Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 29:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 અને નિયમના આ પુસ્તકમાં લખેલા કરારમાંના બધા શાપો પ્રમાણે યહોવાહ તેને ઇઝરાયલના સર્વ કુળોમાંથી અલગ કરીને તેને નુકસાન કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને નિયમના આ પુસ્તકમાં લખેલા કરારના સર્વ શાપો પ્રમાણે યહોવા તેને ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી અલગ કરીને તેને હાનિ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 પ્રભુ એવી વ્યક્તિને ઇઝરાયલના સર્વ કુળોના લોકો સમક્ષ દાખલારૂપ બનાવીને નિયમના આ પુસ્તકમાં લખેલા કરારના સર્વ શાપ તેના પર લાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 યહોવા ઇસ્રાએલના તમાંમ કુળસમૂહોમાંથી તેને જુદો પાડીને નિયમના ગ્રંથમાં લખેલા કરારમાંના બધા શ્રાપો અનુસાર તેના ઉપર વિનાશ ઉતારશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 29:21
12 Iomraidhean Croise  

કેમ કે સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; જેમ મારો ક્રોધ અને રોષ યરુશાલેમના રહેવાસીઓ પર રેડાયો છે તેમ તમે મિસર જશો ત્યારે મારો ક્રોધ તમારાં પર રેડાશે. અને તમે ધિક્કારરૂપ, વિસ્મયરૂપ શાપરૂપ તથા નિંદારૂપ થશો. અને આ સ્થળને તમે ફરી જોવા પામશો નહિ.’


“જે પ્રબોધકો જૂઠાં સંદર્શન જુએ છે તથા જૂઠા શકુન જુએ છે તે પ્રબોધકો વિરુદ્ધ મારો હાથ રહેશે. તેઓ મારા લોકોની સભામાં રહેશે નહિ, ઇઝરાયલ લોકોના અહેવાલમાં નોંધવામાં નહિ આવે, તેઓ ઇઝરાયલના દેશમાં જશે નહિ. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ યહોવાહ છું.


ત્યારે તમે ફરી એકવાર ન્યાયી અને દુષ્ટ વચ્ચેનો તથા ઈશ્વરની સેવા કરનાર અને સેવા નહિ કરનાર વચ્ચેનો ભેદ સમજશો.


તે તેને ખરાબ રીતે સજા કરશે તથા તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે, ત્યાં રડવાનું તથા દાંત પીસવાનું થશે.


સર્વ દેશજાતિઓ તેમની આગળ એકઠી કરાશે; અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદા પાડશે.


પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે, ‘ઓ શાપિતો, જે અનંતઅગ્નિ શેતાન તથા તેના દૂતોને સારુ તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ,


તેઓ અનંતકાળિક સજા માટે જશે, પણ ન્યાયીઓ અનંતજીવનમાં પ્રવેશશે.”


તો યહોવાહ તમારા પર તથા તમારા વંશજો પર મરકીઓ, આકસ્મિક મરકીઓ, એટલે ભારે તથા લાંબા સમય ચાલે એવી મરકીઓ તથા ભારે તથા લાંબા સમયનો રોગ લાવશે.


તમારો નાશ થાય ત્યાં સુધી જે રોગ તથા મરકી નિયમનાં પુસ્તકમાં લખેલાં નથી, તે યહોવાહ તારા પર લાવ્યા કરશે.


યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળીને તેઓની જે આજ્ઞાઓ તથા કાનૂનો લખેલાં છે તે તમે પાળશો અને તમે તમારા પૂરા અંત:કરણથી યહોવાહ તમારા ઈશ્વરની તરફ ફરશો તો એ પ્રમાણે થશે.


પછી હું તે લોકો પર એક પછી એક આફતો લાવીશ; તીરોથી હું તેઓને વીંધી નાખીશ.


Lean sinn:

Sanasan


Sanasan