સભાશિક્ષક 2:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 મને જે કંઈ મારી નજરમાં પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તેનાથી હું પાછો પડયો નહિ. મેં મારા હ્રદયને કોઈ પણ પ્રકારના આનંદથી રોક્યું નહિ, કેમ કે મારી સર્વ મહેનતનું ફળ જોઈને મારું મન પ્રસન્નતા પામ્યું, મારા સઘળા પરિશ્રમનો એ બદલો હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 વળી જે કંઈ મારી નજરમાં પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તેથી હું પાછો હઠયો નહિ; મેં મારા મનને કોઈ પણ આનંદથી રોકયું નહિ, કેમ કે મારી સર્વ મહેનત [નું ફળ] જોઈને મારું મન આનંદ પામ્યું; અને મારી સર્વ મહેનતનું ફળ મને એ મળ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 મારી આંખોને જે કંઈ પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તે મેં પ્રાપ્ત કર્યું. કોઈપણ પ્રકારના આનંદપ્રમોદથી મેં મારી જાતને વંચિત રાખી નહિ. મારા પરિશ્રમનાં સર્વ કાર્યોનો એ મારો પુરસ્કાર હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ10 મને જે પસંદ હતું તે મેં પ્રાપ્ત કર્યું. અને કોઇ પણ પ્રકારનાં આનંદથી મેં મારી જાતને રોકી નહિ. સખત પરિશ્રમમાં પણ મેં મારી જાતને રોકી નહિ. સખત પરિશ્રમમાં પણ મેં ઘણો આનંદ મેળવ્યો. આ આનંદ મારા સઘળા પરિશ્રમનો કેવળ બદલો હતો. Faic an caibideil |