Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 32:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 જેમ કોઈ ગરુડ પોતાના માળાની ચોકી કરે અને પોતાના બચ્ચાં ઉપર પાંખો ફફડાવે છે. તેમ યહોવાહે પોતાની પાંખો ફેલાવીને તેમને પોતાની પાંખો પર ઊંચકી લીધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 જેમ ગરૂડ પોતાના માળાને હલાવે છે, અને પોતાનાં બચ્ચાં ઉપર પાંખો ફફડાવે છે, તેમ યહોવાએ પોતાની પાંખો ફેલાવીને, તેઓને પોતાની પાંખો ઉપર ઊંચકી લીધા;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 જેમ ગરૂડ માળાને હચમચાવી નાખે છે અને પછી પડતાં બચ્ચાંની ઉપર ઊડયા કરે છે અને છેવટે પોતાની પાંખો પ્રસારીને તેમને ઝીલી લે છે, તેમ પ્રભુએ તેમને ઊંચકી લીધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 જેમ કોઈ ગરૂડ પોતાના માંળાની ચોકી કરે અને પોતાના બચ્ચાં ઉપર ચક્કર માંર્યા કરે અને તેમને પોતાની પાંખો ઉપર ઉપાડી લે તેમ તેમણે સંભાળ લીધી અને ઇસ્રાએલ પર કૃપા કરી.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 32:11
13 Iomraidhean Croise  

પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. પાણી પર અંધારું હતું. ઈશ્વરનો આત્મા પાણી પર ફરતો હતો.


તે કરુબ પર સવારી કરીને ઊડ્યા; તે પવનની પાંખોની જેમ ઊડ્યા.


‘તમે તમારી નજરે જોયું કે મેં મિસરવાસીઓને શું શું કર્યું છે. અને તમને મિસરમાંથી ગરુડની જેમ પાંખો પર ઊંચકીને હું મારી પાસે કેવી રીતે લાવ્યો.’


ઊડનારા પક્ષીની જેમ સૈન્યોના યહોવાહ યરુશાલેમનું રક્ષણ કરશે; તે આચ્છાદન કરીને તેને છોડાવશે, તેને છોડાવીને તે તેનું રક્ષણ કરશે.


પણ યહોવાહની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે; તેઓ દોડશે અને થાકશે નહિ, તેઓ આગળ ચાલશે અને નિર્બળ થશે નહિ.


તમારા વૃધ્ધાવસ્થા સુધી હું તે જ છું અને તમારા વાળ સફેદ થતાં સુધી હું તમને ઊંચકી લઈશ. મેં તમને બનાવ્યા છે અને હું તમને સહાય કરીશ, હું તમને સુરક્ષિત સ્થાને ઊંચકી જઈશ.


તેઓના સર્વ દુઃખોમાં તે દુઃખી થયા અને તેમની હજૂરના દૂતે તેઓનો ઉદ્ધાર કર્યો. પ્રભુએ પોતાના પ્રેમમાં અને પોતાની દયાથી તેઓનો ઉદ્ધાર કર્યો અને પુરાતન કાળના સર્વ દિવસોમાં તેમણે તેઓને ઊંચકીને ફેરવ્યા.


કેમ કે યહોવાહ કહે છે, જેમ કમરબંધ માણસની કમરે વળગી રહે છે, તેમ ઇઝરાયલના અને યહૂદિયાના બધા લોકોને મેં મારી કમરે વીંટાળ્યા છે, જેથી તેઓ મારા લોકો, મારું નામ, મારી પ્રશંસા તથા મારું ભૂષણ થાય, પણ તેઓએ મારું સાંભળ્યું નહિ.’”


જો કે, મેં એફ્રાઇમને ચાલતાં શીખવ્યો. મેં તેઓને બાથમાં લીધા, પણ તેઓ જાણતા ન હતા કે તેઓની સંભાળ રાખનાર હું હતો.


પછી બિન્યામીન વિષે મૂસાએ કહ્યું, “તે યહોવાહનો પ્રિય છે તેની પાસે સુરક્ષિત રહેશે; યહોવાહ સદાય તેનું રક્ષણ કરે છે. અને એ તેમની ખાંધોની વચ્ચે રહે છે.”


વિશ્વાસથી આપણે જાણીએ છીએ કે, ‘ઈશ્વરના શબ્દથી સમગ્ર વિશ્વ ઉત્પન્ન થયું છે અને જે દ્રશ્ય છે, તે દ્રશ્ય વસ્તુઓથી ઉત્પન્ન થયાં નથી.


સ્ત્રીને મોટા ગરુડની બે પાંખો આપવામાં આવી, કે જેથી તે અજગરની આગળથી અરણ્યમાં પોતાના નિયત સ્થળે ઊડી જાય, ત્યાં સમય તથા સમયો તથા અડધા સમય સુધી તેનું પોષણ કરવામાં આવે.


તેના પૂછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર ફેંકી દીધા. જે સ્ત્રીને પ્રસવ થવાનો હતો, તેની આગળ તે અજગર ઊભો રહ્યો હતો, એ માટે કે જયારે તે જન્મ આપે ત્યારે તેના બાળકને તે ખાઈ જાય.


Lean sinn:

Sanasan


Sanasan