Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 3:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તમે તેઓથી બીશો નહિ, કેમ કે, ઈશ્વર તમારા યહોવાહ એકલા જ તમારા માટે લડશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 તમે તેઓથી ડરશો નહિ; કેમ કે યહોવા તમારો ઈશ્વર પોતે તમારે પક્ષે યુદ્ધ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 તું તેમનાથી ગભરાઈશ નહિ; કારણ, પ્રભુ તારા પક્ષે તમારે માટે લડશે.’ મોશેની પ્રાર્થના

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 ત્યાં રહેતી પ્રજાઓથી તું જરાય ગભરાઈશ નહિ, કારણ કે તમાંરા દેવ યહોવા તમાંરા પક્ષે લડશે.’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 3:22
16 Iomraidhean Croise  

જુઓ, ઈશ્વર અમારી સાથે છે તથા અમારા આગેવાન છે અને તેમના યાજકો ચેતવણીનાં રણશિંગડાં લઈને તમારી વિરુદ્ધ અમારી સાથે છે. તમે ઇઝરાયલના લોકોની સામે, તમારા પૂર્વજોના પ્રભુ, ઈશ્વરની સામે ન લડો, તેમાં તમે સફળ થવાના નથી.”


આ યુદ્ધમાં તમારે લડવાની જરૂર નથી. હે યહૂદિયા અને યરુશાલેમના લોકો તમે તમારા સ્થાને જ ઊભા રહેજો અને જોજો કે ઈશ્વર તમને કઈ રીતે બચાવી લે છે. ગભરાશો નહિ કે નાહિંમત થશો નહિ. આવતીકાલે તેમનો સામનો કરવા બહાર જજો, ઈશ્વર તમારી સાથે છે.’”


ઈશ્વરે ઇઝરાયલના શત્રુઓ સામે જે કર્યુ તે જયારે આસપાસના સર્વ રાજ્યોએ સાંભળ્યું ત્યારે તેઓ ઈશ્વરથી ભયભીત થઈ ગયા.


તો તમે જ્યાં પણ હો, તે જગ્યાએ જ્યારે રણશિંગડાંનો અવાજ સાંભળો ત્યારે એકસાથે બધા લોકો દોડીને મારી પાસે ભેગા થઈ જજો, આપણા ઈશ્વર આપણા માટે યુદ્ધ કરશે.”


તેઓએ પોતાની તલવાર વડે દેશને કબજે કર્યો નહોતો, વળી તેઓએ પોતાના ભુજ વડે પોતાનો બચાવ કર્યો નહોતો; પણ તમારા જમણા હાથે, તમારા ભુજે અને તમારા મુખના પ્રકાશે તેમને બચાવ્યા હતા, કેમ કે તમે તેઓ પર પ્રસન્ન હતા.


તમારે તો આંગળી પણ અડાડવાની નથી; માત્ર જોયા કરવાનું છે. યહોવાહ તમારે માટે યુદ્ધ કરશે.”


યહોવાહે તેઓના રથનાં પૈડાં જમીનમાં એવા ખુંપાવી દીધાં કે તે ફરી શકતાં ન હતાં. આથી મિસરના સૈનિકો બૂમ પાડવા લાગ્યા, “આ તો યહોવાહ પોતે ઇઝરાયલીઓને પક્ષે આપણી સામે લડી રહ્યા છે. ચાલો, આપણે પાછા જતા રહીએ.”


યહોવાહે મૂસાને કહ્યું, “તેનાથી બીતો નહિ, કેમ કે મેં તને તેના પર, તેના આખા સૈન્ય પર અને તેના દેશ પર વિજય આપ્યો છે. હેશ્બોનમાં રહેતા અમોરીઓના રાજા સીહોનની સાથે જેવું તેં કર્યું તેવું જ તેની સાથે કરજે.”


તમારા ઈશ્વર યહોવાહ તમારી આગળ જશે અને તમે મિસરમાં હતા ત્યારે તમારા માટે જે પરાક્રમી કૃત્યો કર્યા હતા તેમ તે તમારા માટે લડશે.


જયારે તમે યુદ્ધમાં તમારા દુશ્મનો વિરુદ્ધ લડવા જાઓ, ત્યારે ઘોડાઓ, રથો અને તમારા કરતાં વધારે લોકો તમે જુએ તો તેઓથી બીશો નહિ, કેમ કે, મિસરની ભૂમિમાંથી બહાર લાવનાર યહોવાહ તમારા ઈશ્વર તમારી સાથે છે.


કેમ કે તમને બચાવવા અને તમારા પક્ષે રહીને તમારા દુશ્મનો સામે જે લડવા જાય છે તે તો યહોવાહ તમારા ઈશ્વર છે.


મેં યહોશુઆને આજ્ઞા આપીને કહ્યું કે, “યહોવાહે આ બે રાજાઓને જે બધું કર્યું, તે તારી આંખોએ તેં જોયું છે, તે જ પ્રમાણે જે સર્વ રાજ્યોમાં તું જશે તેઓને યહોવાહ એવું કરશે.


તે સમયે મેં યહોવાહને આગ્રહપૂર્વક વિનંતી કરીને કહ્યું કે,


યહોશુઆએ આ સર્વ રાજાઓને અને તેઓના દેશને એક વખતમાં જ કબજે કર્યા કેમ કે ઇઝરાયલના યહોવાહ ઇઝરાયલ માટે લડ્યા હતા.


તમારામાંનો એક માણસ હજારને ભારે પડતો હતો. કેમ કે તમારા યહોવાહ, પ્રભુએ, જેમ તમને વચન આપ્યુ હતું તેમ, તે પોતે તમારે સારુ યુદ્ધ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan