Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 6:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 એ માટે તમે ઈશ્વરનાં સર્વ શસ્ત્રો ધારણ કરો કે, તમે ખરાબ દિવસે સામનો કરી શકો અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 એ માટે તમે ઈશ્વરનાં સર્વ હથિયારો સજી લો કે, તમે ભૂંડે દિવસે સામા થઈ શકો, અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 તેથી ઈશ્વરનાં શસ્ત્રો હમણાં જ સજી લો! જેથી જ્યારે ભૂંડા દિવસો આવે ત્યારે દુશ્મનના હુમલાને ખાળવા તમે શક્તિમાન થઈ શકો અને અંત સુધી લડાઈ કરીને તમે ઊભા રહી શકો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 અને તેથી તમે દેવનાં સર્વ હથિયારો સજી લો કે, જેથી ભૂંડા દિવસે તમે દઢે ઊભા રહી શકો અને તમે યુદ્ધ પૂરું કર્યા પછી પણ શક્તિવર્ધક હશો.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 6:13
15 Iomraidhean Croise  

તારી યુવાવસ્થાના દિવસોમાં તું તારા સર્જનહારનું સ્મરણ કર. ખરાબ દિવસો આવ્યા પહેલાં, એટલે જે વર્ષો વિષે તું એમ કહેશે કે “તેમાં મને કંઈ આનંદ નથી” તે પાસે આવ્યા પહેલાં તેમનું સ્મરણ કર,


તમે ખરાબ દિવસ દૂર રાખવા માગો છો, અને હિંસાનું રાજ્ય નજીક લાવો છો.


પણ તેમના આવવાનો દિવસ કોણ સહન કરી શકશે? અને જ્યારે તે પ્રગટ થશે ત્યારે કોણ ઊભો રહી શકશે? કેમ કે તે ધાતુને શુદ્ધ કરનાર અગ્નિ સમાન તથા ધોબીના સાબુ સમાન છે.


તમે સતત જાગતા રહો અને પ્રાર્થના કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની સમક્ષ રજૂ થવા માટે તમે સક્ષમ થાઓ.’”


પથ્થર પર પડેલાં બીજ તો એ છે કે, જેઓ સાંભળીને સંદેશને આનંદથી માની લે છે; અને તેઓને મૂળ કે આધાર ન હોવાથી, તેઓ થોડીવાર સુધી વિશ્વાસ કરે છે, પણ પરીક્ષણના સમયે પાછા હઠી જાય છે.


રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે; માટે આપણે અંધકારનાં કામો તજી દઈને પ્રકાશનાં હથિયારો સજીએ.


કેમ કે અમારી લડાઈનાં હથિયાર દૈહિક નથી, પણ ઈશ્વરીય સામર્થ્યથી કિલ્લાઓને તોડી પાડવાને તે શસ્ત્રો સમર્થ છે.


સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ખરાબ છે.


તમને વ્યર્થ વાતોથી કોઈ ભુલાવે નહિ; કેમ કે એવાં કામોને લીધે ઈશ્વરનો કોપ આજ્ઞાભંગ કરનારા પર આવે છે.


એપાફ્રાસ જે તમારામાંનો એક છે અને ખ્રિસ્તનો દાસ છે, તે તમને સલામ પાઠવે છે, તે તમારે માટે હંમેશા આગ્રહથી પ્રાર્થના કરે છે, કે તમે ઈશ્વરની સર્વ ઇચ્છામાં સંપૂર્ણ થઈને પૂરેપૂરી ખાતરી સાથે દૃઢ રહો.


તેથી તમે ઈશ્વરને આધીન થાઓ, પણ શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે.


હવે ખ્રિસ્તે આપણે માટે મનુષ્યદેહમાં દુ:ખ સહ્યું છે, માટે તમે પણ એવું જ મન રાખીને સજ્જ થાઓ; કેમ કે જેણે મનુષ્યદેહમાં દુ:ખ સહ્યું છે તે પાપથી મુક્ત થયો છે,


તેં ધીરજપૂર્વક મારા વચન પાળ્યું છે, તેથી પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા સારુ કસોટીનો જે સમય આખા માનવજગત પર આવનાર છે, તેનાથી હું પણ તને બચાવીશ.


કેમ કે તેઓના કોપનો મોટો દિવસ આવ્યો છે; એટલે કોણ તેનાથી બચી શકે?


Lean sinn:

Sanasan


Sanasan