Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 12:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 “આ પવિત્ર પર્વના સાત દિવસો દરમ્યાન તમારે બેખમીરી રોટલી ખાવી. પર્વના પહેલે દિવસે પોતપોતાના ઘરોમાંથી બધું જ ખમીર દૂર કરવું. અને જો કોઈ માણસ આ સાત દિવસ સુધી ખમીરવાળી રોટલી ખાય તો તેને ઇઝરાયલથી જુદો કરવામાં આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 સાત દિવસ તમારે બેખમીર રોટલી ખાવી. પહેલા જ દિવસેથી તમારે તમારાં ઘરોમાંથી ખમીર દૂર કરવું, કેમ કે પહેલા દિવસથી તે સાતમા દિવસ સુધી જે કોઈ ખમીરી રોટલી ખાય તે માણસ ઇઝરાયલમાંથી નાબૂદ કરાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 પ્રભુએ કહ્યું, “સાત દિવસ સુધી તમારે ખમીરરહિત રોટલી ખાવી. પર્વના પ્રથમ દિવસથી જ તમારે તમારાં ઘરમાંથી ખમીર દૂર કરવું; આ સાત દિવસ દરમ્યાન જો કોઈ વ્યક્તિ ખમીરવાળી રોટલી ખાય તો તેનો ઇઝરાયલી સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 આ પવિત્ર પર્વના સાત દિવસો સુધી તમાંરે બેખમીર રોટલી ખાવી. આ પવિત્ર પર્વના પહેલે દિવસે પોતપોતાના ઘરોમાંથી બધું જ ખમીર હઠાવી દેવું. અને જો કોઈ વ્યક્તિ આ સાત દિવસ સુધી ખમીરવાળી રોટલી ખાય તો તેને ઇસ્રાએલથી જુદો કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 12:15
28 Iomraidhean Croise  

દરેક પુરુષ જેના શરીરમાં સુન્નત કરવામાં આવી નહિ હોય તેને પોતાના લોકોમાંથી અલગ કરાશે. તેણે મારો કરાર તોડ્યો છે.”


આ રીતે ઇઝરાયલના લોકો જેઓ યરુશાલેમમાં હતા તેઓએ સાત દિવસ સુધી બહુ આનંદ સાથે બેખમીરી રોટલીના પર્વની ઊજવણી કરી. તે દરમિયાન લેવીઓ અને યાજકો દરરોજ ગીતો અને વાજિંત્રો સાથે ઈશ્વરની સ્તુતિ કરતા હતા.


સાત દિવસ સુધી તેમણે આનંદભેર બેખમીરી રોટલીનું પર્વ ઊજવ્યું, કેમ કે ઈશ્વરે તેઓને આનંદિત કર્યા હતા અને ઇઝરાયલના ઈશ્વરના ભક્તિસ્થાનના કામમાં તેઓના હાથ પ્રબળ કરવા માટે, ઈશ્વરે આશ્શૂરના રાજાના હૃદયમાં તેઓ પ્રત્યે દયાભાવ ઉત્પન્ન કર્યો હતો.


“તે જ રાત્રે તમારે હલવાનના માંસને શેકવું અને તેને બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે ખાવું.”


મૂસાએ લોકોને કહ્યું, “જે દિવસે તમે મિસરમાંથી એટલે ગુલામીના ઘરમાંથી બહાર આવ્યા તે દિવસને તમે યાદ રાખજો, યહોવાહ પોતાના પરાક્રમ વડે તમને બહાર લાવ્યા છે. તેથી તમારે ખમીરવાળી રોટલી ખાવી નહિ.


આબીબ મહિનામાં બેખમીરી રોટલીનું પર્વ પાળવું. તે વખતે સાત દિવસ સુધી મારી આજ્ઞા મુજબ તમારે બેખમીરી રોટલી ખાવી. કારણ કે, એ માસમાં તમે મિસરમાંથી બહાર આવ્યા હતા અને કોઈએ ખાલી હાથે મારી પાસે આવવું નહિ.”


જે કોઈ આ સુગંધીઓનું મિશ્રણ કરી આવું તેલ બનાવે અથવા જે યાજક નથી તેવી કોઈ વ્યક્તિ ઉપર તે રેડે, તેને તેના સમાજમાંથી જુદો કરવામાં આવે.’”


તેના જેવો ધૂપ જે કોઈ સૂંઘવાને માટે બનાવે, તેને તેના સમાજમાંથી અલગ કરવામાં આવે.”


આથી તમારે વિશ્રામવારનું પાલન કરવાનું છે, કારણ કે તમારા માટે એ પવિત્ર દિવસ છે. જે કોઈ તેની પવિત્રતાનો ભંગ કરે, તેને મોતની સજા કરવી. જે કોઈ વિશ્રામવારે કામ કરે તેનો સમાજમાંથી બહિષ્કાર કરજો.


