Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 33:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પછી યૂસફ વિષે મૂસાએ કહ્યું; તેનો દેશ યહોવાહથી આશીર્વાદિત થાઓ, આકાશની ઉતમ વસ્તુઓથી અને ઝાકળથી અને પાતાળના પાણીથી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને યૂસફ વિષે તેણે કહ્યું: “તેની ભૂમિ યહોવાથી આશીર્વાદિત થાઓ, આકાશની ઉત્તમ વસ્તુઓથી, ઝાકળથી, અને ઊંડણના પાણીથી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 તેણે યોસેફના કુળ વિષે કહ્યું: “તેમની ભૂમિને પ્રભુ આશીર્વાદિત કરો; આકાશની વર્ષાથી, ઝાકળથી, ભૂગર્ભ જળથી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 પછી તેણે યૂસફ વંશ વિષે કહ્યું, “યહોવા, તેના પ્રદેશને ખૂબ લાભ આપો, ઉપરથી આકાશની વૃષ્ટિ અને નીચેથી પાતાળના જળથી દેવ તેની ભૂમિને આશીર્વાદિત કરો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 33:13
20 Iomraidhean Croise  

યાકૂબે તેની પાસે આવીને તેને ચુંબન કર્યું. તેણે તેનાં વસ્ત્રોની સુગંધ લીધી અને તેને આશીર્વાદ આપીને કહ્યું, “જો, ઈશ્વરથી આશીર્વાદ પામેલા ખેતરની સુગંધ જેવી મારા દીકરાની સુગંધ છે.


તેના પિતા ઇસહાકે તેને ઉત્તર આપતા કહ્યું, “જો, જ્યાં તું રહે છે તે પૃથ્વીના ભરપૂરીપણાથી તથા ઉપરના આકાશના ઝાકળથી તારે દૂર રહેવાનું થશે.


હવે મિસર દેશમાં તારી પાસે મારા આવ્યા અગાઉ તારા બે દીકરા મિસર દેશમાં જન્મ્યા છે તેઓ એટલે એફ્રાઇમ તથા મનાશ્શા મારા છે. રુબેન તથા શિમયોનની જેમ તેઓ મારા થશે.


યૂસફે તેના પિતાને કહ્યું, “તેઓ મારા દીકરા છે, જેમને ઈશ્વરે મને અહીં આપ્યાં છે.” ઇઝરાયલે કહ્યું, “તેઓને મારી પાસે લાવ કે હું તેઓને આશીર્વાદ આપું.”


મારાં મૂળિયાં પાણી સુધી ફેલાયાં છે અને મારી ડાળીઓ ઝાકળથી ભીની થઈ છે.


તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવા ઇચ્છશે પવિત્રતાની સુંદરતા પહેરીને અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો; તારી યુવાવસ્થાનું જોર તને દોરે છે.


હે પૃથ્વી પરના બધા જ જીવો, તમે યહોવાહની સ્તુતિ કરો, હે સમુદ્રના જીવો અને મહાસાગરનાં ઊંડાણો, તમે તેમની સ્તુતિ કરો.


રાજાનો ક્રોધ સિંહની ગર્જના જેવો છે, પણ તેની કૃપા ઘાસ પરના ઝાકળ જેવી છે.


તેમના ડહાપણને પ્રતાપે ઊંડાણમાંથી પાણીનાં ઝરણાં ફૂટી નીકળ્યાં અને વાદળોમાંથી ઝાકળ ટપકે છે.


યહોવાહે મને એમ કહ્યું કે, “હું શાંતિથી મારા નિવાસસ્થાનેથી અવલોકન કરીશ, સૂર્યપ્રકાશમાં ઊકળતી ગરમીના જેવો, કાપણીની ગરમીમાં ઝાકળના વાદળ જેવો રહીશ.”


હું ઇઝરાયલને માટે ઝાકળ જેવો થઈશ; તે કમળની જેમ ખીલશે, લબાનોનનાં વૃક્ષોની જેમ તેના મૂળ ઊંડા નાખશે.


ત્યારે યાકૂબના બચેલા ઘણાં લોકો મધ્યે યહોવાહે મોકલેલા ઝાકળ જેવા, ઘાસ ઉપર વરસતા વરસાદ જેવા થશે. તેઓ મનુષ્ય માટે રોકાતા નથી, કે માનવજાત માટે રાહ જોતા નથી.


“ત્યાં શાંતિનું બીજ દેખાશે. દ્રાક્ષાવેલો તેનાં ફળ આપશે, અને પૃથ્વી પોતાની ઊપજ આપશે. આકાશોમાંથી ઓસ પડશે, કેમ કે આ લોકોમાંના બાકી રહેલાઓને હું આ સર્વ વસ્તુઓનો વારસો આપીશ.


યૂસફના દીકરાઓના એટલે એફ્રાઇમના વંશમાં, તેઓના કુટુંબો તથા તેઓનાં પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા. તેઓનાં નામની સંખ્યા મુજબ


મારો બોધ વરસાદની જેમ ટપકશે, મારી વાતો ઝાકળની જેમ પડશે, કુમળા ઘાસ પર પડતા ઝરમર ઝરમર વરસાદના ટીપાની જેમ અને વનસ્પતિ પર ઝાપટાની જેમ તે પડશે.


સૂર્યની ઊપજની ઉતમ વસ્તુઓથી તથા ચંદ્રની વધઘટની ઉત્તમ વસ્તુઓથી,


ઇઝરાયલ સલામતીમાં રહે, યાકૂબનો રહેઠાણ એકલો, ધાન્ય તથા દ્રાક્ષારસના દેશમાં રહે છે, તેના પર આકાશમાંથી ઝાકળ પડે છે.


Lean sinn:

Sanasan


Sanasan