Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 28:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 તમારી નજર આગળથી તમારો બળદ કાપી નંખાશે પણ તેનું માસ તમે ખાવા નહિ પામો. તમારા દેખતાં તમારો ગધેડો બળાત્કારે લઈ લેવાશે અને તે તમને પાછો મળશે નહિ. તમારું ઘેટું તમારા શત્રુઓને આપવામાં આવશે અને તમને મદદ કરનાર કોઈ નહિ હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 તારી નજર આગળ તારો બળદ કાપી નંખાશે, પણ તેનું [માંસ] તું ખાવા પામશે નહિ. તારા જોતાં તારો ગધેડો બળજબરીથી લઈ જવામાં આવશે, ને તે તને પાછો મળશે નહિ. તારું ઘેટું તારા શત્રુઓને આપવામાં આવશે, ને તને મદદ કરનાર કોઈ નહિ હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

31 તમારી નજર આગળ તમારા બળદની ક્તલ કરવામાં આવશે, પણ તેનું માંસ તમે ખાવા પામશો નહિ. તમારા દેખતાં તમારા ગધેડાને બળજબરીથી લઈ જવામાં આવશે અને તે તમને પાછો મળશે નહિ. શત્રુઓ તમારા ઘેટાં છીનવી લેશે અને ત્યારે તમને મદદ કરનાર કોઈ નહિ હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 તમાંરાં ઢોરને તમાંરી આંખો સામે કાપવામાં આવશે, પણ તેનું માંસ તમે ખાવા પામશો નહિ, તમાંરી નજર સામે તમાંરો ગધેડો ચોરાઈ જશે પરંતુ તે તમને પાછો મળશે નહિ. વળી તમાંરા ઘેટા બકરાં તમાંરા શત્રુઓ ઉઠાવી જશે છતાં કોઈ તમાંરી મદદે આવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 28:31
8 Iomraidhean Croise  

તેના ઘરની સંપત્તિ નાશ પામશે, તે ઈશ્વરના કોપને દિવસે વહી જશે.


યહોવાહે પોતાના જમણા હાથના તથા પોતાના સમર્થ ભુજના શપથ લીધા છે, “નિશ્ચિત પણે હું ફરીથી તારું ધાન્ય તારા શત્રુઓને ખાવા દઈશ નહિ. જે દ્રાક્ષારસને માટે તેં મહેનત કરી છે તે પરદેશીઓ પીશે નહિ.


તેઓ તમારી ફસલ, વળી તમારાં દીકરા દીકરીઓ અને તમારો ખોરાક ખાઈ જશે. તેઓ તમારાં ટોળાંઓ અને જાનવરોને ખાઈ જશે; તેઓ તમારી દ્રાક્ષવાડીઓ અને અંજીરીના ફળને ખાઈ જશે; અને તમે જેના પર આધાર રાખો છો તે તમારા કિલ્લેબંધ નગરોને તેઓ યુદ્ધશસ્ત્રથી તોડી પાડશે.


તમે જે સ્ત્રી સાથે સગાઈ કરશો તેનો ઉપભોગ બીજો પુરુષ કરશે. તમે ઘર બાંધશો પણ તેમાં રહેવા નહિ પામો; તમે દ્રાક્ષવાડીઓ રોપશો પણ તેનાં ફળ તમે ખાવા નહિ પામો.


તમારા દીકરાઓ અને તમારી દીકરીઓ બીજા લોકને અપાશે અને તમારી આંખ તે જોશે. તેઓને સારુ ઝૂરી ઝૂરીને તમારી આંખો ઝાંખી થઈ જશે. અને તમે કંઈ જ કરી શકશો નહિ.


ઇઝરાયલના લોકોએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે દુષ્ટ હતું તે કર્યું; અને સાત વર્ષ સુધી ઈશ્વરે તેઓને મિદ્યાનના હાથમાં સોંપ્યાં.


તેઓ તેઓની સામે છાવણી કરીને છેક ગાઝા સુધી જમીનની ઉપજનો નાશ કરતા. તેઓ ઇઝરાયલમાં અન્ન, ઘેટું, બળદ અથવા ગધેડું એવું કંઈ પણ રહેવા દેતા નહિ.


Lean sinn:

Sanasan


Sanasan