Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 28:54 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

54 તમારી મધ્યે જે કોઈ માણસ લાગણીશીલ હશે તેની નજર તેના ભાઈ પ્રત્યે, પોતાની પ્રિય પત્ની પ્રત્યે અને પોતાનાં બાકી રહેલાં સંતાનો પ્રત્યે ઈર્ષ્યાળુ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

54 તમારામાંનો જે કોઈ કોમળ તથા બહુ નાજુક પરુષ હશે તેની આંખ પોતાના ભાઈ પ્રત્યે, ને પોતાની પ્રાણપ્રિય પત્ની પ્રત્યે, ને પોતાનાં બાકી રહેલાં છોકરાં પ્રત્યે ભૂંડી થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

54-55 એ ઘેરા અને સકંજાને લીધે એવી કારમી અછત ઊભી થશે કે તમારામાં સૌથી સદ્ગૃહસ્થ અને લાગણીશીલ હોય એવો પુરુષ પણ ખોરાકના અભાવે પોતાનાં જ કેટલાંક સંતાનોનો ભક્ષ કરશે અને તે એટલો સ્વાર્થી થઈ જશે કે પોતાના સગાભાઈ, પ્રાણપ્રિય પત્ની કે બચી ગયેલાં બાળકોને પણ એમાંથી વહેંચશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

54 “તમાંરામાંનો અતિ કોમળ હૃદયનો નમ્ર વ્યકિત પણ તેના ભાઈ પ્રત્યે, વહાલી પત્ની પ્રત્યે અને હજીયે જીવતાં રહેલાં તેનાં સંતાનો પ્રત્યે નિષ્ઠુર બનશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 28:54
14 Iomraidhean Croise  

પણ દરિદ્રી માણસ પાસે એક નાની ઘેટી સિવાય બીજું કંઈ નહોતું. તેણે તે વેચાતી લઈને તેનું પોષણ કર્યું હતું. તે તેની સાથે તથા તેનાં છોકરાં સાથે ઊછરી હતી. તે તેની થાળીમાંથી ખાતી અને તેના પ્યાલામાંથી પીતી હતી. તેની પથારીમાં તે સૂતી હતી તે તેની દીકરી જેવી હતી.


જેમ પિતા પોતાનાં સંતાનો પર દયાળુ છે, તેમ યહોવાહ પોતાના ભક્તો પર દયાળુ છે.


કંજૂસ માણસનું અન્ન ન ખા તેની સ્વાદિષ્ટ વાનગીથી તું લોભાઈ ન જા,


લોભી વ્યક્તિ પૈસાદાર થવા માટે દોડે છે, પણ તેને ખબર નથી કે તેના પર દરિદ્રતા આવી પડશે.


શું સ્ત્રી પોતાના બાળકને, અરે પોતાના સ્તનપાન કરતા બાળકને ભૂલી જાય, પોતાના પેટના દીકરા પર તે દયા ન કરે? હા, કદાચ તે ભૂલી જાય પરંતુ હું તને ભૂલીશ નહિ.


કોઈ પડોશીનો વિશ્વાસ કરીશ નહિ, કોઈ મિત્ર ઉપર આધાર રાખીશ નહિ, તું જે બોલે તે વિષે સાવધાન રહે એટલે જે સ્ત્રી તારી સાથે સૂએ છે તેનાથી પણ સંભાળ.


પણ તમે શું જોવા નીકળ્યા? શું મુલાયમ વસ્ત્રો પહેરેલા માણસને? ખરેખર, જે એવાં વસ્ત્રો પહેરે છે તેઓ તો રાજમહેલોમાં છે.


જે મારું છે તે મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી? અથવા હું સારો છું માટે તારી આંખ દુષ્ટ છે શું?’


જો તારો ભાઈ એટલે તારી માનો દીકરો અથવા તારી દીકરી અથવા તારી પ્રિય પત્ની તથા તારો પ્રિય મિત્ર તને લલચાવતાં એમ કહે કે “ચાલો જે અન્ય દેવદેવીઓને તમે જાણતા નથી, તેમ તમારા પિતૃઓ પણ જાણતા નહોતા તેઓની આપણે પૂજા કરીએ.


પણ સાવધ રહો, રખેને તમારા મનમાં એવો દુષ્ટ વિચાર આવે કે સાતમું વર્ષ એટલે છુટકારાનું વર્ષ પાસે છે. અને તમારી દાનત તમારા ગરીબ ભાઈની વિરુદ્ધ બગડે અને તમે તેને કંઈ ન આપો. અને તે યહોવાહની આગળ પોકાર કરે તો તમે દોષિત ઠરશો.


જે ઘેરો તથા આપત્તિ તમારા દુશ્મનો તમારા પર લાવ્યા છે, તેને લીધે તમે તમારા સંતાનોને, એટલે તમારા દીકરાદીકરીઓ યહોવાહ તમારા ઈશ્વરે તમને આપ્યાં છે તે તઓનું માંસ તમે ખાશો.


જે પોતાનાં સંતાનોનું માંસ ખાતો હશે તે તેઓમાંના કોઈને નહિ આપે, કેમ કે જે ઘેરાથી તથા આપત્તિથી તમારા સર્વ નગરોમાં તમારા શત્રુઓ ઘેરો નાખશે, તેને લીધે તેની પાસે કંઈ જ રહ્યું નહિ હોય.


Lean sinn:

Sanasan


Sanasan