Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 2:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 લોકોને આજ્ઞા કરીને કહે, તમે સેઈરમાં રહેનારા તમારા ભાઈઓ, એટલે કે એસાવના વંશજોની હદમાં થઈને પસાર થવાના છો. તેઓ તમારાથી ડરી જશે. માટે તમે કાળજી રાખજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 વળી [કહ્યું કે,] ‘લોકોને તું એવી આજ્ઞા કર કે, તમે સેઈરમાં રહેનારા તમારા ભાઈઓ એસાવપુત્રોની સીમમાં થઈને જવાના છો, અને તેઓ તમારાથી બીશે, માટે તમે બરાબર ખબરદા રહેજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તારા લોકોને તું આવો આદેશ આપ: તમારે હવે સેઈરમાં વસતા કુટુંબીજનો એસાવના વંશજોની સરહદમાં થઈને પસાર થવાનું છે. તેઓ તમારાથી બીશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 લોકોને આમ કહે: હવે તમે સેઇરની ભૂમિમાંથી પસાર થવાના છો, જ્યાં એસાવના વંશજો, તમાંરા સગાંઓ રહે છે. તેઓ તમાંરાથી ડરી જશે. છતાં કાળજી રાખજો.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 2:4
15 Iomraidhean Croise  

ઈશ્વરે તેને કહ્યું, “તારા પેટમાં બે કુળ છે અત્યારથી જ બે પ્રજાઓ અલગ થશે. એક પ્રજા બીજી પ્રજા કરતાં બળવાન થશે અને મોટો દીકરો નાનાનો દાસ થશે.”


તેથી એસાવ એટલે જે અદોમ કહેવાય છે તેણે સેઈર પહાડ પર જઈને વસવાટ કર્યો.


તે સમયે અદોમના સરદારો આશ્ચર્યચકિત થયા, મોઆબના શક્તિશાળી અને પરાક્રમી પુરુષોને ધ્રૂજારી થઈ; અને બધા કનાનવાસીઓનાં ગાત્રો શિથિલ થઈ ગયાં;


તેઓ ઉપર ભય અને ત્રાસ આવી પડયા, અને તમે મુક્ત કરેલા લોકો જ્યાં સુધી નિશ્ચિત સ્થાને ન પહોંચો;, અને તેઓની મુસાફરી પૂરી ન થાય ત્યાં સુધી યહોવાહ, તમારા ભુજના સામર્થ્યથી તેઓ પથ્થર જેવા સ્તબ્ધ થઈ ગયા,


તેમ જ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારાં સદકૃત્યો જોઈને સ્વર્ગમાંનાં તમારા પિતાનો મહિમા કરે.


પછી ઈસુએ તેઓને કહ્યું કે, ‘સાવધાન રહો, અને બધા લોભથી પોતાને દૂર રાખો; કેમ કે કોઈનું જીવન તેની મિલકતની પુષ્કળતામાં હોતું નથી.’”


તો સાંભળો કે તમે નિર્બુદ્ધોની જેમ નહિ, પણ ચોકસાઈથી બુદ્ધિવંતોની રીતે ચાલો;


“આ પર્વતની આસપાસ તમે લાંબો સમય ફર્યા છો, હવે ઉત્તર તરફ પાછા વળો.


પરંતુ તમે કોઈ અદોમીઓનો તિરસ્કાર કરશો નહિ કારણ કે તેઓ તમારા ભાઈ છે; અને મિસરીઓનો તિરસ્કાર કરશો નહિ, કેમ કે તમે તેના દેશમાં પ્રવાસી હતા.


કે, જેથી કુટિલ તથા આડી પ્રજા મધ્યે તમે નિર્દોષ તથા સાલસ, ઈશ્વરનાં નિષ્કલંક સંતાન, જીવનનું વચન પ્રગટ કરીને દુનિયામાં જ્યોતિઓ તરીકે પ્રકાશો.


બિનવિશ્વાસીઓની સાથે ડહાપણથી વર્તો; સમયનો સદુપયોગ કરો.


Lean sinn:

Sanasan


Sanasan