Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 28:45 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

45 તમારો નાશ થતાં સુધી આ બધા શાપો તમારા પર આવશે અને તમારી પાછળ લાગીને તમને પકડી પાડશે. કેમ કે, તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળ્યો નહિ, તેમની જે આજ્ઞાઓ તથા કાનૂનો તેમણે તમને ફરમાવ્યાં તે પાળ્યાં નહિ. માટે આ પ્રમાણે બધું થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

45 અને તારો નાશ થતાં સુધી આ સર્વ શાપ તારા પર આવશે, ને તારી પાછળ લાગીને તને પકડી પાડશે. કેમ કે તેં યહોવા તારા ઈશ્વરની વાણી સાંભળી નહિ, ને તેની જે આજ્ઞાઓ તથા વિધિઓ, તેમણે તને ફરમાવ્યાં તે તેં પાળ્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

45 “તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન થયા નહિ અને તેમણે ફરમાવેલ આજ્ઞાઓ તથા વિધિઓનું પાલન કર્યું નહિ તેથી તમારો વિનાશ થતાં સુધી આ સર્વ શાપ તમારા પર આવશે અને તમારો પીછો કરીને તમે પકડી પાડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

45 “આ બધાં શ્રાપો તમાંરા પર ઊતરશે; તમાંરો પીછો પકડશે અને અંતે તમે નાશ પામશો-કારણ કે તમે તમાંરા દેવ યહોવાની વાણી સાંભળવા ના પાડો છો, તેમણે જણાવેલી આજ્ઞાઓનું પાલન તમે કર્યુ નથી,

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 28:45
18 Iomraidhean Croise  

અમે આ જગ્યાનો નાશ કરવાના છીએ, કારણ કે આ લોકોનાં ખરાબ કૃત્યો તેઓની વિરુદ્ધ ઈશ્વરની આગળ પુષ્કળ પ્રમાણમાં થયાં છે. તેથી તેઓનો નાશ કરવાને ઈશ્વરે અમને મોકલ્યા છે.”


તેથી યહોવાહે ઇઝરાયલના બધા વંશજોનો ત્યાગ કર્યો, તેઓના પર દુઃખ લાવ્યા, તેઓને લૂંટારાઓના હાથમાં સોંપી દીધા અને તેમને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કર્યા.


તમે ગર્વિષ્ઠ લોકોને તેમ જ જેઓ તમારી આજ્ઞાઓને માનતા નથી, તેઓને શ્રાપ આપો છો.


પાપીઓની પાછળ નુકસાન લાગેલું રહે છે, પણ જે સારા માણસો છે તેઓને હિતકારક બદલો મળશે.


પણ જો તમે ઇનકાર કરશો અને બળવા કરશો, તો તમે તલવારથી માર્યા જશો,” કેમ કે આ યહોવાહના મુખનું વચન છે.


કેમ કે પ્રભુ યહોવાહ આમ કહે છે: “યરુશાલેમમાંથી હું બન્નેનો એટલે માણસો તથા પશુઓનો સંહાર કરવાને હું તેના પર મારી ચાર સખત શિક્ષાઓ એટલે દુકાળ, તલવાર, જંગલી પશુઓ તથા મરકી મોકલીશ.


બહાર તલવાર છે, અંદર મરકી તથા દુકાળ છે. જે કોઈ ખેતરમાં હશે તે તલવારથી માર્યો જશે, જેઓ નગરમાં છે તેઓને મરકી તથા દુકાળ ગળી જશે.


તો પછી હું ક્રોધે ભરાઈને તમારી વિરુદ્ધ ચાલીશ. અને હું તમારાં પાપોને લીધે તમને સાતગણી શિક્ષા કરીશ.


યહોવાહ તમારા ઈશ્વરની વાણી ન સાંભળતાં તેમની જે સર્વ આજ્ઞાઓ તથા કાયદાઓ જે આજે હું તમને ફરમાવું છું તેઓને તમે પાળીને તમે અમલમાં નહિ મૂકો, તો એમ થશે કે, આ સર્વ શાપ તમારા પર આવીને તમને પકડી પાડશે.


તમારી ફળની ટોપલી તથા તમારા ગૂંદવાની વાસણ આશીર્વાદિત થશે.


તમને સંતાનો અને સંતાનોનાં પણ સંતાનો પણ પ્રાપ્ત થાય અને તમે બધા તે દેશમાં સ્થાયી થયા પછી તમે જો ભ્રષ્ટ થઈને કોઈ પણ વસ્તુના આકારની કોતરેલી મૂર્તિ બનાવશો અને જે ઈશ્વર તારા યહોવાહની નજરમાં અજૂગતું છે તે કરીને તેમને કોપાયમાન કરશો;


તો હું આજે આકાશ તથા પૃથ્વીને સાક્ષી રાખીને તમને કહું છું કે, યર્દન ઊતરીને જે દેશનું વતન પ્રાપ્ત કરવા તમે જાઓ છો, તેમાંથી જલ્દી તમારો પૂરો નાશ થઈ જશે. તેમાં તમે દીર્ઘાયુષ્ય પામશો નહિ, તેમાંથી તમારો પૂરો નાશ થશે.


Lean sinn:

Sanasan


Sanasan