પુનર્નિયમ 7:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 એટલે જે ભારે દુઃખો તેં તારી આંખોથી જોયાં તે, ચિહ્નો, ચમત્કારો, પરાક્રમી હાથ તથા સામર્થ્ય દેખાડીને યહોવાહ તારા ઈશ્વર તને મિસરમાંથી બહાર લાવ્યા. જે લોકોથી તું ડરે છે તેઓને યહોવાહ તારા ઈશ્વર તેવું જ કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 એટલે જે મોટાં પરીક્ષણો તેં તારી નજરે જોયાં તે, તથા ચિહ્નો તથા ચમત્કારો તથા પરાક્રમી હાથ, તથા લંબાવેલો બાહુ કે જેઓ વડે યહોવા તારા ઈશ્વર તને કાઢી લાવ્યા [તે યાદ રાખવાં]. જે બધી પ્રજાઓથી તું બીહે છે તેઓને યહોવા તારા ઈશ્વર એ જ પ્રમાણે કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 તેમણે તેમના પર ઉતારેલી ભયાનક આફતો જે તમે તમારી નજરોનજર જોઈ હતી તે યાદ રાખવી; અને ચમત્કારો, અજાયબ કાર્યો અને પ્રભુએ પોતાનો હાથ લંબાવીને પોતાના પ્રચંડ બાહુબળથી તમને મુક્ત કર્યા તે પણ યાદ રાખો. જે બધી પ્રજાઓથી તમે ડરો છો તેમનો તે જ પ્રમાણે ઈશ્વર નાશ કરશે. Faic an caibideilપવિત્ર બાઈબલ19 યહોવા તેમના પર જે ભયાનક આફતો લાવ્યા તે યાદ કરો. તમે તમાંરી જાતે તે બનતા જોયું હતું. મિસરમાંથી તમને મુકત કરાવવા માંટે દેવે પોતાના પ્રચંડ બળ અને સાર્મથ્યનો ઉપયોગ કરીને જે પરચો બતાવ્યો હતો અને અદૃભૂત કૃત્યો કર્યા હતા તે યાદ કરો. તમે જે લોકોથી ડરો છો તેઓની સામે યહોવા દેવ એવું જ બળ વાપરશે. Faic an caibideil |