પુનર્નિયમ 7:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તે તારા પર પ્રેમ રાખશે, તને આશીર્વાદ આપશે તથા તને વધારશે; જે દેશ તને તારા પિતૃઓને આપવાની પ્રતિજ્ઞા લીધી છે, તેમાં તે તારા પેટના ફળને તથા તારી ભૂમિના ફળને આશીર્વાદ આપશે, તારા અનાજને, તારા દ્રાક્ષારસને, તારા તેલને, તારા પશુઓના વિસ્તારને તથા તારા જુવાન ટોળાને આશીર્વાદ આપશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને તે તારા પર પ્રેમ રાખશે, ને તને આશીર્વાદ આપશે, ને તારો વિસ્તાર વધારશે. વળી જે દેશ તને આપવાની તેમણે તારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી છે તેમાં તે તારા પેટના ફળને તથા તારી ભૂમિના ફળને, તારા ધાન્યને તથા તારા દ્રાક્ષારસને તથા તારા તેલને, તારી ગાયોની ઊપજને તથા તારાં ઘેટાંબકરાંનાં બચ્ચાંને વરદાન આપશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 તે તમારા પર પ્રેમ રાખશે, ને તમને આશીર્વાદ આપશે અને તમારી વંશવૃધિ કરશે અને તમારી સંતતિ વધારશે. તે તમારાં ખેતરો પર આશિષ આપશે; તેથી તમારી પાસે વિપુલ ધાન્ય, દ્રાક્ષાસવ તથા ઓલિવ તેલ હશે. વળી, તે તમને આશિષ આપશે; તેથી તમારી પાસે ઘણાં ઢોર અને ઘેટાંબકરાં થશે. તમને જે દેશ આપવાના તમારા પૂર્વજો સાથે શપથ લીધા હતા તેમાં ઈશ્વર તમને આ બધી આશિષો આપશે. Faic an caibideilપવિત્ર બાઈબલ13 તે તમાંરી સાથે પ્રેમ કરશે અને શુભ આશીર્વાદ આપશે અને તમાંરો વંશવેલો વધારશે, જે ભૂમિ તમને આપવાની એમણે તમાંરા પિતૃઓ સમક્ષ સમ ખાધા હતા તે ભૂમિમાં તે તમને આશીર્વાદ આપશે; તે તમને પુષ્કળ સંતતિ, અને ભૂમિની પેદાશ, અનાજ, દ્રાક્ષારસ અને તેલ, તથા ઢોર અને ઘેટાંબકરાં આપશે. Faic an caibideil |