Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 6:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 મોર્દખાય રાજાના મહેલને દરવાજે પાછો આવ્યો પણ હામાન શોક કરતો પોતાનું મોં છુપાવીને જલદીથી ઘરે ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 મોર્દખાય રાજાના દરવાજા આગળ પાછો આવ્યો. પણ હામાન શોક કરતો કરતો પોતાનું માથું ઢાંકીને ઘેર જલદી જતો રહ્યો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 મોર્દખાય રાજમહેલના દરવાજે પાછો આવ્યો, પણ હામાન હતાશામાં મુખ ઢાંકીને ઘેર જતો રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પછી મોર્દખાય પાછો મહેલને દરવાજે આવ્યો અને શરમાયેલો અને દુભાયેલો હામાન મોં છુપાવીને ઝડપથી ઘેર ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 6:12
14 Iomraidhean Croise  

પણ દાઉદ રડતો રડતો ઉઘાડા પગે જૈતૂન પર્વત પર ગયો, તેનું માથું ઢાંકેલું હતું. તેની સાથેના લોકોમાંના પ્રત્યેક માણસ પોતાનું માથું ઢાંકીને રડતો રડતો ચાલતો હતો.


જયારે અહિથોફેલે જોયું કે તેની સલાહ અનુસાર કરવામાં આવ્યું નથી ત્યારે તે ત્યાંથી પોતાના ગધેડાને લઈને ચાલ્યો ગયો. તેના નગરમાં તે પોતાના ઘરે ગયો પોતાના ઘરનાને માટે વ્યવસ્થા કરીને આત્મહત્યા કરીને મરણ પામ્યો આ પ્રમાણે તે મૃત્યુ પામ્યો અને તેને તેના પિતાની કબરમાં દફનાવવામાં આવ્યો.


તેથી ઇઝરાયલનો રાજા ઉદાસ અને ગુસ્સે થઈને તેના ઘરે જવા નીકળ્યો અને સમરુનમાં આવી પહોંચ્યો.


તેથી યિઝ્રએલી નાબોથનો જવાબ સાંભળીને આહાબ ઉદાસ તથા ગુસ્સે થઈને પોતાના મહેલમાં ગયો. તે પથારીમાં સૂઈ ગયો અને તેણે પોતાનું મોં અવળું ફેરવ્યું. તેણે ખાવાની ના પાડી.


તેણે તેને કહ્યું, “યિઝ્રએલી નાબોથને મેં કહ્યું કે, ‘પૈસાના બદલામાં તું તારી દ્રાક્ષવાડી મને આપ. અથવા જો તું ઇચ્છે તો તેના બદલામાં હું તને બીજી દ્રાક્ષવાડી આપીશ. પણ તેણે કહ્યું, “હું મારી દ્રાક્ષવાડી તને નહિ આપું.’


અઝાર્યા મુખ્ય યાજકે તથા બીજા સર્વ યાજકોએ તેની તરફ જોયું, તો તેઓએ તેના કપાળ પર કોઢ જોયો. તેઓએ તેને ત્યાંથી એકદમ કાઢી મૂક્યો. તેણે પોતે પણ બહાર નીકળી જવાને ઉતાવળ કરી, કેમ કે ઈશ્વરે તેને રોગી કર્યો હતો.


ત્યાર બાદ જ્યારે બીજીવાર કુમારિકાઓને એકત્રિત કરવામાં આવી તે સમયે મોર્દખાય રાજાના દરવાજામાં બેઠો હતો.


ત્યારે હામાને તે પોશાક મોર્દખાયને પહેરાવ્યો અને તેને ઘોડા પર બેસાડીને નગરના રસ્તે ફેરવીને તેની આગળ નેકી પોકારી કે, “જેને માન આપવાની રાજાની ખુશી છે તે માણસને એ પ્રમાણે કરવામાં આવશે.”


જ્યારે રાજા મહેલના બગીચામાં મદ્યપાન કરવાની જગ્યાએ પાછો આવ્યો, ત્યારે જે પલંગ પર એસ્તેર સૂતી હતી તે પર હામાન પડી રહ્યો હતો. રાજાએ કહ્યું “શું મારા મહેલમાં મારા દેખતાં જ હામાન રાણી પર બળાત્કાર કરશે?” રાજાના મુખમાંથી આ શબ્દો નીકળતાં જ રાજાના સેવકોએ હામાનનો ચહેરો ઢાંકી દીધો.


દુષ્ટ લોકોની કીર્તિ ક્ષણભંગુર છે, તથા અધર્મીઓનો આનંદ ક્ષણિક છે?


પૃથ્વી દુષ્ટને સ્વાધીન કરાયેલી છે. ઈશ્વર તેઓના ન્યાયાધીશોના મુખ ઢાંકે છે. જો તે કૃત્ય તેઓનું ન હોય તો પછી બીજું કોણ કરે છે?


શમુએલ સવાર સુધી ઊંઘી રહ્યો; પછી તેણે ઈશ્વરના ઘરનાં બારણાં ઉઘાડ્યાં. પણ શમુએલ એ સંદર્શન એલીને કહેતાં ગભરાયો.


Lean sinn:

Sanasan


Sanasan