Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 28:52 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

52 તમારા દેશમાંના જે ઊંચી અને કોટવાળી દીવાલો કે જેઓના પર તમે ભરોસો રાખતા હતા, તેઓ દરેક જગ્યાએ પડી જતાં સુધી તમારા નગરમાં ઘેરો નાખશે. યહોવાહ તમારા ઈશ્વરે જે આખો દેશ તમને આપ્યો છે તેમાં તમારા સર્વ નગરોમાં તે ઘેરી લેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

52 અને તારા આખા દેશમાંના તારા જે ઊંચા ને કિલ્લાવાળા કોટ પર તું ભરોસો રાખતો હતો, તેઓના પડી જતાં સુધી ને તારા સર્વ નગરોમાં તારી આસપાસ ઘેરો નાખશે. અને તારો આખો દેશ, જે યહોવા તારા ઈશ્વરે તને આપ્યો છે, તેમાં તારાં સર્વ નગરોમાં તે તારી આસપાસ ઘેરો નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

52 જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને આપે છે તેનાં સર્વ નગરોની આસપાસ તેઓ ઘેરો ઘાલશે અને જેના પર તમને ભરોસો હશે તે ઊંચા અને કિલ્લેબંદી નગરો સર થાય ત્યાં સુધી ઘેરો ચાલુ રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

52 “તમાંરા દેવ યહોવા તમને જે ભૂમિ આપે છે તેમાંના બધાં નગરોને તેઓ ઘેરો ઘાલશે અને અંતે જે કોટો પર તમે સુરક્ષા માંટે આધાર રાખો છો, તે ઊંચા અને અભેધ કોટોને ભોંયભેંગા કરી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 28:52
25 Iomraidhean Croise  

હિઝકિયા રાજાના કારકિર્દીને ચૌદમા વર્ષે આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદિયાના બધાં કોટવાળા નગરો પર ચઢાઈ કરીને તેને કબજે કરી લીધાં.


માટે અમે મારા દીકરાને રાંધીને ખાધો, બીજે દિવસે મેં જયારે તેને કહ્યું, “તારો દીકરો આપ કે, આપણે તેને ખાઈએ. પણ તેણે તેના દીકરાને સંતાડી દીધો.”


તમારો દેશ ઉજ્જડ થઈ ગયો છે; તમારાં નગરો આગથી બાળી નાખવામાં આવ્યાં છે; તમારી હાજરીમાં તમારાં ખેતરોને પારકાઓએ ખેદાનમેદાન કરી નાખ્યાં છે - તેથી તમારી ભૂમિ ઉજ્જડ થઈ ગઈ છે.


યહોવાહે પોતાના જમણા હાથના તથા પોતાના સમર્થ ભુજના શપથ લીધા છે, “નિશ્ચિત પણે હું ફરીથી તારું ધાન્ય તારા શત્રુઓને ખાવા દઈશ નહિ. જે દ્રાક્ષારસને માટે તેં મહેનત કરી છે તે પરદેશીઓ પીશે નહિ.


હે કિલ્લામાં રહેનારી તારો સરસામાન બાંધ અને દેશમાંથી નીકળી જા.


કેમ કે યહોવાહ કહે છે કે; જુઓ, આ વખતે હું દેશના રહેવાસીઓને ગોફણના ગોળાની જેમ બહાર ફેંકી દઈશ અને તેઓને ખબર પડે તે માટે, હું તેઓને દુઃખી કરીશ.’


અને ખાલદીઓ પાછા આવશે. અને આ નગર સામે લડશે. તેઓ તેને કબજે કરી તેને આગ લગાડી બાળી મૂકશે.


પ્રભુએ યાકૂબનાં સર્વ નગરોને નષ્ટ કર્યા છે અને તેઓ પર દયા રાખી નથી. તેમણે ક્રોધે ભરાઈને યહૂદિયાની દીકરીના કિલ્લાઓને ભાંગી નાખ્યા છે; તેમણે તેઓને જમીનદોસ્ત કર્યા છે અને રાજ્યને તથા તેના સરદારોને ભ્રષ્ટ કર્યાં છે.


બાસઠ અઠવાડિયાં પછી અભિષિક્તનો નાશ કરવામાં આવશે અને તેની પાસે કંઈ રહેશે નહિ. એક સેનાપતિ સૈન્ય સાથે આવશે. અને નગરનો તથા પવિત્રસ્થાનનો નાશ કરશે. તેનો અંત રેલની જેમ આવશે અને અંત સુધી યુદ્ધ ચાલશે. વિનાશ નિર્માણ થયેલો છે.


મારા કરાર ભંગનો બદલો લેવા હું તમારા પર તલવાર લાવીશ. તમે તમારા નગરોમાં એકઠાં થશો ત્યારે હું ત્યાં તમારી મધ્યે મરકી મોકલીશ; અને તમે શત્રુના સામર્થ્યથી હારી જશો.


“જુઓ, હું યરુશાલેમને તેની આસપાસના સર્વ લોકોને માટે લથડિયાં ખવડાવનાર પ્યાલારૂપ કરીશ, યરુશાલેમના ઘેરાની જેમ યહૂદિયાના એવા જ હાલ હવાલ થશે.


કેમ કે હું બધી પ્રજાઓને યરુશાલેમ વિરુદ્ધ યુદ્ધ માટે એકત્ર કરીશ, નગર કબજે કરવામાં આવશે. ઘરો લૂંટવામાં આવશે અને સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવશે. અડધું નગર બંદીખાનામાં જશે, પણ બાકીના લોકો નગરમાંથી કાપી નાખવામાં આવશે નહિ.


તેથી રાજા ગુસ્સે થયો, તેણે પોતાનું લશ્કર મોકલીને તે હત્યારાઓનો નાશ કર્યો અને તેઓનું નગર બાળી નાખ્યું.


તે તમારો નાશ થતાં સુધી તમારા પશુઓના બચ્ચાં અને તમારી ભૂમિનું ફળ ખાઈ જશે. તેઓ તમારો વિનાશ થતાં સુધી તમારા માટે અનાજ, નવો દ્રાક્ષારસ, તેલ, પશુઓ કે ઘેટાંબકરાંના બચ્ચાં રહેવા દેશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan