Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 9:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 મોર્દખાય રાજાના મહેલમાં ઉચ્ચ પદ પર નિમાયેલો હતો. એની કીર્તિ સર્વ પ્રાંતોમાં પ્રસરી ગઈ હતી. તેની સત્તા દિવસે દિવસે વધતી ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 મોર્દખાય રાજાના મહેલમાં ઉચ્ચ પદ પર નિમાયો હતો અને એની કીર્તિ સર્વ પ્રાંતોમાં પ્રસરી ગઈ હતી; કેમ કે મોર્દખાયની સત્તા દિવસે દિવસે વધતી ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 મોર્દખાય રાજમહેલમાં ઘણી સત્તા ધરાવતો હતો અને તેની સત્તા વધતી ગઈ. વળી, એ વાત બધા પ્રાંતોમાં ફેલાઈ ગઈ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 મોર્દખાય રાજમહેલમાં ખૂબ મહત્વનો બની ગયો હતો, તેની નામના બધાં પ્રાંતમા ફેલાઇ ગઇ હતી. તેની સત્તા દિવસે દિવસે વધતી ગઇ.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 9:4
14 Iomraidhean Croise  

હવે શાઉલના લોકો તથા દાઉદના લોકોની વચ્ચે લાંબા સમય સુધી વિગ્રહ ચાલ્યો. દાઉદ વધારે બળવાન થતો ગયો, પણ શાઉલ અને તેના લોક નબળા થયા.


દાઉદ વધુ અને વધુ મહાન થતો ગયો, કેમ કે સૈન્યના ઈશ્વર તેની સાથે હતા.


પછી દાઉદની કીર્તિ સર્વ દેશોમાં પ્રસરી ગઈ અને યહોવાહે, સર્વ પ્રજાઓને તેનાથી ભયભીત બનાવી દીધી.


તેના પરાક્રમના તથા તેના સાર્મથ્યનાં સર્વ કૃત્યો તથા જે ઉચ્ચ પદવીએ રાજાએ મોર્દખાયને સ્થાન આપ્યું હતું, તેની સંપૂર્ણ માહિતી ઇરાનના તથા માદાયના રાજાઓનાં કાળવૃત્તાંતોના પુસ્તકમાં લખેલી છે.


તે નદીના કિનારે રોપાયેલાં વૃક્ષ જેવો થશે, જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, જેનાં પાંદડાં કદી પણ કરમાતાં નથી, તે જે કંઈ કરે છે તે સફળ થાય છે.


તમે મને મારા વિરુદ્ધ લડતાં લોકોથી બચાવો. તમે મને બીજા દેશોનો અધિકારી બનાવો છો. જે લોકોને હું જાણતો નથી તેઓ મારી સેવા કરશે.


જેઓને યહોવાહના ઘરમાં રોપવામાં આવેલા છે; તેઓ આપણા ઈશ્વરનાં આંગણામાં ખીલી ઊઠશે.


પછી યહોવાહે મિસરવાસીઓના હૃદયમાં ઇઝરાયલીઓ પ્રત્યે સદભાવ ઉપજાવ્યો. ફારુનના ચાકરો અને લોકોની નજરમાં મૂસા મહાન અને આદરપાત્ર મનાયો.”


પણ સદાચારીઓનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે; જે દિવસ થતાં સુધી વધતો અને વધતો જાય છે.


દાઉદના રાજ્યાસન ઉપર અને તેના રાજ્ય ઉપર, તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી, તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દૃઢ કરવા માટે તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. સૈન્યોના યહોવાહનો ઉત્સાહ આમ કરશે.


જો! તે સમયે હું તારા બધા જુલમગારોની ખબર લઈશ. હું અપંગને બચાવીશ અને જેઓને કાઢી મૂકવામાં આવી છે તેઓને એકત્ર કરીશ; આખી પૃથ્વીમાં જ્યાં તેઓ શરમજનક બન્યા છે ત્યાં હું તેઓને પ્રશંસનીય કરીશ.


ત્યારે આખા સિરિયામાં તેમની કીર્તિ ફેલાઈ ગઈ, અને લોકો તેમની પાસે સઘળાં માંદાઓને, અનેક જાતનાં રોગીઓ અને દર્દીઓને, દુષ્ટાત્મા વળગેલાંઓને, વાઈ તથા લકવાગ્રસ્તથી પીડાતાઓને લાવ્યા; અને તેમણે તેઓને સાજાં કર્યા.


આ રીતે યહોવાહ યહોશુઆ સાથે રહ્યા હતા. તેની કીર્તિ આખા દેશમાં ફેલાઈ ગઈ.


માટે પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, ‘મેં વચન આપ્યું હતું કે તારું ઘર અને તારા પિતૃઓનું ઘર, સદા મારી સમક્ષ ચાલશે.’ પણ હવે ઈશ્વર કહે છે, ‘હું આવું કરીશ નહિ, કેમ કે જેઓ મને માન આપે છે તેઓને હું પણ માન આપીશ, પણ જેઓ મને તુચ્છકારે છે તેઓ હલકા ગણાશે.


Lean sinn:

Sanasan


Sanasan