પુનર્નિયમ 28:48 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 માટે તમે ભૂખમાં, તરસમાં, નિવસ્ત્રઅવસ્થામાં તથા દરિદ્રતામાં તમારા દુશ્મનો કે, જેઓને યહોવાહ તમારી વિરુદ્ધ મોકલશે તેઓની તમે સેવા કરશે. તમારો નાશ થતાં સુધી યહોવાહ તમારી ગરદન પર લોખંડની ઝૂંસરી મૂકશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 માટે ભૂખમાં તથા તરસમાં તથા નગ્નતામાં તથા સંપૂર્ણ દરિદ્રતામાં તું તારા શત્રુ કે, જેઓને યહોવા તારી વિરુદ્ધ મોકલશે, તેઓની સેવા કરશે. અને તારો નાશ કરતાં સુધી તે તારા ખભા પર લોઢાની ઝૂંસરી મૂકશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.48 તેથી પ્રભુ જે શત્રુઓને તમારી વિરૂધ મોકલશે તેમની તમે સેવા કરશો. તમે ભૂખ્યા, તરસ્યા, નગ્ન અને સંપૂર્ણ કંગાલિયત દશામાં તેમની વેઠ કરશો. તમારો નાશ થઈ જાય ત્યાં સુધી તે તમારી ખાંધ પર લોખંડની ઝૂંસરી મૂકશે. Faic an caibideilપવિત્ર બાઈબલ48 તેથી તમે તમાંરા દુશ્મનોના ગુલામ બની જશો. યહોવા તમાંરા દુશ્મનોને તમાંરી વિરુદ્ધ લાવશે અને તમે ભૂખ્યા, તરસ્યા અને નગ્ન રહેશો અને પ્રત્યેક વસ્તુની અછત અનુભવશો. તેઓ તમાંરી ડોક પર લોખંડી ઝૂંસરી લાદશે અને છેવટે તમે મોતને ભેટશો. Faic an caibideil |