પુનર્નિયમ 19:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પડોશી સાથે જંગલમાં લાકડાં કાપવા જાય, ત્યાં લાકડાં કાપતાં કુહાડો હાથમાંથી છટકીને પડોશીને વાગે અને તેનું મૃત્યુ થાય, એવો ખૂની આ ત્રણ નગરમાંથી કોઈ એકમાં નાસી જાય અને તેમાં આશ્રય મળે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 જેમ કે, કોઈ માણસ પોતાના પડોશીની સાથે વનમાં લાકડાં કાપવા જાય, ને ઝાડ કાપવા માટે કુહાડાનો ટચકો મારતાં કુહાડો તેના હાથમાંથી નીકળી જઈને તેના પડોશીની ઉપર પડ્યાથી તેનો જીવ જાય, તો તેવો [માણસ] એ નગરોમાંના કોઈ એકમાં નાસી જઈને બચી જાય; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 દાખલા તરીકે, એક માણસ બીજા માણસ સાથે લાકડાં કાપવા જંગલમાં જાય અને વૃક્ષ કાપવા માટે કુહાડીનો ઘા મારતાં કુહાડી તેના હાથામાંથી છટકીને પેલા બીજા માણસને વાગે અને તે માણસ મૃત્યુ પામે, તો પેલો પહેલો માણસ પેલાં ત્રણમાંથી કોઈ એક નગરમાં નાસી જઈને રક્ષણ પ્રાપ્ત કરે. Faic an caibideilપવિત્ર બાઈબલ5 કોઈ વ્યકિત પોતાના પડોશી સાથે જંગલમાં લાકડાં કાપવા જાય, અને ત્યાં લાકડાં કાપતાં કાપતાં કુહાડો હાથમાંથી છટકીને અન્ય વ્યકિતને વાગે અને એનું મૃત્યુ થાય, અને એવો ખૂની આ ત્રણ શહેરમાંથી કોઈમાં આશ્રય લે, તો તેનો જીવ બચી રહે. Faic an caibideil |