Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પુનર્નિયમ 2:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તે લોક પણ અનાકીઓની જેમ બળવાન તથા કદાવર હતા. તેઓની સંખ્યા ઘણી હતી; પરંતુ યહોવાહે આમ્મોનીઓ આગળથી તેઓનો નાશ કર્યો અને તેઓ તેઓના વતનમાં દાખલ થઈને તેઓની જગ્યાએ વસ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તે લોક અનાકીઓની જેમ બળવાન તથા કદાવર હતા, ને તેઓની સંખ્યા ઘણી હતી; પણ યહોવાએ એમની આગળથી તેમનો વિનાશ કર્યો. અને તેઓ તેમના વતનમાં દાખલ થઈને તેમની જગ્યાએ વસ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 અનાકીઓની જેમ રફાઈઓ પણ બળવાન અને કદાવર તેમજ સંખ્યાબંધ હતા. પણ પ્રભુએ આમ્મોનીઓ સામે તેમનો વિનાશ કર્યો અને એમ આમ્મોનીઓએ તેમનો પ્રદેશ કબજે કરીને ત્યાં વસવાટ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તે પ્રજા પણ અનાકીઓની જેમ કદમાં ઊચી અને કદાવર હતી. તેઓની વસ્તી ઘણી વધારે હતી. પરંતુ આમ્મોનીઓનો ધસારો થતાં યહોવાએ તેઓનો નાશ કર્યો અને આમ્મોનીઓ તેઓની જગ્યાએ વસ્યા.

Faic an caibideil Dèan lethbhreac




પુનર્નિયમ 2:21
8 Iomraidhean Croise  

હવે આગળ અમે કયાં જઈએ? “તે લોકો આપણા કરતાં કદમાં મોટા અને શક્તિશાળી છે; તેઓનાં નગરો મોટાં અને તેના કોટ ગગન જેટલા ઊંચા છે; અને વળી ત્યાં અનાકપુત્રો પણ અમારા જોવામાં આવ્યા છે. એવું કહીને અમારા ભાઈઓએ અમને ભયભીત કરી નાખ્યા છે.”


તે પણ રફાઈઓનો દેશ ગણાય છે; અગાઉ રફાઈઓ તેમાં રહેતા હતા. જો કે આમ્મોનીઓ તેઓને ઝામઝુમીઓ એવું નામ આપે છે.


જેમ હોરીઓનો નાશ કરીને યહોવાહે સેઈરવાસી એસાવપુત્રો માટે કર્યું હતું તેમ જ; અને તેઓએ તેઓનું વતન લઈ લીધું. અને તેઓની જગ્યાએ તેઓ આજ સુધી વસ્યા.


કેમ કે રફાઈઓમાંનાં બચેલામાંથી બાશાનનો રાજા ઓગ એકલો જ બાકી રહ્યો હતો; જુઓ, તેનો પલંગ લોખંડનો હતો. શું તે રાબ્બામાં નથી કે જ્યાં આમ્મોનપુત્રો રહે છે? માણસનાં હાથના માપ પ્રમાણે તેની લંબાઈ નવ હાથ અને પહોળાઈ ચાર હાથ હતી.


તારો દેવ કમોશ જે વતન તને આપે છે, તે વતન શું તું નહિ લેશે? એટલે જે વતન અમારા પ્રભુ ઈશ્વરે અમને આપ્યું છે તે અમે લઈશું.


Lean sinn:

Sanasan


Sanasan