Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 29:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 ત્યારે સર્વ પ્રજાઓ પૂછશે કે, ‘યહોવાહે આ દેશને આવું શા માટે કર્યું? એના ઉપર આવા ભારે કોપની ઉગ્રતાનું શું કારણ હશે?’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 ત્યારે સર્વ દેશજાતિઓ પૂછશે કે યહોવાએ આ દેશ પર આમ કેમ કર્યું હશે? [તેમના] આ મહા કોપની ઉગ્રતાનું શું કારણ છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 તે જોઈને પૃથ્વીની બધી પ્રજાઓ પૂછશે, ‘શા માટે પ્રભુએ તેમના દેશની આવી દુર્દશા કરી? તેમના ભારે અને ઉગ્ર કોપનું કારણ શું?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 “આ જોઈને બધી પ્રજાઓ પૂછશે, ‘યહોવાએ પોતાના આ પ્રદેશના આવા હાલ શા માંટે કર્યા? એના ઉપર આવો ભારે રોષ શા માંટે ઉતાર્યો?’

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 29:24
16 Iomraidhean Croise  

તેઓએ તેઓના પિતૃઓ સાથે કરેલા યહોવાહના વિધિઓ અને કરારનો, તેમ જ યહોવાહે તેઓને આપેલા સાક્ષ્યોનો ત્યાગ કર્યો હતો. તેઓ વ્યર્થ બાબતોની પાછળ ચાલીને નકામા થઈ ગયા. તેઓની આસપાસ રહેનાર પ્રજાઓ કે જેઓના વિષે યહોવાહે ફરમાવ્યું હતું કે તેઓનું અનુકરણ ન કરવું, પણ તેઓએ તેઓનું અનુકરણ કર્યું.


કેમ કે, તેઓએ પોતાના ઈશ્વર યહોવાહની વાણી સાંભળી નહિ, પણ તેમના કરારનું એટલે યહોવાહના સેવક મૂસાએ જે બધી આજ્ઞાઓ આપી હતી તેની અવગણના કરી. તેઓએ તેનું સાંભળ્યું નહિ અને તે પ્રમાણે કર્યું નહિ.


પણ તમે જેઓ યહોવાહનો ત્યાગ કરનારા છો, જે મારા પવિત્ર પર્વતને વીસરી ગયા છો, જે ભાગ્યદેવતાને માટે મેજ પાથરો છો અને વિધાતાની આગળ મિશ્ર દ્રાક્ષારસ ધરો છો


“જ્યારે તું આ લોકોની આગળ આ બધું કહેશે ત્યારે એ લોકો તને પૂછશે કે, ‘યહોવાહે આ બધી આફતો આપણે માથે શા માટે નાખી છે? આપણો શો અપરાધ છે? અને આપણે શો ગુનો કર્યો છે કે યહોવાહ અમારા ઈશ્વરની વિરુદ્ધ અમે કયું પાપ કર્યું છે?’


મેં જ્યારે એમના પિતૃઓને હાથ પકડીને મિસરમાંથી બહાર કાઢ્યાં હતા ત્યારે તેઓની સાથે જે કરાર કર્યો હતો તેવો આ કરાર નહિ હોય. હું તેઓનો વિશ્વાસુ માલિક હોવા છતાં પણ તેમણે મારા કરારનું ઉલ્લંઘન કર્યુ છે.” એવું યહોવાહ કહે છે.


રક્ષક ટુકડીના સરદારે યર્મિયાને બોલાવ્યો અને તેને કહ્યું, “યહોવાહ તારા ઈશ્વરે આ સ્થાને આ વિપત્તિ લાવવાનું નિર્માણ કર્યું હતું.


અને જ્યારે તમે પૂછશો કે, ‘શા માટે અમારા ઈશ્વર યહોવાહ આ શિક્ષા અમારા પર લાવ્યા છે?’ ત્યારે તમે તેઓને કહેજો કે, “જેમ તમે મારો ત્યાગ કરીને તમારા વતનમાં રહીને તમે અન્ય દેવોની સેવા કરી છે. તેમ જે દેશ તમારો નથી તેમાં તમે પરદેશીઓની સેવા કરશો.’”


શત્રુ કે વૈરી યરુશાલેમના પ્રવેશદ્વારમાં પેસશે, એવું પૃથ્વીના રાજાઓ તથા પૃથ્વીના રહેવાસીઓ માનતા નહોતા.


જ્યારે તમે તેઓનાં આચરણ તથા કૃત્યો જોશો, ત્યારે તમારું મન સાંત્વના પામશે, ત્યારે તમે જાણશો કે જે સર્વ બાબતો મેં તેની વિરુદ્ધ કરી છે તે અમથી કરી નથી.” આમ પ્રભુ યહોવાહ કહે છે.


પ્રભુ યહોવાહ કહે છે, “તેં કરાર તોડીને સમનો તિરસ્કાર કર્યો છે, માટે હું તને શિક્ષા કરીશ.


હું તમારા દેશને એવો ઉજ્જડ કરી નાખીશ કે તમારા દુશ્મનો જે તેમાં વસશે તેઓ પણ તમારી દુર્દશા જોઈને વિસ્મિત બની જશે.


તું તો તારા કઠણ અને પશ્ચાતાપ વિનાના હૃદયને લીધે પોતાને સારુ ઈશ્વરીય કોપના દિવસને માટે કોપનો સંગ્રહ કરે છે કે જયારે ઈશ્વરનો સચોટ ન્યાયચુકાદો જાહેર થશે.


Lean sinn:

Sanasan


Sanasan