Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 30:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળીને તેઓની જે આજ્ઞાઓ તથા કાનૂનો લખેલાં છે તે તમે પાળશો અને તમે તમારા પૂરા અંત:કરણથી યહોવાહ તમારા ઈશ્વરની તરફ ફરશો તો એ પ્રમાણે થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 એટલે યહોવા તારા ઈશ્વરની વાણી સાંભળીને તેની જે આજ્ઞાઓ તથા તેના જે વિધિઓ આ નિયમશાસ્‍ત્રના પુસ્તકમાં લખેલાં છે તે તું પાળશે, ને તું તારા ખરા હ્રદયથી તથા તારા ખરા જીવથી યહોવા તારા ઈશ્વરની તરફ ફરશે તો [એમ થશે].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 પરંતુ તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન થઈને આ પુસ્તકમાં લખેલા નિયમો અને ફરમાનોનું ખંતથી પાલન કરો અને તમારા ઈશ્વર પ્રભુ પ્રતિ સંપૂર્ણ દયથી અને પૂરા મનથી પાછા ફરો તો એમ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પણ તમાંરે તેને કાળજીપૂર્વક સાંભળવો જ. આ નિયમના ગ્રંથમાં તમાંરા દેવે લખેલી આજ્ઞાઓ અને નિયમો પાળો. અને તેની તરફ પૂર્ણ હદય અને આત્માંથી પાછા ફરો ત્યારે તે બહું પ્રસન્ન થશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 30:10
17 Iomraidhean Croise  

પરંતુ જો તમે મારી પાસે પાછા આવશો અને મારી આજ્ઞાઓનું પાલન કરશો અને તેનો અમલ કરશો, તો તમારા વંશજો આકાશના છેડા સુધી વેરવિખેર થઈ ગયા હશે તો પણ હું તેમને મારા નામ માટે મેં જે સ્થાન પસંદ કર્યુ છે ત્યાં પાછા લાવીશ.’”


પણ જો દુષ્ટ પોતે પોતાનાં કરેલાં સર્વ પાપો કરવાનું છોડી દેશે અને મારા બધા વિધિઓ પાળશે, નેકીથી તથા પ્રામાણિકપણે વર્તશે તો તે નિશ્ચે જીવશે, તે મરશે નહિ.


તેઓને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે મારા જીવના સમ, દુષ્ટ માણસના મૃત્યુથી મને આનંદ થતો નથી, પણ દુષ્ટ માણસ દુરાચરણથી પાછો ફરે, તો તે જીવતો રહે. પાછા ફરો, તમારાં દુરાચરણથી પાછા ફરો, હે ઇઝરાયલી લોકો, તમે શા માટે મૃત્યુ પસંદ કરો છો?’”


અને જો હું દુષ્ટ માણસને કહું કે, “તું નિશ્ચે મૃત્યુ પામશે.” પણ જો તે પોતાના પાપોથી પાછો ફરે અને જે ન્યાયસંગત તથા સાચું છે તે કરે.


અને જ્યારે પાપી માણસ પોતાની દુષ્ટતાથી પાછો ફરીને ન્યાય તથા નીતિ પ્રમાણે વર્તે, તો તેની તે બાબતોને કારણે તે જીવશે.


દૂરથી માણસો આવીને યહોવાહનું સભાસ્થાન બાંધશે, ત્યારે તમે જાણશો કે સૈન્યોના યહોવાહે મને તમારી પાસે મોકલ્યો છે; જો તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ ખંતથી સાંભળશો તો આ બધું ફળીભૂત થશે.”


પણ પહેલાં દમસ્કસના, યરુશાલેમના, તથા યહૂદિયાના બધા પ્રાંતોના લોકોને તથા બિનયહૂદીઓને પણ ઉપદેશ આપ્યો કે તમે પસ્તાવો કરીને તથા ઈશ્વરની તરફ ફરીને પસ્તાવો કરનારને શોભે એવાં સુકૃત્યો કરો.


માટે તમે પસ્તાવો કરો ને ફરો, જેથી તમારાં પાપ માફ કરવામાં આવે; અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે;


સુન્નત તો કંઈ નથી, અને બેસુન્નત પણ કંઈ નથી, પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન તે જ બધું છે.


અને નિયમના આ પુસ્તકમાં લખેલા કરારમાંના બધા શાપો પ્રમાણે યહોવાહ તેને ઇઝરાયલના સર્વ કુળોમાંથી અલગ કરીને તેને નુકસાન કરશે.


કેમ કે આજે હું તમને જે આજ્ઞાઓ ફરમાવું છું તે તમારી શક્તિ ઉપરાંતની નથી, તેમ તમારાથી એટલી દૂર પણ નથી કે તમે પહોંચી ન શકો.


તમે યહોવાહ તમારા ઈશ્વરની પાસે પાછા આવશો અને જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું, તે તમે તથા તમારા સંતાન પૂરા હૃદયથી તથા પૂરા અંત:કરણથી પાળશો તથા તેમનો અવાજ સાંભળશો,


તમે પાછા ફરીને યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળશો, આજે હું તને જે આજ્ઞાઓ ફરમાવું છું તેનું તમે પાલન કરશો.


પણ જો તમે ત્યાંથી ઈશ્વર તમારા યહોવાહને શોધશો, જો તમે તમારા પૂરા અંત:કરણથી તથા તમારા પૂરા હૃદયથી તેમની પ્રતિક્ષા કરશો તો તેઓ તમને મળશે.


અને યહોવાહ તારા ઈશ્વર પર તું તારા પૂર્ણ મનથી તથા પૂર્ણ જીવથી તથા પૂર્ણ બળથી પ્રેમ રાખ.


Lean sinn:

Sanasan


Sanasan