Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 23:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પરંતુ પરદેશીને વ્યાજે આપવાની છૂટ છે. પણ તમારા ઇઝરાયલી ભાઈઓ પાસે વ્યાજ લેવું નહિ, તેથી જે દેશનું વતન પામવા તમે જાઓ છો. તેમાં જે કશામાં તમે હાથ લગાડો તેમાં યહોવાહ તમારા ઈશ્વર આશીર્વાદ આપે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 પરદેશીને વ્યાજ આપવાની તને છૂટ છે, પણ તારા ભાઈને વ્યાજે ન ધીર. એ માટે કે જે દેશનું વતન પામવા તું જાય છે તેમાં જે કશાને તું હાથ લગાડે તેમાં યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ દે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 તમને પરદેશી પાસેથી વ્યાજ લેવાની પરવાનગી છે, પરંતુ તમારા સાથી ઇઝરાયલીને વ્યાજે ધીરશો નહિ. એથી જે દેશનો કબજો તમને મળવાનો છે તેમાં તમારા હાથનાં સર્વ કાર્યો પર તમારા ઈશ્વર પ્રભુ તમને આશીર્વાદ આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 પરંતુ તમે જો કોઈ વિદેશીને કંઈ ધીરો તો તેના પર વ્યાજ લઈ શકો છો, પણ તમાંરા ઇસ્રાએલી જાતિબંધુ પાસે વ્યાજ લેવું નહિ, તેથી તમાંરા દેવ યહોવા તમને, તમે જે ભૂમિમાં પ્રવેશ કરનાર છો તેમાં બધાં કાર્યોમાં લાભ આપશે.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 23:20
16 Iomraidhean Croise  

પછી આ વિષે મેં મનમાં વિચાર કર્યો અને અમીરોને તથા અધિકારીઓને ધમકાવ્યા. મેં તેઓને કહ્યું, “તમે બધા પોતાના ભાઈઓ પાસેથી બહુ આકરું વ્યાજ લો છો.” મેં તેઓની વિરુદ્ધ એક મોટી સભા ભરી.


તે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી. જે નિરપરાધી વિરુદ્ધ લાંચ લેતો નથી. એવાં કામ કરનાર કદી ડગશે નહિ.


પછી મારો કોપ ભભૂકી ઊઠશે. અને હું તમને તલવારથી મારી નાખીશ; તો તમારી પત્ની વિધવા થશે અને તમારાં પોતાનાં બાળકો અનાથ થશે.


તમે મારા લોકોમાંના કોઈ ગરીબ માણસને નાણાં ધીરો, તો તેના પ્રત્યે લેણદાર જેવો વ્યવહાર ન રાખશો અને તેની પાસે વ્યાજ લેશો નહિ.


ગરીબ પર દયા રાખનાર યહોવાહને ઉછીનું આપે છે અને તે તેને તેનાં સુકૃત્યોનો બદલો આપશે.


જો તમે ખુશીથી મારી આજ્ઞા પ્રમાણે કરશો, તો તમે ભૂમિની ઉત્તમ પેદાશ ખાશો;


જેવી લોકની, તેવી યાજકની; જેવી ચાકરની, તેવી જ તેના શેઠની; જેવી દાસીની, તેવી જ તેની શેઠાણીની; જેવી ખરીદનારની, તેવી જ વેચનારની; જેવું ઉછીનું આપનારની, તેવી જ લેનારની; જેવી લેણદારની, તેવી જ દેણદારની સ્થિતિ થશે.


જે વ્યાજ લેતો ન હોય, કે અતિશય નફો લેતો ન હોય, દુરાચારથી દૂર રહેતો હોય, વાદીપ્રતિવાદી વચ્ચે અદલ ન્યાય ચૂકવતો હોઈ અને માણસ-માણસ વચ્ચે વિશ્વાસુપણું સ્થાપિત હોય,


તમારે તેની પાસેથી નફો કે વ્યાજ ન લેવું. પણ ઈશ્વરનો ભય રાખવો એ માટે કે તમારો ભાઈ તમારી સાથે રહે.


તેથી તું આશીર્વાદિત થઈશ; કેમ કે તને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી; પણ ન્યાયીઓના મરણોત્થાનમાં તને બદલો આપવામાં આવશે.’”


એ માટે, મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દ્રઢ થાઓ, તથા પ્રભુના કામમાં તલ્લીન રહો, કેમ કે તમે જાણો છો કે પ્રભુમાં તમારું કામ નિષ્ફળ નથી.


પોતાની રીતે મૃત્યુ પામેલા કોઈ પણ પશુનું માંસ તમારે ખાવું નહિ. તમારા નગરમાં રહેતા પરદેશીને ખાવા માટે આપવું હોય તો આપો. ભલે તે લોકો ખાય; અથવા કોઈ પરદેશીને તે વેચે તો ભલે વેચે. કેમ કે તમે તો યહોવાહ તમારા ઈશ્વરના પવિત્ર લોક છો. વળી બકરીના બચ્ચાંને માતાના દૂધમાં બાફવું નહિ.


વળી તમારે તેને આપવું જ કે જે તેને આપતાં તમારો જીવ કચવાય નહિ. કારણ કે, એ કાર્યને લીધે યહોવાહ તમારા ઈશ્વર તમારાં બધાં કામમાં એટલે જે કંઈ કામ તમે હાથમાં લેશો તેમાં તમને આશીર્વાદ આપશે.


વિદેશીઓ પાસે તમે દેવું ભરપાઈ કરાવી શકો છો પરંતુ તારું લેણું જો તારા ભાઈ પાસે હોય તો તે જતું કર.


તમારા દેશ પર મોસમમાં વરસાદ મોકલવા માટે અને તમારા હાથનાં કામ પર આશીર્વાદ આપવા માટે યહોવાહ તમારા માટે અખૂટ ભંડાર એટલે આકાશ ઉઘાડશે; અને તમે ઘણી દેશજાતિઓને ઉછીનું આપશો પણ તમારે ઉછીનું લેવું નહિ પડે.


Lean sinn:

Sanasan


Sanasan