Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 26:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 અને જે કંઈ સારું યહોવાહ તમારા ઈશ્વરે તમારા અને ઘરનાંને માટે કર્યુ હોય તે સર્વમાં તમારે તથા લેવીઓએ અને તમારી મધ્યે રહેતા પરદેશીઓએ ભેગા મળીને આનંદોત્સવ કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને જે સારું યહોવા તારા ઈશ્વરે તને તથા તારા ઘરનાંને આપ્યું હોય તે સર્વમાં તારે પોતે તથા લેવીએ તથા તારી મધ્યે રહેનાર પરદેશીએ હરખાવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 ત્યાર પછી તમને અને તમારા કુટુંબને પ્રભુએ આપેલાં સારાં વાનાંથી આભારી થઈને તમારી વચમાં રહેનાર લેવીઓ અને પરદેશીઓ સાથે આનંદોત્સવ કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 અને પછી તમાંરા દેવ યહોવાએ તમાંરું અને તમાંરા કુટુંબનું જે ભલું કર્યુ છે તેને માંટે તમાંરે લેવીઓએ અને તમાંરી વચ્ચે રહેતા વિદેશીઓએ ભેગા મળીને આનંદોત્સવ કરવો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 26:11
19 Iomraidhean Croise  

પછી નહેમ્યાએ તેઓને કહ્યું કે, “તમારા માર્ગે જાઓ, સ્વાદિષ્ટ ભોજન ખાઓ, મધુપાન કરો અને જેઓએ કંઈ તૈયાર કરેલું ના હોય તેઓને માટે તમારામાંથી હિસ્સા મોકલી આપો. કારણ, આપણા યહોવાહને સારુ આજનો દિવસ પવિત્ર છે. ઉદાસ થશો નહિ, કારણ, યહોવાહનો આનંદ એ જ તમારું સામર્થ્ય છે.”


હું જાણું છું કે, પોતાના જીવન પર્યંત આનંદ કરવો અને ભલું કરવું તે કરતાં તેના માટે બીજું કંઈ શ્રેષ્ઠ નથી.


વળી તેણે ખાવું, પીવું અને પોતાની સર્વ મહેનતથી સંતોષ અનુભવવો. આ તેને ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલું કૃપાદાન છે.


જુઓ, મનુષ્ય માટે જે સારી અને શોભતી બાબત મેં જોઈ છે તે એ છે કે, ઈશ્વરે તેને આપેલા આયુષ્યના સર્વ દિવસોમાં ખાવું, પીવું અને દુનિયામાં જે સઘળો શ્રમ કરે છે તેમાં મોજમજા માણવી કેમ કે એ જ તેનો હિસ્સો છે.


ઉન્નતિના સમયે આનંદ કર. પણ વિપત્તિકાળે વિચાર કર; ઈશ્વરે એ બન્નેને એકબીજાના સાથી બનાવ્યા છે. જેથી ભવિષ્યમાં શું થશે તેમાંનું કશું જ માણસ શોધી શકતો નથી.


જુઓ, મારા સેવકો હૃદયના ઉમળકાથી હર્ષનાદ કરશે, પણ તમે હૃદયની પીડાને લીધે રડશો અને આત્મા કચડાઈ જવાને લીધે વિલાપ કરશો.


તે કેટલું સુંદર અને કેટલું સારું છે! જુવાનોને અનાજ તથા કુમારિકાઓને દ્રાક્ષારસ હૃષ્ટપુષ્ટ કરશે.


જો અમે તમારે માટે આત્મિક બાબતો વાવી છે, તો અમે તમારી શરીર ઉપયોગી બાબતો લણીએ એ કઈ વધારે પડતું કહેવાય?


તમે, તમારા દીકરાઓ, તમારી દીકરીઓ, તમારા દાસો, તમારી દાસીઓ તથા લેવીઓ કે જેને તમારી મધ્યે કોઈ હિસ્સો કે વારસો નથી જેઓ તમારા દરવાજાની અંદર રહેતા હોય તેઓએ યહોવાહ તમારા ઈશ્વરની આગળ આનંદ કરવો.


પણ તમારે અને તમારા દીકરાએ અને તમારી દીકરીએ, તમારા દાસે અને તમારી દાસીએ તમારા ઘરમાં રહેનાર તમારા લેવીએ યહોવાહ તમારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે તેમાં તમારા યહોવાહની સમક્ષ તે ખાવાં; અને જે સર્વને તમે તમારો હાથ લગાડો છો તેમાં યહોવાહ તમારા ઈશ્વરની સમક્ષ આનંદ કરવો.


ત્યાં તમારે યહોવાહ તમારા ઈશ્વરની આગળ જમવું અને તમારા હાથની સર્વ બાબતોમાં યહોવાહ તારા ઈશ્વરે તમને આશીર્વાદ આપ્યો છે તેમાં તમારે તથા તમારા કુટુંબોએ આનંદ કરવો.


યહોવાહ તમારા ઈશ્વરે પોતાના પવિત્રસ્થાન માટે પસંદ કરેલી જગ્યાએ તમે, તમારા સંતાન, તમારી દીકરી, તમારા દાસ, તમારી દાસીઓ, નગરની ભાગળમાં રહેતા લેવીઓ, તમારી મધ્યે રહેતા વિદેશીઓ, અનાથો તથા તમારી મધ્યે રહેતી વિધવાઓએ બધાએ મળીને યહોવાહ તમારા ઈશ્વરની આગળ આનંદ કરવો.


તમારે શાંત્યર્પણો ચઢાવીને ત્યાં ખાવું; તમારે યહોવાહ તમારા ઈશ્વરની સમક્ષ આનંદ કરવો.


જયારે તમે સમૃદ્ધ હતા ત્યારે તમે યહોવાહ તમારા ઈશ્વરની આરાધના આનંદથી તથા ઉલ્લાસથી કરી નહિ,


પ્રભુમાં સદા આનંદ કરો; હું ફરીથી કહું છું, કે આનંદ કરો.


Lean sinn:

Sanasan


Sanasan