Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 32:46 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

46 ત્યારે તેણે કહ્યું કે, જે સર્વ વચનોની આજે હું તમારી સમક્ષ સાક્ષી પૂરું છું તે પર તમારું ચિત્ત લગાડો; અને તે વિષે તમારાં સંતાનોને આજ્ઞા કરજો કે, આ નિયમનાં સર્વ વચનો તેઓ પાળે તથા અમલમાં મૂકે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

46 ત્યારે તેણે તેમને કહ્યું, “જે સર્વ વાતોની હું આજે તમારી આગળ સાક્ષી પૂરું છું તે પર તમારું ચિત્ત લગાડો. અને એ વિષે તમારાં છોકરાંને આ કરો કે, આ નિયમનાં સર્વ વચનો તેઓ પાળે તથા અમલમાં મૂકે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

46 ત્યારે તેણે તેમને કહ્યું, “જે સર્વ આજ્ઞાઓ મેં આજે સાક્ષી રૂપે આપી છે તે પર તમારું ચિત્ત લગાડો અને તમારા બાળકો આગળ એ દોહરાવજો, જેથી તેઓ વિશ્વાસુપણે ઈશ્વરના સર્વ શિક્ષણનું પાલન કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

46 તેણે કહ્યું, “આજે મેં તમાંરી સમક્ષ જે વચનો ઉચ્ચાર્યા છે તે હૈયે કોતરી રાખજો, તમાંરા વંશજોને આ નિયમનાં વચનોનું પાલન કરવાનું જણાવજો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 32:46
15 Iomraidhean Croise  

હવે પૂરા હૃદયથી યહોવાહ તમારા ઈશ્વરની ભક્તિમાં મન લગાડો. તૈયાર થઈ જાઓ અને યહોવાહ ઈશ્વર માટે પવિત્રસ્થાન બાંધો. પછી તમે યહોવાહના કરારકોશને અને ઈશ્વરનાં પવિત્ર પાત્રોને યહોવાહના નામે જે ભક્તિસ્થાન બાંધવામાં આવે છે તેમાં લાવો.”


કારણ કે તેમણે યાકૂબ સાથે તેમનો કરાર કર્યો અને ઇઝરાયલમાં નિયમ ઠરાવ્યો. તેમણે આપણા પૂર્વજોને આજ્ઞા કરી કે તેઓ પોતાનાં બાળકોને પણ શીખવે.


નેકીના માર્ગમાં જીવન છે. અને એ માર્ગમાં મરણ છે જ નહિ.


તે માણસે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારી આંખોથી જો, કાનથી સાંભળ, હું તને જે કંઈ બતાવું તેના પર તારું મન લગાડ, કેમ કે, હું તને તે બતાવું એ માટે હું તને અહીં લાવ્યો છું. તું જે જુએ છે તે બધું ઇઝરાયલી લોકોને જણાવ.”


ત્યારે યહોવાહે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને યહોવાહના સભાસ્થાનના નિયમો તથા સર્વ વિધિઓ વિષે કહું તે બધું બરાબર ધ્યાનમાં લે. તારી નજરથી જો, તારા કાનોથી સાંભળ. ઘરમાં પ્રવેશ કરવાના તથા પવિત્રસ્થાનના બહાર નીકળવાના દરેક માર્ગ પર પણ ખાસ ધ્યાન આપ.


કેમ કે યહોવાહ ઇઝરાયલી લોકોને કહે છે કે, “મને શોધો અને તમે જીવશો!


ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, ‘આ વચનો તમારા મનમાં ઊતરવા દો; કેમ કે માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે.’”


માટે મારાં આ વચનો તમે તમારા હૃદયમાં તથા મનમાં મૂકી રાખો, ચિહ્ન તરીકે તમારા હાથમાં બાંધો તથા તેઓને તમારી આંખોની વચ્ચે કપાળભૂષળ તરીકે રાખો.


જયારે તમે ઘરમાં બેઠા હોય ત્યારે, બહાર ચાલતા હોય ત્યારે, તું સૂતા હોય ત્યારે અને ઊઠતી વેળાએ તે વિષે વાત કરો અને તમારા સંતાનોને તે શીખવો.


પછી મૂસા સર્વ ઇઝરાયલીઓને આ વચનો કહી રહ્યો.


માટે તે પાળીને તેને અમલમાં લાવો; તેથી લોકોની દ્રષ્ટિમાં તમે જ્ઞાની તથા સમજદાર ગણાશો, જેઓ સર્વ આ કાનૂનો વિષે સાંભળશે તેઓ કહેશે કે, “ખરેખર, આ મહાન દેશજાતિ જ્ઞાની અને સમજદાર છે.”


ફક્ત પોતાના વિષે સાવધ રહો અને ધ્યાનથી તમારા આત્માની કાળજી રાખો, કે જેથી તમારી આંખે જે જોયું છે તે તું ભૂલી જાઓ નહિ અને તમારા જીવનના સર્વ દિવસો પર્યંત તમારા હૃદયમાંથી તે દૂર થાય નહિ. પણ, તમારા સંતાનને અને તમારા સંતાનના સંતાનને શીખવો.


તેથી જે વાતો આપણા સાંભળવામાં આવી તેનાથી આપણે કદી દૂર જઈએ નહિ, તે માટે તેના પર આપણે વધારે કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan