્યો.”


મિસરમાંથી પ્રયાણ કરતી વખતે લોટમાં ખમીર નાખવાનો સમય ન હોવાથી મિસરથી લોટની જે કણક તેઓ સાથે લાવ્યા હતા તેની બેખમીરી રોટલી બનાવી. તેઓને મિસરમાંથી ઝટપટ વિદાય થઈ જવાનું થયેલું હોવાથી તેઓથી ભાથું તૈયાર કરી શકાયું ન હતું.


પછી યહોવાહે મૂસાને કહ્યું, “હવે, તને જોવા મળશે કે હું ફારુનની શી હાલત કરું છું. મારા સામર્થ્યને કારણે ફારુન તેઓને જવા દેશે. અને મારા બળવાન હાથનાં પરાક્રમને કારણે તે ઇઝરાયલ લોકોને દેશમાંથી મુક્ત કરશે.”


એટલે ફારુને મૂસા અને હારુનને બોલાવ્યા. તેઓને કહ્યું, “તમે લોકો તમારા ઈશ્વરને આ દેશમાં યજ્ઞાર્પણ ચઢાવો.”


પછી ફારુને મૂસા અને હારુનને બોલાવીને કહ્યું, “તમે યહોવાહને પ્રાર્થના કરો કે તે મને અને મારી પ્રજાને દેડકાંના ઉપદ્રવથી છોડાવે, એ દેડકાંને દૂર કરે. પછી હું તમારા લોકોને યહોવાહને યજ્ઞો અર્પવા જવા દઈશ.”


મિસરીઓએ અને ફારુને પોતાના હૃદય કઠણ કર્યા તેમ તમે તમારાં અંતઃકરણો કેમ કઠણ કરો છો? તેણે તેઓ મધ્યે અદ્દભૂત કૃત્યો કર્યા અને તેઓએ લોકોને જવા દીધા અને પછી તેઓ ગયા.


Lean sinn:

Sanasan


Sanasan