પુનર્નિયમ 7:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પણ યહોવાહ તમને પ્રેમ કરે છે, તમારા પિતૃઓને આપેલી પ્રતિજ્ઞા પાળવા તેઓ ઇચ્છે છે. તે માટે યહોવાહ તમને પરાક્રમી હાથ વડે બહાર લાવ્યા અને ગુલામીના ઘરમાંથી એટલે મિસરના રાજા ફારુનના હાથમાંથી સ્વતંત્ર કર્યા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 પણ તેનું કારણ એ હતું કે યહોવા તમને ચાહે છે, ને જે પ્રતિજ્ઞા તેમણે તમારા પિતૃઓની આગળ લીધી તે પાળવા તે ઇચ્છે છે, ને તેથી જ યહોવ સમર્થ હાથવડે તમને કાઢી લાવ્યા છે, તમને બંદીખાનામાંથી એટલે મિસરના રાજા ફારુનના હાથમાંથી છોડાવ્યા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 પરંતુ પ્રભુ તમને ચાહે છે અને તમારા પૂર્વજો સાથે લીધેલા શપથ પાળવા ઈચ્છે છે તેથી જ પ્રભુએ તેમના પ્રચંડ બાહુબળથી તમને ઇજિપ્ત દેશના રાજાના સકંજામાંથી એટલે ગુલામીના બંધનમાંથી તમને છોડાવ્યા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ8 પરંતુ યહોવાને તમાંરા પર પ્રેમ હતો અને તમાંરા પિતૃઓને-વડવાઓને આપેલા વચનનું પાલન કરવું હતું, માંટે તે તમને ગુલામીના દેશમાંથી, મિસરના રાજા ફારુનના હાથમાંથી પ્રચંડ ભૂજબળથી છોડાવી લાવ્યો હતો. Faic an caibideil |