Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 2:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જેથી અમે આપણા સેઈરવાસી ભાઈઓ એટલે કે એસાવના વંશજોના દેશમાંથી પસાર થયા, અરાબાના માર્ગે થઈને એલાથ તથા એસ્યોન-ગેબેરથી ગયા. અને અમે પાછા વળીને મોઆબના અરણ્યના માર્ગે ચાલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેથી સેઈરવાસી આપણા ભાઈઓ એસાવપુત્રોને છેડ્યા વગર આપણે તેમના [પ્રાંત] માં થઈને અરાબાને રસ્તે થઈને એલાથ તથા એશ્યોન-ગેબેરથી ગયા. અને આપણે વળીને મોઆબના અરણ્યને રસ્‍તે ચાલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 “તેથી એલાહ તથા એસ્યોન ગેબેર નગરોથી અરાબા તરફ જતો રસ્તો પડતો મૂકીને આપણે સેઈરના પહાડીપ્રદેશમાં આપણાં કુટુંબીજનો એસાવના વંશજોની હદ બહારથી પસાર થયા અને મોઆબના રણપ્રદેશની તરફ પ્રયાણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “આથી આપણે સેઇરમાં વસતા આપણા સગાંઓ એસાવના વંશજોમાંથી પસાર થયા અને એલાથ અને એશ્યોન-ગેબેરથી મૃત સરોવર જતા માંગેર્ મુસાફરી કરી. પછી અમે વળ્યાં અને મોઆબના રણ તરફ આગળ વધ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 2:8
9 Iomraidhean Croise  

ઈશ્વરે તેને કહ્યું, “તારા પેટમાં બે કુળ છે અત્યારથી જ બે પ્રજાઓ અલગ થશે. એક પ્રજા બીજી પ્રજા કરતાં બળવાન થશે અને મોટો દીકરો નાનાનો દાસ થશે.”


સુલેમાને અદોમના પ્રદેશમાં લાલ સમુદ્રને કિનારે આવેલા એલોથની નજીકના એસ્યોન-ગેબેરમાં વહાણનો કાફલો બનાવ્યો.


અમાસ્યા રાજા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો પછી, અઝાર્યાએ એલાથનો જીર્ણોધ્ધાર કરીને યહૂદિયાને પાછું સોંપ્યું.


તે જ સમયે, અરામના રાજા રસીને એલાથને પાછું અરામના કબજામાં લીધું, તેણે એલાથમાંથી યહૂદીઓને કાઢી મૂક્યા. અરામીઓ એલાથમાં આવીને ત્યાં વસ્યા, આજ સુધી તેઓ ત્યાં જ છે.


તેઓ હોર પર્વત તરફથી રાતા સમુદ્રને રસ્તે થઈને અદોમ દેશની ફરતે આગળ ગયા. રસ્તામાં લોકોનાં હૃદય ઘણાં નાહિંમત થઈ ગયાં હતાં.


આબ્રોનાથી નીકળીને તેઓએ એસ્યોન-ગેબેરમાં છાવણી કરી.


યર્દન પાર અરણ્યમાં, સૂફ સમુદ્રની સામેના અરાબાની ખીણ પ્રદેશમાં, પારાન, તોફેલ, લાબાન, હસેરોથ તથા દી-ઝાહાબ તેઓની નગરો આવેલાં હતા ત્યાં જે વચનો મૂસાએ ઇઝરાયલપુત્રોને કહી સંભળાવ્યાં તે નીચે મુજબ છે.


પછી તેઓ અરણ્યમાં થઈને ચાલ્યા અને અદોમ દેશ તથા મોઆબ દેશની સરહદ ઉપર ચકરાવો ખાઈને, મોઆબ દેશની પૂર્વ બાજુએ થઈને, આર્નોનને પેલે પાર આવીને તેઓએ મુકામ કર્યો; પણ તેઓ મોઆબ પ્રદેશની અંદર આવ્યા ન હતા, કેમ કે આર્નોન મોઆબની સરહદ હતી.


Lean sinn:

Sanasan


Sanasan