પુનર્નિયમ 9:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 યહોવાહે મને કહ્યું, “ઊઠ, અહીંથી જલ્દી નીચે ઊત્તર, કેમ કે, તારા લોકો જેને તું મિસરમાંથી બહાર લાવ્યો છે તેઓએ પોતાને ભ્રષ્ટ કર્યાં છે. જે માર્ગ મેં તેઓને બતાવ્યો હતો તેમાંથી તેઓ જલ્દી ભટકી ગયા છે. તેઓએ પોતાના માટે કોતરેલી મૂર્તિઓ બનાવી છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને યહોવાએ મને કહ્યું, ‘ઊઠ, અહીંથી જલદી નીચે ઊતર, કેમ કે જે તારા લોકોને તું મિસરમાંથી કાઢી લાવ્યો છે તેઓ ભ્રષ્ટ થઈ ગયા છે. જે માર્ગ મેં તેમને ફરમાવ્યો હતો તેમાંથી તેઓ જલદી ભટકી ગયા છે. તેઓએ પોતાને માટે ઢાળેલું પૂતળું બનાવ્યું છે.’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 પછી પ્રભુએ મને કહ્યું, ‘આ પર્વત પરથી ઊતરીને જલદી જા. કારણ, તારા જે લોકોને તું ઇજિપ્તમાંથી દોરી લાવ્યો છે તેઓ વંઠી ગયા છે. મેં તેમને જે માર્ગ અનુસરવાની આજ્ઞા આપી હતી તેમાંથી તેઓ જલદી ભટકી ગયા છે, અરે, તેમણે તો પોતાને માટે મૂર્તિ બનાવી છે!’ Faic an caibideilપવિત્ર બાઈબલ12 અને યહોવાએ મને કહ્યું, ‘ઝડપથી પર્વત ઉતરી જા, કારણ તારા લોકો જેને તું મિસરમાંથી બહાર લાવ્યો હતો, માંરી આજ્ઞાઓથી બહુ ઝડપથી ફરી ગયા છે અને ઢાળેલી મૂર્તિઓ બનાવી ભ્રષ્ટતાથી ર્વત્યા છે.’ Faic an caibideil |