Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 3:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 શોધવાનો સમય અને ગુમાવવાનો સમય, રાખવાનો સમય અને ફેંકી દેવાનો સમય;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 શોધવાનો સમય અને ખોવાનો સમય; રાખવાનો સમય અને નાખી દેવાનો સમય;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 શોધવાનો સમય; ગુમાવવાનો સમય; રાખવાનો સમય; ફેંકી દેવાનો સમય;

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 3:6
22 Iomraidhean Croise  

તેના પિતા ઇસહાકના દેશ કનાન તરફ જવાને તેણે તેનાં સર્વ ઘેટાંબકરાં તથા જે બધી સંપત્તિ તેણે મેળવી હતી, એટલે જે અન્ય જાનવરોની સંપત્તિ તેણે પાદ્દાનારામમાં પ્રાપ્ત કરી હતી તે બધાની સાથે ત્યાં રવાના થવાની શરૂઆત કરી.


એલિશાએ ગેહઝીને કહ્યું, “જયારે પેલો રથમાંથી ઊતરીને તને મળવા માટે આવ્યો, ત્યારે શું મારો આત્મા તારી સાથે નહોતો? શું આ પૈસા, વસ્ત્રો, જૈતૂનવાડીઓ, દ્રાક્ષવાડીઓ, ઘેટાં, બળદો, દાસો તથા દાસીઓ લેવાનો સમય છે?


તેઓ યર્દન સુધી તેઓની પાછળ ગયા, તો જુઓ આખો માર્ગ અરામીઓએ ઉતાવળમાં ફેંકી દીધેલાં તેઓનાં વસ્ત્રો અને પાત્રોથી ભરાઈ ગયેલો હતો. તેથી સંદેશાવાહકોએ પાછા આવીને રાજાને તે વિષે ખબર આપી.


માટે હઝાએલ તેની સાથે દમસ્કસની સારી મૂલ્યવાન વસ્તુઓ ચાલીસ ઊંટો પર એ વસ્તુઓ ભેટ તરીકે લઈને તેને મળવા ગયો. હઝાએલે આવીને એલિશા આગળ આવીને કહ્યું, “તારા દીકરા અરામના રાજા બેન-હદાદે મને તારી પાસે એવું પૂછવા મોકલ્યો છે કે, ‘શું હું આ બીમારીમાંથી સાજો થઈશ?’”


તેણે ઉદારતાથી ગરીબોને આપ્યું છે; તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે; તેને માન સહિત ઊંચો કરવામાં આવશે.


તારું અન્ન પાણી પર નાખ, કેમ કે ઘણાં દિવસો પછી તે તને પાછું મળશે.


પથ્થરો ફેંકી દેવાનો સમય અને પથ્થરો એકઠા કરવાનો સમય; આલિંગન કરવાનો સમય તથા આલિંગન કરવાથી દૂર રહેવાનો સમય.


ફાડવાનો સમય અને સીવવાનો સમય, શાંત રહેવાનો સમય અને બોલવાનો સમય.


તે દિવસે માણસ, ભજવા માટે પોતે બનાવેલી સોનાચાંદીની મૂર્તિઓને, છછૂંદર તથા ચામાચિડિયા પાસે ફેંકી દેશે.


તેથી ખલાસીઓ ખૂબ ભયભીત થયા અને દરેક માણસ પોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા. વહાણને હળવું કરવા માટે તેઓએ તેમાંનો માલસામાન સમુદ્રમાં ફેંકી દીધો. આવું હોવા છતાં યૂના તો વહાણના સૌથી અંદરના ભાગમાં જઈ, ભરનિદ્રામાં પડ્યો.


જે કોઈએ ઘરોને, ભાઈઓને, બહેનોને, પિતાઓને, માતાઓને, બાળકોને, કે ખેતરોને મારા નામને લીધે પાછળ મૂકી દીધાં છે, તે સોગણાં પામશે અને અનંતજીવનનો વારસો પામશે.


ત્રીજે દિવસે તેઓએ પોતાને હાથે વહાણનો સામાન નાખી દીધો.


બધા ખાઈને તૃપ્ત થયા પછી તેઓએ ઘઉં સમુદ્રમાં નાખી દઈને વહાણને હલકું કર્યું.


Lean sinn:

Sanasan


Sanasan