Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 33:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 હે યશુરૂન, આપણા ઈશ્વર જેવા કોઈ નથી, તેઓ આકાશમાંથી વાદળો પર સવાર થઈને પોતાના ગૌરવમાં તમને મદદ કરવા આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 ઓ યશુરૂન, આપણા ઈશ્વરના જેવો કોઈ નથી, કે જે તારી મદદને માટે આકાશ પર, અને પોતાના ગૌરવમાં અંતરિક્ષ પર સવારી કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 હે યશુરૂન, ઇઝરાયલી લોકો, તમારા ઈશ્વર જેવા અન્ય કોઈ નથી; તે તમને મદદ કરવા વાદળાં પર સવાર થઈ આવે છે અને ગૌરવપૂર્વક આકાશમાં વિચરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 “હે ઇસ્રાએલ, તમાંરા દેવ જેવો બીજો કોઈ દેવ નથી, તે આકાશમાંથી વાદળ પર સવાર થઇને તેના ગૌરવમાં તમને મદદ કરવા આવે છે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 33:26
24 Iomraidhean Croise  

તમારા આકાશી ઘરનો પાયો તમે અંતરિક્ષનાં પાણી પર નાખ્યો છે; તમે વાદળાંને તમારા રથ બનાવ્યા છે; તમે પવનની પાંખો પર સવારી કરો છો.


તે કરુબ પર સવારી કરીને ઊડ્યા; તે પવનની પાંખોની જેમ ઊડ્યા.


હે ઈશ્વર, તમે તમારાં પવિત્રસ્થાનોમાં અતિ ભયાવહ છો; ઇઝરાયલના ઈશ્વર પોતાના લોકોને સામર્થ્ય તથા બળ આપે છે. ઈશ્વરની સ્તુતિ થાઓ.


ઈશ્વરની સમક્ષ ગાઓ, તેમના નામનાં સ્તુતિગાન કરો; એમના માટે રાજમાર્ગ બનાવો જે યર્દન નદીની ખીણના મેદાનોમાં થઈને સવારી કરે છે; તેમનું નામ યહોવાહ છે; તેમની સમક્ષ આનંદ કરો.


હે પ્રભુ, દેવોમાં તમારા જેવો કોઈ નથી. તમારા જેવા પરાક્રમો કોઈનાં નથી.


હે યહોવાહ, તમારા જેવા અન્ય કોઈ ઈશ્વર નથી? તમારા જેવા પરમપવિત્ર, મહિમાવાન; સ્તોત્રોમાં ભયજનક અને પરાક્રમી બીજા કોણ છે?


તમારી સામે થનારને તમે તમારી શ્રેષ્ઠતાના માહાત્મ્યથી પાયમાલ કરો છો. તમે તમારા ભયાનક કોપથી તેઓને ઘાસના પૂળાની જેમ બાળી નાખો છો.


ફારુને કહ્યું, “આવતી કાલે.” મૂસાએ કહ્યું, “તું કહે છે તે પ્રમાણે થશે.” જેથી તને માલૂમ પડશે કે અમારા ઈશ્વર યહોવાહ સમાન અન્ય કોઈ ઈશ્વર નથી.


ત્યારે હારુને મિસર દેશમાં આવેલા પાણીનાં સ્થળો તરફ તેના હાથ ઊંચા કર્યા અને પાણીમાંથી દેડકાંઓ બહાર આવીને સમગ્ર મિસર દેશમાં છવાઈ ગયાં.


મિસર વિષે ઈશ્વરવાણી. જુઓ, યહોવાહ વેગવાન વાદળ પર બેસીને મિસરમાં આવે છે; મિસરની મૂર્તિઓ તેમની આગળ ધ્રૂજશે, મિસરીઓનાં હૃદય તેમનામાં જ પીગળી જશે.


તો તમે ઈશ્વરને કોની સાથે સરખાવશો? કેવી પ્રતિમા સાથે તેમનો મુકાબલો કરશો?


વળી, પવિત્ર ઈશ્વર પૂછે છે, “તમે મને કોની સાથે સરખાવશો કે હું તેના જેવો ગણાઉં?”


તારો કર્તા, ગર્ભસ્થાનમાં તને રચનાર અને તને સહાય કરનાર યહોવાહ એવું કહે છે: “હે મારા સેવક યાકૂબ, મારા પસંદ કરેલા યશુરૂન, તું બીશ નહિ.


આવું કોણે સાંભળ્યું છે? આવું કોણે જોયું છે? શું એક દિવસમાં દેશ અસ્તિત્વમાં આવે? શું પ્રજા એક જ ક્ષણમાં સ્થાપિત થાય? તેમ છતાં સિયોનને પ્રસવવેદના થઈ અને તેણે પોતાનાં બાળકોને જન્મ આપ્યો.


હે યહોવાહ, તમારા જેવા બીજા કોઈ ઈશ્વર નથી. તમે મહાન છો અને સામર્થ્યમાં તમારું નામ મોટું છે.


હે ઇઝરાયલ, તારો વિનાશ આવી રહ્યો છે, કેમ કે તું તથા તારા મદદગારો મારી વિરુદ્ધ થયા છો.


યહોવાહે યાકૂબના ગૌરવના સમ ખાધા છે કે, “નિશ્ચે હું કદી એ લોકોનું એકપણ કામ ભૂલીશ નહિ.”


શું યહોવાહ નદીઓ પર ગુસ્સે થયા? શું તમારો ક્રોધ નદીઓ વિરુદ્ધ છે? શું તમારો પ્રકોપ સમુદ્ર વિરુદ્ધ છે કે જેને કારણે તમે ઘોડાઓ પર અને મુક્તિના રથો પર સવારી કરી રહ્યા છો?


જો, આકાશ તથા આકાશોનાં આકાશ; પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ તે યહોવાહ તમારા ઈશ્વરનું છે.


પણ યશુરૂને પુષ્ટ થઈને લાત મારી, તું હુષ્ટપુષ્ટ, જાડો અને સુંવાળો થયો, જે ઈશ્વરે તેને બનાવ્યો હતો તેમનો તેણે ત્યાગ કર્યો, તેણે તેના ઉદ્ધારના ખડકનો તિરસ્કાર કર્યો.


જયારે લોકોના આગેવાનો અને ઇઝરાયલનાં સર્વ કુળો એકત્ર થયાં હતાં ત્યારે યહોવાહ યશુરૂનમાં રાજા હતા.


આ બધું તેમણે એટલા માટે કર્યુ કે તમે જાણો કે ઈશ્વર યહોવાહ છે. તેમના વગર બીજા કોઈ ઈશ્વર નથી.


Lean sinn:

Sanasan


Sanasan