Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 4:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 એક કરતાં બે ભલા; કેમ કે તેઓએ કરેલી મહેનતનું ફળ તેઓને મળે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 એક કરતાં બે ભલા; કેમ કે તેમની મહેનતનું ફળ તેમને સારું મળે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 એક કરતાં બે ભલા; કારણ, તેઓ સાથે મળીને વધુ અસરકારક કામ કરી શકે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 એક કરતાં બે ભલા; કારણ કે બંનેએ સાથે મળીને કરેલી મહેનતનું ઘણું વધારે સારું ફળ તેઓને મળે છે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 4:9
15 Iomraidhean Croise  

પછી યહોવાહ ઈશ્વરે કહ્યું કે, “માણસ એકલો રહે તે સારું નથી. હું તેને માટે યોગ્ય એવી સહાયકારી બનાવીશ.”


યોઆબે તેના ભાઈને કહ્યું, “જો અરામીઓ મારા પર વિજયી થાય, તો તું આવીને મને મદદ કરજે અને જો આમ્મોનીઓ તારા પર વિજય પામે તો, હું આવીને તને મદદ કરીશ.


લોઢું લોઢાને ધારદાર બનાવે છે; તેમ એક મિત્ર બીજા મિત્રને તેજ બનાવે છે.


જો બેમાંથી એક પડે તો બીજો તેને ઉઠાડશે. પરંતુ માણસ એકલો હોય, અને તેની પડતી થાય તો તેને મદદ કરનાર કોઈ જ ન હોય તો તેને અફસોસ છે.


જો માણસ એકલો હોય અને તેને બીજું કોઈ સગુંવહાલું ન હોય, તેને દીકરો પણ ન હોય કે ભાઈ પણ ન હોય છતાંય તેના પરિશ્રમનો પાર હોતો નથી. અને દ્રવ્યથી તેને સંતોષ નથી તે વિચારતો નથી કે “હું આ પરિશ્રમ કોના માટે કરું છું” અને મારા જીવને દુઃખી કરું છું? આ પણ વ્યર્થતા છે હા, મોટું દુઃખ છે.


ત્યારે યહોવાહે યહૂદિયાના રાજકર્તા શાલ્તીએલના દીકરા ઝરુબ્બાબેલ તથા પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆનું મન, તથા બાકી રહેલા સર્વ લોકોનું મન જાગૃત કર્યું તેથી તેઓએ જઈને પોતાના ઈશ્વર સૈન્યોના યહોવાહના ઘરમાં કામ શરૂ કર્યું.


હું એકલો આ સર્વ લોકોનો બોજ સહન કરી શકતો નથી, કેમ કે તે બોજ મારા ગજા બહારનો છે.


બાર શિષ્યોને પોતાની પાસે બોલાવીને તે તેઓને બબ્બેની જોડીમાં મોકલવા લાગ્યા; અને તેમણે તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો;


જે કાપે છે તે બદલો પામે છે અને અનંતજીવન માટે ફળનો સંગ્રહ કરે છે; જેથી વાવનાર તથા કાપનાર બન્ને સાથે હર્ષ પામે.


તેઓ પ્રભુનું ભજન કરતા તથા ઉપવાસ કરતા હતા, ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું કે, જે સેવાકામ કરવા સારુ મેં બાર્નાબાસ તથા શાઉલને બોલાવ્યા છે તે સેવાકામને વાસ્તે તેઓને મારે સારુ અલગ કરો.


તમે પોતાના વિષે સાવચેત રહો, કે જેથી અમે જે કામ કર્યું છે તેનો તમે નાશ ન કરો, પણ તેનું પૂર્ણ પ્રતિફળ પામો.


ઈશ્વર તારા કામનું ફળ તને આપો. જે ઇઝરાયલના ઈશ્વરની પાંખો તળે આશ્રય લેવા તું આવી છે તે ઈશ્વર તરફથી તને પૂર્ણ બદલો મળો.”


Lean sinn:

Sanasan


Sanasan