Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 5:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 મૂસાએ બધા ઇઝરાયલીઓને બોલાવીને તેઓને કહ્યું, “હે ઇઝરાયલ, જે કાનૂનો તથા નિયમો હું તમને આજે કહી સંભળાવું છું તે સાંભળો, કે તમે તે શીખો અને તેને પાળો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને મૂસાએ સર્વ ઇઝરાયલને બોલાવીને તેઓને કહ્યું, “હે ઇઝરાયલ, જે વિધિઓ તથા કાનૂનો હું આજે તમારા સાંભળતાં કહી સંભળાવું છું તે સાંભળો કે તમે તે શીખો તથા તે પાળીને તેમનો અમલ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 મોશેએ બધા ઇઝરાયલીઓને બોલાવીને તેમને કહ્યું, “હે ઇઝરાયલી લોકો, જે નિયમો અને ફરમાનો હું આજે તમારી સમક્ષ જાહેર કરું છું તે સાંભળો. તેમનો અભ્યાસ કરો અને તેમનો કાળજીપૂર્વક અમલ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 બધા ઇસ્રાએલી લોકોને બોલાવીને મૂસાએ તેઓને કહ્યું, “હે ઇસ્રાએલીઓ, આજે હું તમને જે કાયદાઓ અને નિયમો સંભળાવું છું તે ધ્યાનથી સાંભળો અને એ શીખી લો અને ચોક્કસ એનું પાલન કરો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 5:1
17 Iomraidhean Croise  

જેથી તેઓ સહુ ઈશ્વરની આશા રાખે અને તેમનાં અદ્દભુત કાર્યોને વીસરી જાય નહિ, પણ તેમની આજ્ઞાઓને પાળે.


યહોવાહે કહ્યું, “જો તમે તમારા ઈશ્વર યહોવાહની વાણી કાળજીથી સાંભળશો અને જે સત્ય છે તેને પાળશો તો મેં મિસરીઓ પર જે રોગચાળો ફેલાવ્યો હતો તેમાંનો કોઈ હું તમારા પર મોકલીશ નહિ. કેમ કે તમારા રોગ મટાડનાર હું તમારો ઈશ્વર યહોવાહ છું.”


અને તારે લોકોને યહોવાહના નિયમો તથા વિધિઓ તેઓ પાળે અને તોડે નહિ તે માટે ચેતવવાના છે અને તેઓને શીખવવાનું છે. તેઓને જીવનનો સાચો માર્ગ કયો છે અને શું કરવું તે સમજાવવાનું છે.”


એ માટે જે કંઈ તેઓ તમને ફરમાવે, તે કરો તથા પાળો; પણ તેઓનાં કાર્યોને ન અનુસરો, કેમ કે તેઓ કહે છે, તે પ્રમાણે કરતા નથી.


યર્દન પાર અરણ્યમાં, સૂફ સમુદ્રની સામેના અરાબાની ખીણ પ્રદેશમાં, પારાન, તોફેલ, લાબાન, હસેરોથ તથા દી-ઝાહાબ તેઓની નગરો આવેલાં હતા ત્યાં જે વચનો મૂસાએ ઇઝરાયલપુત્રોને કહી સંભળાવ્યાં તે નીચે મુજબ છે.


એ માટે યહોવાહ તારા ઈશ્વર પર પ્રેમ રાખો અને તેમના ફરમાન, કાયદા, નિયમો અને આજ્ઞાઓ સર્વદા પાળો.


તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહે તમને જે દેશ વતન તરીકે આપ્યો છે, તેમાં તમારે નિયમો તથા કાનૂનો પૃથ્વી પરના તમારા બધા દિવસો પર્યંત પાળવા તે આ છે.


અને તે તેની પાસે રહે અને તેના જીવનપર્યત તેમાંથી વાંચે કે, તે યહોવાહનો ડર રાખતાં શીખીને આ નિયમનાં સર્વ વચનો તથા વિધિઓનું પાલન કરે.


યહોવાહ તમારા ઈશ્વરની વાણી ન સાંભળતાં તેમની જે સર્વ આજ્ઞાઓ તથા કાયદાઓ જે આજે હું તમને ફરમાવું છું તેઓને તમે પાળીને તમે અમલમાં નહિ મૂકો, તો એમ થશે કે, આ સર્વ શાપ તમારા પર આવીને તમને પકડી પાડશે.


આજે યહોવાહ તમારા ઈશ્વરની આગળ તમે બધા ઉપસ્થિત છો; તમારા નેતા, તમારાં કુળો, તમારા વડીલો તથા તમારા સરદારો એટલે સર્વ ઇઝરાયલી માણસો,


અને મૂસાએ સર્વ ઇઝરાયલી લોકોને બોલાવીને તેઓને કહ્યું, “તમારી નજર આગળ મિસર દેશમાં ફારુનને તથા તેના સેવકોને તથા સમગ્ર દેશને યહોવાહે જે કર્યુ તે બધું તમે નિહાળ્યું છે;


હવે, હે ઇઝરાયલ, જે કાયદાઓ અને નિયમો હું તમને શીખવું છું તે ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો; એ માટે કે તમે જીવતા રહો અને તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહ જે દેશ તમને આપે છે, તેમાં પ્રવેશ કરો અને તેને કબજે કરો.


અને યર્દનની પેલી બાજુ પૂર્વ તરફ, યર્દન નદીની ખીણના બધા મેદાનો, તે છેક પિસ્ગાહ પર્વતના ઢોળાવ નીચે આવેલા અરાબાના સમુદ્ર સુધીનો હતો.


જુઓ, જેમ ઈશ્વર મારા યહોવાહે મને આજ્ઞા આપી તે પ્રમાણે મેં તમને કાનૂનો અને નિયમો શીખવ્યા છે, કે જેથી જે દેશનું વતન પ્રાપ્ત કરવા માટે તમે તેમાં પ્રવેશ કરો છો તેમાં તમે એ પ્રમાણે કરો.


યહોવાહ આપણા ઈશ્વરે હોરેબમાં આપણી સાથે કરાર કર્યો હતો.


તમારા ઈશ્વર યહોવાહના કાનૂનો, નિયમો અને તેમની આજ્ઞાઓ જે તેમણે ફરમાવ્યાં છે તેનું ખંતથી પાલન કરો.


આ નિયમશાસ્ત્ર તારા મુખમાં રાખ. તું રાતદિવસ તેનું મનન કર કે જેથી તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળી શકે. કારણ કે તો જ તું સમૃદ્ધ અને સફળ થઈશ.


Lean sinn:

Sanasan


Sanasan