એસ્તેર 5:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 ત્રીજા દિવસે એસ્તેર રાજપોશાક પહેરીને રાજાના ખંડની સામે મહેલની અંદરના ચોકમાં જઈને ઊભી રહી. એ વખતે રાજા રાજમહેલના પ્રવેશદ્વાર આગળ પોતાના સિંહાસન પર બિરાજેલો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 ત્રીજે દિવસે એસ્તેર રાજપોશાક પહેરીને રાજમહેલના અંદરના ચોકમાં, રજાના નિવાસસ્થાનની સામે ઊભી રહી. રાજા રાજમહેલમાં બારણાની સામે, પોતાના રાજ્યાસન પર બિરાજેલો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 ઉપવાસના ત્રીજા દિવસે એસ્તેર રાણીનો પોશાક પહેરીને રાજમહેલના અંદરના ચોકમાં રાજ્યાસનના ખંડ સામે ઊભી રહી. રાજા પ્રવેશદ્વાર તરફ મોં રાખી રાજ્યાસન પર બિરાજ્યો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ1 ત્રીજા દિવસે એસ્તેર રાણીનો પોષાક પહેરીને રાજાના ખંડની સામે મહેલની અંદરના પ્રવેશમાં જઇને ઊભી રહી. એ વખતે રાજા રાજમહેલના પ્રવેશદ્વાર આગળ સિંહાસન પર બિરાજેલ હતા. Faic an caibideil |
તેણે કહ્યું કે, “રાજાના સર્વ સેવકો તથા રાજાના પ્રાંતોના બધા જ લોકો જાણે છે કે, કોઈ સ્ત્રી કે પુરુષ વગર પરવાનગીથી અંદરનાં ચોકમાં રાજાની પાસે જાય તે વિષે એક જ કાયદો છે કે, તેને મૃત્યુની સજા કરવામાં આવે, સિવાય કે રાજા તે વ્યક્તિ સામે પોતાનો સોનાનો રાજદંડ ધરે તે જ જીવતો રહે. પણ મને તો આ ત્રીસ દિવસથી રાજાની સમક્ષ જવાનું તેડું મળ્યું નથી.”