પુનર્નિયમ 31:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 લોકોને એટલે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો તેમ જ તારી ભાગળમાં વસતા પરદેશીઓને એકત્ર કરજો જેથી તેઓ સાંભળે તથા શીખે અને યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખે અને આ નિયમોનું કાળજીપૂર્વક પાલન કરે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 લોકોને, એટલે પુરુષોને તથા સ્ત્રીઓને તથા બાળકોને, તથા તારાં ગામોમાં રહેનાર તારો જે પરદેશી તેઓને એકત્ર કરજે, એ માટે કે તેઓ સાંભળે તથા શીખે, ને યહોવા તારા ઈશ્વરથી બીએ, ને આ નિયમનાં સર્વ વચનો પાળે તથા અમલમાં લાવે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 સઘળા માણસોને, સ્ત્રીઓને, બાળકોને તથા તમારા નગરોમાં વસતા પરદેશીઓને એકઠા કરવા કે તેઓ સાંભળે અને શીખે તથા તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે ભક્તિભાવ રાખે અને આ નિયમના સર્વ શિક્ષણનું ખંતથી પાલન કરે. Faic an caibideilપવિત્ર બાઈબલ12 તમાંરે સૌ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો તેમ જ તમાંરા ભેગા વસતા વિદેશીઓને આ સાંભળવા માંટે સભામાં એકત્ર કરવાં, જેથી તેઓ યહોવાથી ગભરાઇને જીવતાં શીખે અને આ નિયમોનું કાળજીપૂર્વક પાલન કરે. Faic an caibideil |
અને સર્વ ઇઝરાયલ, તેઓના વડીલો, અધિકારીઓ, અને તેઓના ન્યાયાધીશો, પરદેશી તેમ જ ત્યાંના વતનીઓ પણ, લેવીઓ અને યાજકો જેમણે યહોવાહનો કરારકોશ ઊંચક્યો હતો તે કોશની આગળ બન્ને બાજુ ઊભા રહ્યા, તેઓમાંના અડધા ગરીઝીમ પર્વતની સામે; અને અડધા એબાલ પર્વતની સામે યહોવાહનાં સેવક મૂસાએ અગાઉ ઇઝરાયલ લોકોને આશીર્વાદ આપવા તેઓને આજ્ઞા આપી હતી તે પ્રમાણે ઊભા રહ્યા.