પુનર્નિયમ 19:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તો તેણે પોતાના ભાઈની સાથે જે કરવાની ઇચ્છા રાખી તે તમારે તેની સાથે કરવું; આ રીતે તમારે તમારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 તો તેણે જેમ પોતાના ભાઈની સાથે વર્તવાનો વિચાર કર્યો હતો તેમ તમારે તેની સાથે વર્તવું; અને એવી રીતે તારે તારી મધ્યેથી ભૂંડું દૂર કરવું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 તો જે સજા આરોપીને થઈ હોત તે જ સજા જૂઠો આરોપ મૂકનારને કરવી. એ રીતે તમારે તમારી વચમાંથી દુષ્ટતા દૂર કરવી. Faic an caibideilપવિત્ર બાઈબલ19 તો એણે જે શિક્ષા સામી વ્યકિતને કરવા ધારી હતી તે શિક્ષા તેને કરવામાં આવે, આ રીતે તમાંરે એ અનિષ્ટનું કાસળ કાઢી નાખવું. Faic an caibideil |
અને તે પ્રબોધક તથા તે સ્વપ્નદ્રષ્ટાને મારી નાખવો; કેમ કે તે યહોવાહ તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી બહાર લાવ્યા છે, જેમણે તમને ગુલામીમાંથી મુક્ત કર્યા તેમની સામે બળવો કરવાનું કહે છે, એ માટે કે રખેને જે માર્ગમાં ચાલવાની યહોવાહ તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે તેમાંથી તે તમને ભમાવી દે. એ રીતે તું તારી મધ્યેથી દુષ્ટતા દૂર કર.