Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 2:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેથી મને જિંદગી પર ધિક્કાર ઊપજ્યો કેમ કે પૃથ્વી પર જે કામ કરવામાં આવે છે તે મને દુઃખદાયક લાગ્યું. માટે સઘળું વ્યર્થ તથા પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તેથી મને જિંદગી પર ધિક્કાર ઊપજ્યો, કેમ કે પૃથ્વી ઉપર જે કામ કરવામાં આવે છે તે મને દુ:ખદાયક લાગ્યું, માટે બધું વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 તેથી મને જિંદગી પ્રત્યે ધૃણા ઊપજી. કારણ, આ પૃથ્વી ઉપર જે કામો કરવામાં આવે છે તે મને દુ:ખદાયક થઈ પડયાં છે. બધું જ મિથ્યા છે, હવામાં બાચકા ભરવા સમાન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તેથી હવે હું જીવનને ધિક્કારું છું. દુનિયા પર થતાં કાર્યો મને કષ્ટદાયક લાગ્યાં, તે સર્વ નિરર્થક તથા હવામાં બાચકાં ભરવાં જેવું છે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 2:17
20 Iomraidhean Croise  

પણ પોતે એક દિવસની મુસાફરી જેટલે દૂર અરણ્યમાં ગયો, ત્યાં તે એક રોતેમ વૃક્ષની નીચે બેઠો અને તે પોતે મૃત્યુ પામે તેવી પ્રાર્થના કરી. તેણે કહ્યું, “હવે બસ થયું, હે યહોવાહ ઈશ્વર, મારો પ્રાણ લઈ લો, હું મારા પિતૃઓથી જરાય સારો નથી.”


તમે મને સંકટોથી દૂર શેઓલમાં સંતાડો, અને તમારો ક્રોધ શમી જાય ત્યાં સુધી છુપાવી રાખો; અને મને ઠરાવેલો સમય નક્કી કરી આપીને યાદ રાખો તો કેવું સારું!


મારું આયુષ્ય કેટલું ટુંકું છે, તે વિષે વિચારો અને તમે માનવજાતને કેવી વ્યર્થતાને માટે ઉત્પન્ન કરી છે!


પૃથ્વી પર જે સર્વ થાય છે તે બાબતો મેં જોઈ છે. એ સર્વ વ્યર્થ તથા પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે.


પછી મેં મારું મન જ્ઞાન સમજવામાં તથા પાગલપણું અને મૂર્ખતા સમજવામાં લગાડ્યું. ત્યારે મને સમજાયું કે આ પણ પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે.


જયારે જે બધાં કામો મેં મારે હાથે કર્યાં હતા, તે પર અને જે મહેનત કરવાનો મેં શ્રમ ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી તો એ સઘળું વ્યર્થ તથા પવનને મૂઠ્ઠી ભરવા જેવું દેખાયું અને પૃથ્વી પર મને કઈ લાભ દેખાયો નહિ.


પોતાનું સર્વ કામ સફળતાથી કરવા માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને માણસ દુનિયામાં પરિશ્રમ કરે છે પણ તેમાંથી તેને શું ફળ પ્રાપ્ત થાય છે?


વળી મેં પૃથ્વી પર જોયું કે સદાચારની જગાએ દુષ્ટતા અને નેકીની જગ્યાએ અનિષ્ટ છે.


તેથી મને લાગ્યું કે જેઓ હજી જીવતાં છે તેઓ કરતાં જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ વધારે સુખી છે


વળી તે બન્ને કરતાં જેઓ હજી જન્મ્યા જ નથી અને જેઓએ પૃથ્વી પર થતાં ખરાબ કૃત્યો જોયા નથી તેઓ વધારે સુખી છે.


ભટકતી ઇચ્છાઓ કરતાં આંખે જોવું તે વધારે ઇષ્ટ છે. એ પણ વ્યર્થ તથા પવનને મૂઠ્ઠીમાં ભરવાં જેવું છે.


પછી આત્મા મને ઊંચે ચઢાવીને દૂર લઈ ગયો; હું દુ:ખી થઈને તથા મારા આત્મામાં ક્રોધી થઈને ગયો, કેમ કે, યહોવાહનો હાથ પ્રબળ રીતે મારા પર હતો.


તેથી હવે, હે ઈશ્વર, હું તમને વિનંતી કરું છું કે મારા જીવનનો અંત લાવો, કેમ કે મારે માટે જીવવા કરતાં મરવું વધારે સારું છે.”


પછી જયારે સૂર્ય આકાશ ઉપર આવ્યો ત્યારે ઈશ્વરે પૂર્વ તરફથી ગરમ પવન વાતો કર્યો. તેનાથી, માથા પર આવેલા સખત તડકાને લીધે યૂના મૂર્છિત થયો. તેથી મોત માગતાં તે બોલ્યો કે, “મારા માટે જીવવા કરતા મરવું વધારે સારું છે.”


શા માટે તમે અન્યાયને મારી નજરમાં લાવો છો અને ખરાબ કાર્યો બતાવો છો? વિનાશ અને હિંસા મારી આગળ છે; ઝઘડા અને તકરારો ચાલે છે.


જો તમે મારી સાથે આ રીતે વર્તો, ત્યારે તો, જો હું તમારી દૃષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો મને મારી નાખો કે મને મારું હિનતા જોવી ન પડે.”


Lean sinn:

Sanasan


Sanasan