પુનર્નિયમ 22:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 તો તમારે તે બન્નેને ગામના દરવાજા આગળ લાવીને પથ્થર મારીને મારી નાખવાં. કન્યાને પથ્થરે મારવી, કેમ કે તે નગરમાં હતી છતાં પણ તેણે બૂમ પાડી નહિ. અને પુરુષને પથ્થરે મારવો, કેમ કે તેણે ઇઝરાયલી પડોશીની પત્નીનું અપમાન કર્યું છે. આ રીતે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 તો તમે તે બન્નેને તે નગરના દરવાજા પાસે લાવીને તેઓને પથ્થરે મારીને મારી નાખો. કન્યાને એ માટે કે નગરમાં હોવા છતાં પણ તેણે બૂમ પાડી નહિ. અને પુરુષને એ માટે કે તેણે પોતાના પડોશીની સ્ત્રીની આબરૂ લીધી છે: એ રીતે તું તારી મધ્યેથી ભૂંડાઈ દૂર કર. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 તો તમારે તે બન્નેને નગરના દરવાજા પાસે લાવીને પથ્થરે મારીને મારી નાખવાં; કન્યાને એટલા માટે કે તે નગરમાં હોવા છતાં તેણે મદદ માટે બૂમ પાડી નહિ; અને પુરુષને એટલા માટે કે તેણે પોતાના સાથી ઇઝરાયલીને સગપણમાં અપાયેલી સ્ત્રી સાથે સમાગમ કર્યો. એ રીતે તમારે તમારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી. Faic an caibideilપવિત્ર બાઈબલ24 તો તમાંરે તે બંનેને ગામના ચોરા આગળ લાવીને જાહેરમાં ઇટાળી કરીને માંરી નાખવાં. છોકરીને એટલા માંટે માંરી નાખવી કે ગામમાં હોવા છતાં તેણે સહાય માંટે બૂમ પાડી નહિ. અને પેલા માંણસને એટલા માંટે માંરી નાખવો કે તેણે એ સ્ત્રી સાથે વ્યભિચાર કર્યો જેની તેના જાતભાઇ સાથે સગાઇ થઇ હતી. તમાંરે તમાંરી વચ્ચેથી એ દુષ્ટને દૂર કરવું જ જોઈએ. Faic an caibideil |
અને તે પ્રબોધક તથા તે સ્વપ્નદ્રષ્ટાને મારી નાખવો; કેમ કે તે યહોવાહ તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી બહાર લાવ્યા છે, જેમણે તમને ગુલામીમાંથી મુક્ત કર્યા તેમની સામે બળવો કરવાનું કહે છે, એ માટે કે રખેને જે માર્ગમાં ચાલવાની યહોવાહ તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે તેમાંથી તે તમને ભમાવી દે. એ રીતે તું તારી મધ્યેથી દુષ્ટતા દૂર કર.