Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 30:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જો તમારામાંના દેશનિકાલ કરાયેલામાંના કોઈ આકાશ નીચેના દૂરના દેશોમાં વસ્યા હશે, ત્યાંથી યહોવાહ તમારા ઈશ્વર તમને એકત્ર કરશે, ત્યાંથી તે તમને લાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જો તમારામાં દેશ બહાર કરાયેલામાં [નો કોઈ] આકાશના છેડા સુધી હશે, તો ત્યાંથી પણ યહોવા તારા ઈશ્વર તને એકત્ર કરીને તને ત્યાંથી લાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 અરે, જો તમારામાંના કેટલાક પૃથ્વીના છેડા સુધી દેશનિકાલ કરાયા હશે, તો ત્યાંથી પણ તમારા ઈશ્વર પ્રભુ તમને પાછા લાવીને એકત્ર કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તમે ધરતીના છેડા સુધી વેરવિખેર થઈને ગમે ત્યાં વસ્યા છો ત્યાંથી તમને તે શોધી કાઢશે અને તમને તમાંરા દેશમાં પાછા લાવશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 30:4
16 Iomraidhean Croise  

તો તમે આકાશમાંથી સાંભળીને તમારા લોકો ઇઝરાયલનાં પાપોની ક્ષમા કરજો; જે દેશ તમે તેઓના પૂર્વજોને આપ્યો તેમાં તેઓને પાછા લાવજો.


જો તમે ખરા અંત:કરણથી ઈશ્વર તરફ પાછા વળશો તો તમારા ભાઈઓ અને તમારા પુત્રો તેમને પકડીને લઈ જનારાની નજરમાં કૃપા પામશે. તેઓ પાછા આ દેશમાં આવી શકશે, કારણ, તમારો ઈશ્વર કૃપાળુ અને દયાળુ છે. તમે જો તેના તરફ પાછા ફરશો તો તેઓ તમારાથી કદી મુખ નહિ ફેરવે.”


પરંતુ જો તમે મારી પાસે પાછા આવશો અને મારી આજ્ઞાઓનું પાલન કરશો અને તેનો અમલ કરશો, તો તમારા વંશજો આકાશના છેડા સુધી વેરવિખેર થઈ ગયા હશે તો પણ હું તેમને મારા નામ માટે મેં જે સ્થાન પસંદ કર્યુ છે ત્યાં પાછા લાવીશ.’”


તે દિવસે યહોવાહ ફ્રાત નદીના પ્રવાહથી તે મિસરની નદી સુધી અનાજને ઝૂડશે અને હે ઇઝરાયલીઓ તમને એકએકને એકત્ર કરવામાં આવશે.


હું ઉત્તરને કહીશ, ‘તેઓને છોડી દે;’ અને દક્ષિણને કહીશ, ‘તેઓને અટકાવીશ નહિ;’ મારા દીકરાઓને વેગળેથી અને મારી દીકરીઓને પૃથ્વીને છેડેથી લાવ,


બાબિલમાંથી બહાર નીકળો, ખાલદીઓની પાસેથી નાસી જાઓ! હર્ષનાદના અવાજથી આ જાહેર કરો! આ વાત પ્રગટ કરો, પૃથ્વીના છેડા સુધી તેને પ્રગટ કરો અને કહો, “યહોવાહે પોતાના સેવક યાકૂબનો ઉદ્ધાર કર્યો છે.


જુઓ, યહોવાહે પૃથ્વીના છેડા સુધી આ પ્રગટ કર્યું છે: “સિયોનની દીકરીને કહો, ‘જો તારો તારનાર આવે છે! જો, તેનું ઈનામ તેની સાથે છે અને તેનું પ્રતિફળ તેની આગળ છે.’”


જુઓ, હું તેઓને ઉત્તરમાંથી લાવીશ અને પૃથ્વીના છેડાઓથી તેઓને એકત્ર કરીશ. તેઓમાં અંધજનો અને અપંગો હશે; ગર્ભવતી તથા જન્મ આપનારી સર્વ એકઠાં થશે. તેઓનો મોટો સમુદાય અહીં પાછો ફરશે.


વળી આ દુષ્ટ પ્રજામાંથી જેઓ જીવતા રહેશે, જે સર્વ સ્થળે મેં તેઓને નસાડી મૂક્યા છે, ત્યાં બાકી રહેલા સર્વ લોક જીવવા કરતાં મરવું વધારે પસંદ કરશે. એમ સૈન્યોના યહોવાહ કહે છે.


હું તમને પ્રજાઓમાંથી લઈને તથા દરેક દેશમાંથી ભેગા કરીને, તમારા પોતાના દેશમાં પાછા લાવીશ.


રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેમના પસંદ કરેલાઓને એકત્ર કરશે.


ત્યારે તે પોતાના સ્વર્ગદૂતોને મોકલીને પૃથ્વીના છેડાથી આકાશના છેડા સુધી, ચારે દિશાથી પોતાના પસંદ કરેલાઓને એકઠા કરશે.


યહોવાહ તમને પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી વિખેરી નાખશે; ત્યાં તમે કે તમારા પિતૃઓ લાકડાંના અને પથ્થરના દેવો જેઓને તમે ઓળખતા નથી, તેઓની પૂજા કરશો.


Lean sinn:

Sanasan


Sanasan