પુનર્નિયમ 5:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પણ સાતમો દિવસ યહોવાહ તારા ઈશ્વરનો વિશ્રામવાર છે. તેમાં તારે કોઈ પણ કામ કરવું નહિ, તું, તારો દીકરો કે તારી દીકરી, તારા દાસ કે તારી દાસી, તારો બળદ કે તારું ગધેડું કે તારું કોઈ અન્ય જાનવર, તારા દરવાજામાં વસતા કોઈ પણ પરદેશી આ દિવસે કશું કામ ન કરે. જેથી તારા દાસ કે દાસીઓને પણ તારી જેમ આરામ મળે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 પણ સાતમો દિવસ યહોવા તારા ઈશ્વરનો સાબ્બાથ છે: તેમાં તું કંઈ કામ ન કર, તું કે તારો દીકરો કે તારી દીકરી કે તારો દાસ કે તારી દાસી, કે તારો બળદ કે તારું ગધેડું કે તારું કોઈ પણ ઢોર, કે તારા દરવાજાની અંદર વસનાર પરદેશી. એ માટે કે જેમ તને તેમજ તારાં દાસને તથા તારી દાસીને વિશ્રામ મળે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 પરંતુ સાતમો દિવસ તો મને, એટલે તમારા ઈશ્વર પ્રભુને અર્પિત કરેલો સાબ્બાથદિન છે. તે દિવસે તમે, તમારાં સંતાનો, તમારા દાસદાસીઓ, તમારો બળદ કે ગધેડું, તમારાં ઢોરઢાંક અથવા તમારા દેશમાં વસનાર પરદેશીઓ કંઈ કાર્ય ન કરો, જેથી તમારાં દાસદાસીઓને પણ આરામ મળે. Faic an caibideilપવિત્ર બાઈબલ14 પરંતુ સાતમો દિવસ તો વિશ્રામવાર છે, તમાંરા દેવ યહોવાનો દિવસ છે. તે દિવસે તમાંરે કોઈ પણ પ્રકારનું કામ કરવું નહિ, તમાંરે કે તમાંરા પુત્રો કે તમાંરી પુત્રીઓએ, તમાંરા દાસ કે તમાંરી દાસીએ, તમાંરા બળદોએ કે ગધેડાઓએ કે પછી બીજા કોઈ પશુએ, તેમજ તમાંરા ગામોમાં વસતા કોઈ પણ વિદેશીએ પણ કામ ન કરવું, જેથી તમાંરા દાસ–દાસીઓ પણ તમાંરી જેમ આરામ કરે. Faic an caibideil |
હવે જોકે અમારા શરીર તથા લોહી અમારા ભાઈઓના જેવાં અને અમારા બાળકો તેઓનાં બાળકો જેવાં જ છે. તોપણ અમે અમારા દીકરાઓને તથા અમારી દીકરીઓને દાસદાસીઓ થવાને ગુલામની અવસ્થામાં લાવીએ છીએ. અમારી દીકરીઓમાંની કેટલીક તો ગુલામ થઈ ચૂકી છે. પણ અમે તદ્દન નિરુપાય છીએ, કેમ કે અમારા ખેતરો તથા દ્રાક્ષવાડીઓના માલિક બીજા થયા છે.”