પુનર્નિયમ 3:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 જ્યાં સુધી કે જેમ તમને તેમ તમારા ભાઈઓને યહોવાહે જે દેશ ઈશ્વર તમારા યહોવાહ તેઓને યર્દનને પેલી બાજુ આપવાના છે તેનું વતન તેઓ પણ પામે ત્યાં સુધી આરામ આપ્યો. ત્યાર પછી તમે બધા પોતપોતાનાં વતન તમને આપ્યાં છે તેમાં પાછા આવો.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 જ્યાં સુધી કે જેમ તમને તેમ તમારા ભાઈઓને યહોવા આરામ આપે, અને જે દેશ યહોવા તમારા ઈશ્વરે તેઓને યર્દનને પેલી બાજુ આપાવાનો છે તેનું વતન તેઓ પણ પામે ત્યાં સુધી. ત્યાર પછી તમે બધા પોતપોતાનાં વતન જે મેં તમને આપ્યાં છે તેમાં પાછા આવો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 “તમારી જેમ પ્રભુ તેમને પણ વિરામનું સ્થળ આપે, એટલે કે પ્રભુએ તેમને આપેલો યર્દન નદીની પશ્ર્વિમનો પ્રદેશ તેઓ કબજે કરે અને ત્યાં શાંતિથી વસે ત્યાં સુધી તમે તેમને સાથ આપજો. તે પછી તમે મેં તમને આપેલા આ વતનમાં પાછા આવજો. Faic an caibideilપવિત્ર બાઈબલ20 યર્દનને પેલે પાર તમાંરા દેવ યહોવાએ તેમને આપેલી ભૂમિનો કબજો તેઓ પ્રાપ્ત કરે અને જેમ તેમને પણ યહોવા સ્થાયી થવા દે ત્યાં સુધી તમાંરે એમને સાથ આપવાનો છે. ત્યાર પછી તમાંરે મેં તમને આપેલી ભૂમિમાં પાછા ફરવાનું છે.’ Faic an caibideil |