Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 4:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 માટે તે પાળીને તેને અમલમાં લાવો; તેથી લોકોની દ્રષ્ટિમાં તમે જ્ઞાની તથા સમજદાર ગણાશો, જેઓ સર્વ આ કાનૂનો વિષે સાંભળશે તેઓ કહેશે કે, “ખરેખર, આ મહાન દેશજાતિ જ્ઞાની અને સમજદાર છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 માટે તે પાળીને અમલમાં મૂકો; કેમ કે એથી દેશજાતિઓની નજરમાં તમે જ્ઞાની તથા બુદ્ધિમાન ગણાશો, કેમ કે તેઓ એ સર્વ વિધિઓ સાંભળીને કહેશે કે, ખરેખર, આ મહાન દેશજાતિ એક જ્ઞાની તથા બુદ્ધિમાન પ્રજા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તે નિયમોનું કાળજીપૂર્વક પાલન કરશો તો બીજા દેશોના લોકોની નજરમાં તમે જ્ઞાની તથા સમજુ ગણાશો. તેઓ આ નિયમો વિષે સાંભળીને કહેશે, ‘આ મહાન પ્રજા જ્ઞાની અને સમજુ છે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 અને જો તમે તેનું કાળજીપૂર્વક પાલન કરશો તો તમે સચેત અને જ્ઞાની રાષ્ટ થશો, અને આજુબાજુના રાષ્ટ્રો આ કાનૂનો વિષે સાંભળશે ત્યારે તેઓ કહેશે, ‘આ મહાન રાષ્ટને કેવી દક્ષતા અને સમજદારી છે!’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 4:6
27 Iomraidhean Croise  

જે સર્વ લોકોએ તથા પૃથ્વી પરના જે સર્વ રાજાઓએ સુલેમાનના જ્ઞાન વિષે સાંભળ્યું હતું, તેઓમાંના ઘણા તેના જ્ઞાનની વાતો સાંભળવા આવતા હતા.


ઈશ્વરે માણસને કહ્યું, જુઓ, પ્રભુનો ડર તે જ જ્ઞાન છે; દુષ્ટતાથી દૂર રહેવું તે જ સમજશકિત છે.”


યહોવાહને માન આપવું એ બુદ્ધિની શરૂઆત છે. જે લોકો તેમની સૂચનાઓનું પાલન કરે છે, તેઓ સમજદાર છે. તેમની સ્તુતિ સર્વકાળ થશે.


યહોવાહના નિયમો સંપૂર્ણ છે, તે આત્માને તાજગી આપે છે; યહોવાહની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે ભોળાને બુદ્ધિમાન કરે છે.


યહોવાહના વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે; યહોવાહની આજ્ઞાઓ નિર્મળ છે, જે આંખોને પ્રકાશ આપે છે.


ભોળા માણસને ચતુરાઈ મળે અને જુવાનોને ડહાપણ તથા વિવેકબુદ્ધિ મળે.


જ્ઞાની પુરુષ સાંભળીને વિદ્ધત્તાની વૃદ્ધિ કરે અને બુદ્ધિમાન માણસને માર્ગદર્શન મળે.


યહોવાહનો ભય એ ડહાપણનો આરંભ છે. મૂર્ખો ડહાપણને તથા શિક્ષણને ધિક્કારે છે.


ન્યાયીપણાથી પ્રજા મહાન બને છે, પણ પાપ તો પ્રજાનું કલંક છે.


પોતાનો માર્ગ સમજવામાં ડાહ્યા માણસનું ડહાપણ છે, પણ મૂર્ખની મૂર્ખાઈ તેનું કપટ છે.


યહોવાહ પોતાના દૃઢ હેતુને લીધે, નિયમશાસ્ત્રનું માહાત્મ્ય વધારવા તથા તેના ન્યાયની સ્તુતિ કરવા રાજી થયા.


જ્ઞાની માણસ લજ્જિત થશે. તેઓ ડરી જશે અને પકડાઈ જશે. જુઓ, યહોવાહનાં વચનોનો તેમણે ઇનકાર કર્યો છે. તો તેઓની પાસે કેવા પ્રકારનું ડહાપણ હોઈ શકે?


પ્રભુ યહોવાહ એવું કહે છે: “આ યરુશાલેમ છે તેને મેં પ્રજાઓની મધ્યે સ્થાપ્યું છે, જ્યાં મેં તેને સ્થાપ્યું છે, તેની આજુબાજુ બીજા દેશો આવેલા છે.


ડહાપણ તથા સમજની દરેક બાબતો વિષે રાજાએ તેઓને જે પૂછ્યું તે બધામાં તેઓ રાજ્યના બધા જાદુગરો તથા મેલીવિદ્યા કરતા દસગણા શ્રેષ્ઠ માલૂમ પડ્યા.


“હે બેલ્ટશાસ્સાર, મુખ્ય જાદુગર, હું જાણું છું કે, તારામાં પવિત્ર દેવોનો આત્મા છે, કોઈપણ રહસ્ય સમજાવવું તારા માટે મુશ્કેલ નથી. મારા સ્વપ્નમાં મેં શું જોયું છે અને તેનો અર્થ શો છે તે તું મને કહે.


મે તેઓને માટે મારા નિયમમાં દશ હજાર વિધિઓ લખ્યા હોય, પણ તે તેઓના માટે વિચિત્ર લાગે છે.


“સર્વ પ્રજાઓ તમને આશીર્વાદિત કહેશે, કેમ કે તમારો દેશ ખુશહાલ થશે,” એવું સૈન્યોના યહોવાહ કહે છે.


તેથી તમે જે કરો છો તે સર્વમાં સફળ થાઓ માટે આ કરારના શબ્દો પાળો અને અમલમાં લાવો.


ત્યારે તેણે કહ્યું કે, જે સર્વ વચનોની આજે હું તમારી સમક્ષ સાક્ષી પૂરું છું તે પર તમારું ચિત્ત લગાડો; અને તે વિષે તમારાં સંતાનોને આજ્ઞા કરજો કે, આ નિયમનાં સર્વ વચનો તેઓ પાળે તથા અમલમાં મૂકે.


આ નિયમો નકામી વાત નથી કેમ કે તેમાં તમારું જીવન છે અને જે દેશનું વતન પ્રાપ્ત કરવા તમે યર્દન પાર જાઓ છો તેમાં તમે રહીને આ બાબતને લીધે તમે તમારું આયુષ્ય વધારશો.”


એ પણ યાદ રાખ કે જયારે તું બાળક હતો, ત્યારે તું પ્રભુ તેમના શાસ્ત્રવચનમાં શું કહે છે તે શીખ્યો.એ તને શીખવી શકે કે જયારે આપણે તેમના ઉપર વિશ્વાસ કરીએ છીએ ત્યારે કેવી રીતે ખ્રિસ્ત ઈસુ આપણને બચાવે છે.


તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે? તો તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણીઓ કરી બતાવે,


Lean sinn:

Sanasan


Sanasan