પુનર્નિયમ 16:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
16 તમારા બધા પુરુષો એ જે જગ્યા યહોવાહ પસંદ કરે ત્યાં વર્ષમાં ત્રણ વાર યહોવાહ તમારા ઈશ્વરની આગળ ઉપસ્થિત થવું. બેખમીરી રોટલીના પર્વના પ્રસંગે અઠવાડિયાનાં પર્વના પ્રસંગે અને માંડવાપર્વના પ્રસંગે યહોવાહ આગળ ખાલી હાથે આવવું નહિ.
16 વર્ષમાં ત્રણ વાર તારા બધા પુરુષો જે સ્થળ યહોવા તારા ઈશ્વર પસંદ કરે ત્યાં તેમની હજૂરમાં રજૂ થાય; એટલે બેખમીર રોટલીના પર્વમાં, તથા અઠવાડિયાંના પર્વમાં, તથા માંડવાપર્વમાં અને તેઓ ખાલી હાથે યહોવાની હજૂરમાં હાજર ન થાય.
16 “એક વર્ષમાં ત્રણ વાર, એટલે પાસ્ખાપર્વ, કાપણીનું પર્વ અને માંડવાપર્વ માટે તમારા દેશના બધા પુરુષોએ તમારા ઈશ્વર પ્રભુએ પસંદ કરેલ એક સ્થાને ભક્તિ માટે એકત્ર થવું. પ્રત્યેક માણસે પોતપોતાની ભેટ લાવવી.
સભાસ્થાનનું કામ પૂરું કર્યા પછી સુલેમાને ઈશ્વરને અર્થે જે વેદી બંધાવી હતી. તેના પર તે વર્ષમાં ત્રણ વાર દહનીયાર્પણ અને શાંત્યર્પણોનાં બલિદાન ચઢાવતો હતો. તેવી જ રીતે તે વેદી પર ધૂપનું અર્પણ પણ ચઢાવતો હતો. મિલો કોઈ પ્રકારનું લેન્ડફિલ નો ઉલ્લેખ કરે છે, અને કેટલાક માને છે કે તે યરુશાલેમની પૂર્વીય તટની પૂર્વ બાજુ પર બાંધવામાં આવેલા ટેરેસનો ઉલ્લેખ કરે છે. તે પ્રમાણે તેણે ઈશ્વરના ઘરનું એટલે સભાસ્થાનનું કામ પૂરું કર્યું અને તેનો ઉપયોગ કર્યો.
રોજબરોજના કાર્યક્રમ અનુસાર, વિશ્રામવારને દિવસે, ચંદ્રદર્શનને દિવસે, ઠરાવેલા પર્વોના દિવસે તથા વર્ષમાં ત્રણ વાર; એટલે કે બેખમીરી રોટલીના પર્વમાં, અઠવાડિયાનાં પર્વમાં, અને માંડવાપર્વોમાં તે મૂસાની આજ્ઞા પ્રમાણે અર્પણ કરતો હતો.
એટલે તેઓએ યરુશાલેમમાં અને બીજાં બધાં નગરોમાં એવું જાહેર કરાવ્યું કે, “પર્વતીય પ્રદેશમાં જાઓ અને નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે માંડવા બનાવવા માટે જૈતૂનની, જંગલી જૈતૂનની, મેંદીની, ખજૂરીની તેમ જ બીજાં ઘટાદાર વૃક્ષોની ડાળીઓ લઈ આવો.”
ગધેડાના પહેલા વાછરડાને તું હલવાન વડે ખંડી લે, પણ જો તેને ખંડી લેવો ન હોય તો તું તેની ગરદન ભાંગી નાખ. તારા સર્વ પ્રથમજનિત દીકરાઓને તું ખંડી લે. અને મારી આગળ કોઈ ખાલી હાથે હાજર ન થાય.
કેમ કે હું તારી આગળથી દેશ જાતિઓને હાંકી કાઢીશ અને તારી સીમાઓ વધારીશ. જ્યારે તું ત્રણવાર ઈશ્વર તારા યહોવાહની આગળ હાજર થવાને જશે, ત્યારે કોઈ પણ માણસ તારી જમીનનો લોભ કરશે નહિ.
તેની કમાઈ તથા પગાર યહોવાહને માટે થશે. તેનો સંગ્રહ કરવામાં આવશે નહિ કે નાખવામાં આવશે નહિ. કેમ કે તેની કમાઈ યહોવાહની હજૂરમાં રહેનારને માટે થશે કે તેઓ ધરાઈને ખાય અને ઉત્તમ વસ્ત્ર પહેરે.
સિયોન જે આપણા પર્વોનું નગર છે તેને જો; તારી આંખો યરુશાલેમને વિશ્રામના નિવાસસ્થાન જેવું, જેનો તંબુ ઉખેડવામાં આવશે નહિ, જેની મેખો સર્વકાળ માટે કઢાશે નહિ અને જેની દોરીઓ તૂટશે નહિ, તેવા તંબુ જેવું થયેલું જોશે.
તમે ઘણાંની આશા રાખતા હતા, પણ જુઓ, તમે થોડું જ લઈને ઘરે આવ્યા, કેમ કે મેં તેને ફૂંક મારીને ઉડાવી દીધું. શા માટે?’ ‘કેમ કે જ્યારે દરેક માણસ ખુશીથી પોતપોતાના ઘરે જાય છે ત્યારે મારું સભાસ્થાન ઉજ્જડ પડી રહ્યું છે.
ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે જોયું; પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની ઝોળી ખોલીને સોનું, લોબાન તથા બોળનું તેમને નજરાણું કર્યું.
આ માણસ પોતાના નગરમાંથી વર્ષો વર્ષ શીલોમાં સૈન્યના ઈશ્વરનું ભજન કરવા તથા બલિદાન આપવા સારુ જતો હતો. ત્યાં એલીના બે દીકરા હોફની તથા ફીનહાસ ઈશ્વરના યાજક હતા.
તેઓએ કહ્યું, “જો તમે ઇઝરાયલના ઈશ્વરનો કોશ પાછો મોકલો, તો તેને કશું અર્પણ કર્યા વિના મોકલશો નહિ; નિશ્ચે તેની સાથે દોષાર્થાર્પણ મોકલજો. તો જ તમે સાજા થશો, અને તમને સમજાશે કે તેમનો હાથ અત્યાર સુધી તમારા ઉપરથી કેમ દૂર થયો નથી.”