Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 5:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 ત્યારે તેની પત્ની ઝેરેશ તથા તેના સર્વ મિત્રોએ તેને સલાહ આપી, “પચાસ ફૂટ ઊંચી એક ફાંસી તૈયાર કરાવ અને સવારે રાજાને કહે કે મોર્દખાયને તે પર ફાંસી દેવી અને પછી તું આનંદથી રાજા સાથે મિજબાની માણજે.” આ સલાહ હામાનને પસંદ પડી અને તેઓના કહેવા પ્રમાણે તેણે ફાંસી ઊભી કરાવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 માટે તેની પત્ની ઝેરેશ તથા તેના સર્વ મિત્રોએ તેને કહ્યું, “પચાસ હાથ ઊંચી એક ફાંસી તૈયાર કરાવો, અને સવારે રાજાને કહો કે મોર્દખાયને તે પર ફાંસી આપવી જોઈએ. પછી આનંદે તમે રાજાની સાથે મિજબાનીમાં જજો.” એ વાત હામાનને યોગ્ય લાગી. અને [તેમના કહેવા પ્રમાણે] તેણે ફાંસી [ઊભી] કરાવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 આથી તેની પત્ની અને તેના મિત્રોએ તેને કહ્યું, “પચીસ મીટર ઊંચી એવી એક ફાંસી તૈયાર કરાવો. સવારે રાજાને કહો કે મોર્દખાયને તે પર ફાંસીએ લટકાવી દે. પછી તમે અને રાજા ભોજનને માટે જજો.” હામાનને એ વાત પસંદ પડી, તેણે ફાંસી તૈયાર કરાવી દીધી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 ત્યારે તેની પત્ની તથા મિત્રોએ તેને સલાહ આપી, “પંચોતેર ફૂટ ઊંચો ફાંસીનો માચડો તૈયાર કરાવ અને સવારે રાજા પાસેથી મોર્દખાયને તે પર લટકાવી મારી નાખવાની પરવાનગી લઇ આવ. અને આમ થશે ત્યારે તું આનંદથી રાજા સાથે ઉજાણી માણી શકશે.” આ સલાહ હામાનને પસંદ પડી અને તેણે ફાંસીનો માચડો તૈયાર કરવાનો હુકમ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 5:14
22 Iomraidhean Croise  

અહિથોફેલે આબ્શાલોમને જવાબ આપ્યો, “તારા પિતાની ઉપપત્નીઓને તે મહેલની સંભાળ લેવા માટે મૂકી ગયા હતા, ત્યાં તું જા અને તેઓની આબરૂ લે અને સર્વ ઇઝરાયલીઓને ખબર પડશે કે, તારા પિતા તને ધિક્કારે છે. પછી જેઓ તારી સાથે છે તે સર્વના હાથ મજબૂત થશે.”


આહાબ જેવું તો કોઈ જ નહોતું જેણે પોતાની પત્ની ઇઝબેલના ઉશ્કેર્યાથી યહોવાહની દ્રષ્ટિમાં દુષ્ટતા કરવા માટે પોતાને વેચી દીધો હતો.


તેથી તેની પત્ની ઇઝબેલે પ્રત્યુત્તર આપ્યો, “તું હાલ ઇઝરાયલનું રાજ ચલાવે છે કે નહિ? ઊઠ અને ખા. હૃદયમાં આનંદિત થા. યિઝ્રએલી નાબોથની દ્રાક્ષવાડી હું તને અપાવીશ.”


તેથી રાજાએ પૂછ્યું, “આંગણામાં કોણ છે?” હવે જે ફાંસી હામાને મોર્દખાયને માટે તૈયાર કરાવી હતી તે પર એને ફાંસી આપવાનું રાજાને કહેવા માટે તે રાજમહેલના બહારના આંગણામાં આવ્યો હતો.


નિર્વસ્ત્ર દરિદ્રીને પાડી નાખવાને તથા યથાર્થીને મારી નાખવાને માટે દુષ્ટોએ તલવાર તાણી છે અને પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે.


દુષ્ટો સદા ન્યાયી માણસો પર નજર રાખે છે અને તેઓને મારી નાખવાના લાગ શોધતા ફરે છે.


પોતે ખોદેલા ખાડામાં વિદેશીઓ પડ્યા છે; પોતે સંતાડી રાખેલા જાળમાં તેઓના પોતાના પગ સપડાયા છે.


આ માણસો પોતાને જ મારી નાખવાને માટે સંતાઈ રહે છે, તેઓ પોતાના જ જીવને માટે ગુપ્ત રીતે છુપાઈ રહે છે.


કેમ કે તેઓ નુકસાન કર્યા વગર ઊંઘતા નથી અને કોઈને ફસાવે નહિ, તો તેમની ઊંઘ ઊડી જાય છે.


‘આવાં કામ કરનારાઓ મરણને યોગ્ય છે’, એવો ઈશ્વરનો નિયમ જાણ્યાં છતાં તેઓ પોતે એ કામો કરે છે એટલું જ નહિ, પણ એવાં કામ કરનારાઓને ઉત્તેજન આપે છે.


તેઓના પગ લોહી વહેવડાવવા માટે ઉતાવળા છે;


પૃથ્વી પરનાં રહેનારાંઓ તેઓને લીધે હર્ષ કરશે અને આનંદિત થશે અને એકબીજા પર ભેટ મોકલશે કેમ કે તે બે પ્રબોધકોએ પૃથ્વી પરનાં રહેનારાંઓને દુઃખ દીધું હતું.


Lean sinn:

Sanasan


Sanasan