Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 8:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જે કોઈ રાજાની આજ્ઞાનું પાલન કરે છે તેને કોઈ પણ પ્રકારની શિક્ષા થશે નહિ. બુદ્ધિમાન માણસનું અંત:કરણ પ્રસંગ તથા ન્યાય સમજે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 જે કોઈ [રાજાની] આજ્ઞા પાળે છે તેને કંઈ હરકત થશે નહિ; બુદ્ધિમાન માણસનું અંત:કરણ પ્રસંગ તથા ન્યાય સમજે છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 જે મનુષ્ય આજ્ઞા પાળે છે તેને કશું નુક્સાન થતું નથી; અને જ્ઞાની મનુષ્ય યોગ્ય સમય અને યોગ્ય કાર્યપદ્ધતિ જાણે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 જે કોઇ રાજાની આજ્ઞાનું પાલન કરે છે તેને કોઇ પણ પ્રકારની શિક્ષા થશે નહિ, તેનું કહ્યું ક્યારે કરવું અને કેવી રીતે કરવું તે બુદ્ધિમાન માણસ શોધી કાઢે છે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 8:5
21 Iomraidhean Croise  

ઇસ્સાખારના પુત્રોમાંથી તે સમયે બસો એવા માણસો હતા કે જેઓ તે સમયે શાની જરૂર છે, ઇઝરાયલે શું કરવું જોઈએ, તે સમજતા હતા. તેઓના સર્વ ભાઈઓ તેઓની આજ્ઞાને આધીન રહેતા હતા.


જ્યારે હું તમારી બધી આજ્ઞાઓનો વિચાર કરું, ત્યારે હું શરમિંદો નહિ થાઉં.


પરંતુ આ દાયણો ઈશ્વરની બીક રાખનારી અને વિશ્વાસુ હતી, એટલે તેઓએ મિસરના રાજાની આજ્ઞા માની નહિ અને છોકરાઓને જીવતા રહેવા દીધા.


સદાચારીને કંઈ નુકશાન થશે નહિ, પરંતુ દુષ્ટો મુશ્કેલીઓથી ભરેલા હોય છે.


બુદ્ધિમાન વ્યક્તિની આંખ ડહાપણ પર જ હોય છે, પણ મૂર્ખની આંખો પૃથ્વીના છેડા પર ચોંટેલી હોય છે.


બુદ્ધિમાન માણસનું હૃદય તેને જમણે હાથે છે, પણ મૂર્ખનું હૃદય તેને ડાબે હાથે છે.


વાતનું પરિણામ, આપણે સાંભળીએ તે આ છે; ઈશ્વરનું ભય રાખ અને તેમની આજ્ઞાઓનું પાલન કર, પ્રત્યેક માણસની એ સંપૂર્ણ ફરજ છે.


જ્ઞાની માણસની આંખો તેનાં માથામાં હોય છે. અને મૂર્ખ અંધકારમાં ચાલે છે એમ છતાં મને માલૂમ પડ્યું કે, તે સર્વનાં પરિણામ સરખાં જ આવે છે.


હું તને ભલામણ કરું છું કે રાજાની આજ્ઞાનું પાલન કર, વળી ઈશ્વરના સોગનને લક્ષમાં રાખીને તે પાળ.


એફ્રાઇમ કચડાઈ ગયો છે, તે ન્યાયનીરૂએ કચડાઈ ગયો છે, કેમ કે તે મૂર્તિઓની પાછળ ચાલવા રાજી હતો,


ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘તો જે કાઈસારનું છે તે કાઈસારને અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને ચૂકવી આપો.’”


પણ પિતર તથા યોહાને તેઓને ઉત્તર આપ્યો કે, શું ઈશ્વરના કરતાં તમારું સાંભળવું એ ઈશ્વરની સમક્ષ ઉચિત છે કે નહિ, એ તમે જ નક્કી કરો.


પણ પિતર તથા પ્રેરિતોએ ઉત્તર આપ્યો કે, માણસોના કરતાં અમારે ઈશ્વરનું વધારે માનવું જોઈએ.


તમે સર્વ પ્રકારની આત્મિક સમજણમાં તથા બુદ્ધિ પ્રાપ્ત કરવામાં ઈશ્વરની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ એ માટે અમે તે સાંભળ્યું તે દિવસથી તમારે માટે પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી.


પણ બીજી બાજુ જેઓ પુખ્ત છે, એટલે કે જેઓ સાચું અને ખોટું પારખવામાં હોશિયાર છે, તેઓને માટે ભારે ખોરાક છે.


Lean sinn:

Sanasan


Sanasan