તું બેખમીરી રોટલીનું પર્વ પાળ. જેમ મેં તને આજ્ઞા આપી છે તે પ્રમાણે આબીબ માસમાં નિયુક્ત કરેલ સમયના સાત દિવસો સુધી તું બેખમીરી રોટલી ખા, કેમ કે તુ આબીબ માસમાં મિસર દેશમાંથી નીકળ્યો હતો.


ખમીર સાથે તું મારા યજ્ઞનું રક્ત ન ચઢાવીશ, તેમ જ પાસ્ખા પર્વનો યજ્ઞ સવાર સુધી પડ્યો ન રહે.


અને કોઈ ઇઝરાયલી અથવા ઇઝરાયલીઓ વચ્ચે વસતો કોઈપણ પરદેશી માણસ જો રક્ત ખાય તો હું તે માણસની વિમુખ થઈશ અને હું તેને તેના લોકોથી અલગ કરીશ.


કેમ કે સર્વ દેહધારીઓના જીવ વિષે એવું જાણવું કે રક્તમાં તેઓનો જીવ છે, તેથી જ મેં ઇઝરાયલના લોકોને કહ્યું છે કે, “તમારે કોઈપણ દેહધારીનું રક્ત પીવું નહિ, કેમ કે સર્વ દેહધારીઓનો જીવ તેઓના રક્તમાં છે. જે કોઈ તે ખાય તે અલગ કરાય.”


જે કોઈ વંશજોએ આ પ્રમાણે કર્યું હશે, તેમ જ સૈન્યોના યહોવાહને માટે અર્પણ લાવનારને પણ યહોવાહ યાકૂબના તંબુમાંથી નાબૂદ કરશે.


આ મહિનાને પંદરમે દિવસે પર્વ રાખવું. સાત દિવસ સુધી બેખમીરી રોટલી ખાવી.


પણ જો કોઈ માણસ શુદ્ધ હોવા છતાં અને મુસાફરીમાં હોવા ન છતાં પાસ્ખાપર્વ પાળવાનું ચૂકે તે પોતાનાં લોકોથી અલગ કરાય. કેમ કે, તેણે નિયત સમયે યહોવાહને અર્પણ કર્યું નહિ, તેથી તે માણસનું પાપ તેને માથે.


ત્યારે તેઓ સમજ્યા કે રોટલીના ખમીર સંબંધી નહિ, પરંતુ ફરોશીઓના તથા સદૂકીઓના ઉપદેશ વિષે સાવધાન રહેવાનું તેમણે કહ્યું હતું.


એટલામાં હજારો લોકો એકઠા થયા, એટલે સુધી કે તેઓ એકબીજા પર પડાપડી કરતા હતા. ત્યારે સૌથી પહેલાં તે પોતાના શિષ્યોને કહેવા લાગ્યા કે, ‘ફરોશીઓના ખમીરથી સાવધાન રહો, કે જે ઢોંગ છે.


પર્વના દિવસો પૂરા કરીને તેઓ પાછા જવા લાગ્યાં, ત્યારે ઈસુ યરુશાલેમમાં રોકાઈ ગયા, અને તેમના માતાપિતાને તેની ખબર પડી નહિ.


યહૂદીઓને એ વાતથી ખુશી થાય છે તે જોઈને તેણે પિતરની પણ ધરપકડ કરી. તે બેખમીર રોટલીના પર્વના દિવસો હતા.


જેઓ તમને ગેરમાર્ગે દોરે છે, તેઓ પોતપોતાને કાપી નાખે તો કેવું સારું!


તમારે તેની સાથે ખમીરી રોટલી ન ખાવી. સાત દિવસ સુધી તમારે તેની સાથે ખમીર વગરની એટલે દુઃખની રોટલી ખાવી કારણ કે, તમે મિસર દેશમાંથી ઉતાવળે નીકળ્યા હતા. અને આ રીતે તમે મિસરમાંથી જે રીતે બહાર આવ્યા તે દિવસ આખા જીવનભર યાદ રહે.


જે નગરની ભાગળ યહોવાહ તારા ઈશ્વર તમને આપે તેમાંની કોઈ પણ ભાગળમાં તારે પાસ્ખાયજ્ઞ કરવું નહિ.


છ દિવસ સુધી તમારે બેખમીરી રોટલી ખાવી, સાતમા દિવસે યહોવાહ તમારા ઈશ્વર માટે પવિત્ર સભા કરવી, તે દિવસે તમારે કોઈ કામ કરવું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan