Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 3:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 હું સંતોમાં નાનામાં નાનો હોવા છતાં આ કૃપાદાન મને આપવામાં આવેલું છે કે, હું બિનયહૂદીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા પ્રગટ કરું;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 હું વિદેશીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા પ્રગટ કરું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8-9 ઈશ્વરના સર્વ લોકમાં હું સૌથી નિમ્ન કક્ષાનો છતાં મને એ કૃપા આપવામાં આવી કે હું ખ્રિસ્તની અસીમ સમૃદ્ધિનો શુભસંદેશ બિનયહૂદીઓ પાસે લઈ જઉં અને ઈશ્વરની માર્મિક યોજના કેવી રીતે કાર્ય કરે છે તે સર્વ માણસોને બતાવું. સર્વ વસ્તુઓના સર્જનહાર ઈશ્વરે આ રહસ્યને વીતેલા સર્વ યુગોમાં ગુપ્ત રાખ્યું હતું;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 દેવના સર્વ લોકોમાં હું બિલકુલ બિનમહત્વનો છું. પરંતુ બિનયહૂદિઓને ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા આપવાનું દાન દેવે મને આપ્યું છે. એ સંપત્તિની સંપૂર્ણ સમજણ આપણી સમજશક્તિની બહાર છે.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 3:8
33 Iomraidhean Croise  

પછી દાઉદ રાજા અંદર જઈને યહોવાહની સમક્ષ બેઠો અને બોલ્યો, “હે ઈશ્વર યહોવાહ, હું કોણ અને મારું કુટુંબ કોણ કે, તમે મને આવા ઉચ્ચસ્થાને લાવ્યા છો?


જે ઉદારતા તમારા ભક્તોને માટે તમે રાખી મૂકી છે, તથા તમારા પર ભરોસો રાખનારને માટે મનુષ્યોની આગળ તમે દર્શાવી છે, તે કેટલી મોટી છે!


તે નોકરે કહ્યું કે, માલિક, તમારા હુકમ પ્રમાણે કરવામાં આવ્યું છે, અને હજી પણ ત્યાં ઘણી જગ્યા ખાલી છે.’”


કેમ કે અમે સર્વ તેમની ભરપૂરીમાંથી કૃપા ઉપર કૃપા પામ્યા.


તેઓ તે નામને લીધે અપમાન પામવા યોગ્ય ગણાયા, તેથી તેઓ આનંદ કરતા સભામાંથી ચાલ્યા ગયા.


પણ પ્રભુએ તેને કહ્યું કે, તું ચાલ્યો જા; કેમ કે વિદેશીઓ, રાજાઓ તથા ઇઝરાયલપુત્રોની આગળ મારું નામ પ્રગટ કરવા સારુ એ મારું પસંદ કરેલું પાત્ર છે.


આહા! ઈશ્વરની બુદ્ધિની, અને જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે! તેમના ન્યાયચુકાદો કેવાં ગૂઢ અને તેમના માર્ગો કેવાં અગમ્ય છે!


ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો; માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો.


અથવા ઈશ્વરની દયા તને પસ્તાવા તરફ પ્રેરે છે એવી અજ્ઞાનતામાં શું તેમની દયાની, સહનશીલતાની અને ધીરજની સંપત્તિને તુચ્છ ગણે છે?


પણ ઈશ્વર ની કૃપા થી તમે ઈસુ ખ્રિસ્તમાં છો, તેઓ તો ઈશ્વર તરફથી આપણે સારુ જ્ઞાન, ન્યાયીપણું, પવિત્રતા તથા ઉદ્ધાર થયા છે;


કેમ કે પ્રેરિતોમાંના સર્વ કરતાં હું નાનો છું, અને હું પ્રેરિત ગણાવા પણ લાયક નથી, કારણ કે મેં ઈશ્વરના મંડળીની સતાવણી કરી હતી.


પણ લખેલું છે કે, “જે બાબતો આંખે જોઈ નથી, કાને સાંભળી નથી, જે માણસના મનમાં પ્રવેશી નથી, જે બાબતો ઈશ્વરે પોતાના પ્રેમ કરનારાઓને માટે તૈયાર કરી છે.


કે તે પોતાના દીકરાને મારામાં પ્રગટ કરે, એ માટે કે હું તેમની સુવાર્તા બિનયહૂદીઓમાં પ્રગટ કરું, ત્યારે મેં કોઈ જ મનુષ્યની સલાહ લીધી નહિ,


કેમ કે જેમણે સુન્નતીઓનો યહૂદીઓનો પ્રેરિત થવા સારુ પિતરને પ્રેરણા કરી, તેમણે બેસુન્નતીઓનો બિનયહૂદીઓનો પ્રેરિત થવા સારુ મને પણ પ્રેરણા કરી.


એ સારુ કે ખ્રિસ્ત ઈસુમાં આપણા પર તેમની દયાથી તે આગામી કાળોમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત બતાવે.


એ કારણથી, હું પાઉલ તમો બિનયહૂદીઓને માટે ખ્રિસ્ત ઈસુનો બંદીવાન,


તે પિતા ની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું છું, કે તે ઈશ્વર પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે તેમના પવિત્ર આત્મા દ્વારા તમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્યથી બળવાન કરે.


ખ્રિસ્તનો પ્રેમ જે માણસની સમજશક્તિની મર્યાદાની બહાર છે તે પણ તમે સમજી શકો; કે તમે ઈશ્વરની પરિપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાઓ.


ઈશ્વરની જે કૃપા તમારે સારુ મને આપવામાં આવી છે, તેના કારભાર વિષે તમે સાંભળ્યું હશે કે.


પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કશું કરો નહિ, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા.


મારો ઈશ્વર પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે.


બિનયહૂદીઓમાં તે મર્મના મહિમાની સમૃદ્ધિ શી છે, તે તેઓને જણાવવાં ઈશ્વરે ઇચ્છ્યું; તે મર્મ એ છે કે, ખ્રિસ્ત તમારામાં મહિમાની આશા છે.


જોકે હું પહેલાં દુર્ભાષણ કરનાર, સતાવનાર તથા હિંસક હતો, તોપણ મારા પર દયા કરવામાં આવી, કારણ કે અવિશ્વાસી હોવાથી મેં અજ્ઞાનતામાં તે કર્યું હતું;


આ વિધાન વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે, ખ્રિસ્ત ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા સારુ દુનિયામાં આવ્યા, તેઓમાં હું મુખ્ય છું;


મને તે હેતુસર પોકારનાર તથા પ્રેરિત હું સાચું બોલું છું, જૂઠું નહિ અને વિશ્વાસ તથા સત્યમાં બિનયહૂદીઓને માટે શિક્ષક નિયુક્ત કરવામાં આવ્યો છે.


મને તે સુવાર્તાનો સંદેશાવાહક, પ્રેરિત તથા શિક્ષક નીમવામાં આવ્યો છે.


માટે હું તને એવી સલાહ આપું છું કે તું શ્રીમંત થાય, માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે; તું વસ્ત્ર પહેર, કે તારી નિર્વસ્ત્ર હોવાની શરમ પ્રગટ ન થાય, માટે સફેદ વસ્ત્ર વેચાતાં લે; તું દેખતો થાય, માટે અંજન વેચાતું લઈને તારી આંખોમાં આંજ.


Lean sinn:

Sanasan


Sanasan